Pakistan: પાકિસ્તાનમાં સૈન્ય બળવો કરવાની તૈયારીમાં, ઈમરાન ખાનને હટાવી નવાઝ શરીફને બેસાડાશે !

પાકિસ્તાનની રાજનીતિમાં મોટા ફેરફારોની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નદીમ અહમ અંજુમની આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂકને લઈને ઈમરાન ખાન અને પાકિસ્તાનની સેના વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો છે કે ઈમરાન ખાનને સત્તામાંથી બહાર ફેંકી દેવાશે અને નવાઝ શરીફને અહીં સરકારમાં પાછા લવાશે.

Pakistan: પાકિસ્તાનમાં સૈન્ય બળવો કરવાની તૈયારીમાં, ઈમરાન ખાનને હટાવી નવાઝ શરીફને બેસાડાશે !
Imran Khan, Nawaz Sharif and Kamar Bajwa (file photo)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 17, 2021 | 1:56 PM

પાકિસ્તાનની (Pakistan) રાજનીતિમાં મોટા ફેરફારોની અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે નદીમ અહમ અંજુમની (Nadeem Aham Anjum,) આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ તરીકે નિમણૂકને લઈને ઈમરાન ખાન (Imran Khan ) અને પાકિસ્તાનની સેના વચ્ચેનો વિવાદ એટલો વધી ગયો છે કે ઈમરાન ખાનને સત્તામાંથી બહાર ફેંકી દેવાશે અને નવાઝ શરીફને (Nawaz Sharif) અહીં સરકારમાં પાછા લવાશે.

તાજેતરમાં, જનરલ નદીમ અહમદ અંજુમને પાકિસ્તાનમાં ઇન્ટર-સર્વિસિસ ઇન્ટેલિજન્સ (Inter-Services Intelligence – ISI) ના નવા મહાનિદેશક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેનો કાર્યકાળ 20 નવેમ્બરથી શરૂ થવાનો છે. અંજુમ પાકિસ્તાનની સેનાની પસંદગી હોવાનું કહેવાય છે, જ્યારે વડાપ્રધાન ઈમરાન ખાન આ નિર્ણયથી નારાજ હોવાનું કહેવાય છે. ઈમરાનની સંમતિ ન મળવા છતાં આઈએસઆઈ ચીફ ફૈઝ હમીદની પાકિસ્તાન સેનાએ ભૂતકાળમાં બદલી કરી હતી. જો કે, ઈમરાન ખાન હજુ પણ આશાવાદી છે કે ફૈઝ તેમના પદ પર ચાલુ રાખી શકશે.

પાકિસ્તાનમાં આ બદલાતા ઘટનાક્રમ વચ્ચે કહેવામાં આવી રહ્યું છે કે આ મહત્વપૂર્ણ નિર્ણયને કારણે સેના અને ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર વચ્ચે ટકરાવની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. કહેવામાં આવી રહ્યું છે કે સેના અને સરકાર વચ્ચેનો ટકરાવ એટલો બધો વધી ગયો છે કે ઈમરાન ખાનને પણ સત્તા પરથી હટાવવામાં આવી શકે છે. પાકિસ્તાનમાં સેનાની મોટી અને અસરકારક ભૂમિકાને જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, સત્તાના કેન્દ્રમાં ઈમરાન ખાનના સ્થાને પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને સ્થાન આપવામાં આવી શકે છે.

આજનું રાશિફળ તારીખ : 11-05-2024
પેટની સમસ્યા હોય કે ગરમીમાં રાહત મેળવી હોય,આહારમાં સામેલ કરો આ એક શાકભાજી
જાણો કોણ છે સંજીવ ગોયન્કા જે કે.એલ રાહુલ પર ગુસ્સે થયા
મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો
આજનું રાશિફળ તારીખ : 10-05-2024
ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ઈમરાન ખાન સવાલોના ઘેરામા ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા ( Kamar Javed Bajwa ) વચ્ચેના ટકરાવના સમાચાર એવા સમયે સામે આવી રહ્યા છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઘણા કારણોસર પોતાના દેશમાં લોકપ્રિયતા ગુમાવી રહ્યા છે. સાથોસાથ અનેક પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે. આર્થિક મોરચે પાકિસ્તાનની નિષ્ફળતાની સાથે, ઈમરાન ખાનની આગેવાનીવાળી સરકાર પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન સાથેની વાતચીતને લઈને પણ સવાલોના ઘેરામાં છે, જે 2014માં પેશાવરમાં મિલિટરી સ્કૂલ પરના હુમલો કરવામાં આવ્યો હતો. તહરીક-એ-તાલિબાન ( Tehreek-e-Taliban ) પર આરોપ છે કે અન્ય અનેક આતંકવાદી કૃત્યોને અંજામ આપ્યો છે. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પણ આ મુદ્દે ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

નવાઝ શરીફને સેનાએ મોકલ્યો સંદેશ! આ બધાની વચ્ચે સેના સાથે ટકરાવની સ્થિતિએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાન માટે નવી મુશ્કેલી ઊભી કરી છે. એક અહેવાલ અનુસાર, પાકિસ્તાનની સેનાએ દેશના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને એક ‘રાજકીય સંદેશ’ મોકલ્યો છે, જેમાં તેમને કહ્યું છે કે પાકિસ્તાનને તેમની જરૂર છે અને તેમણે દેશમાં પાછા ફરવું જોઈએ.

નવાઝ શરીફ હાલમાં લંડનમાં છે, જેઓ ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકારમાં ભ્રષ્ટાચાર અને સત્તાના દુરુપયોગના અનેક આરોપોનો સામનો કરી રહ્યા છે. જેલમાં બગડતી તબિયત અને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય દબાણ વચ્ચે પાકિસ્તાન સરકારે પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ‘સારવાર’ માટે લંડન જવા દીધા હતા. એવું માનવામાં આવે છે કે નવાઝ શરીફની તબિયત હવે સારી છે અને લંડનમાં રહીને તેઓ પાકિસ્તાનની રાજકીય ગતિવિધિઓ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે અને પડદા પાછળથી પણ રાજકીય રીતે સક્રિય છે. આવી સ્થિતિમાં પાકિસ્તાન સેના દ્વારા તેમને મોકલવામાં આવેલા કથિત ‘ઔપચારિક સંદેશ’ને ઈમરાન ખાનની સત્તા માટે ખતરાની ઘંટડી તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ Delhi Air Pollution: પ્રદૂષણ મુદ્દે સુપ્રીમ કોર્ટનુ આકરું વલણ, કહ્યુ ફાઈવસ્ટાર હોટેલમાં કે એસીમાં બેસીને ખેડૂતો પર દોષનો ટોપલો ઢોળવો આસાન

Latest News Updates

મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી
g clip-path="url(#clip0_868_265)">