Breaking News : પહેલગામમાં આતંકી હુમલાનું પાકિસ્તાન-હમાસનું કનેક્શન સામે આવ્યું, જુઓ વીડિયો
પહેલગામ હુમલાની ચર્ચા વચ્ચે પાકિસ્તાન અને હમાસના ખુની ખેલનું કનેક્શન સામે આવ્યું છે. પીઓકેમાં હમાસ અને લશ્કરના આતંકવાદીઓની બેઠક થઈ હતી, આ બેઠકમાં હાફિઝ સઈદનો પુત્ર પણ હાજર હતો.

5 ફ્રેબુઆરીના રોજ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં હમાસ, લશ્કર-એ-તૈયબા જેવા આતંકવાદી સંગઠનોના સભ્યો હાજર રહ્યા હતા. આ બેઠકમાં ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી હાફિઝ સઈદનો પુત્ર પણ હાજર હતો. બેઠકમાં કાશ્મીરમાં મોટા પાયે આતંકવાદી હુમલો કરવાની યોજના બનાવવામાં આવી હતી. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, આ બેઠકમાં આતંકવાદીઓને કાશ્મીરમાં જેહાદ ફેલાવવા અને મોટો હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. જુઓ વીડિયો
PoKમાં હમાસના આતંકીઓની મિટિંગનો સામે આવ્યો વીડિયો | Tv9Gujarati #PoK #HamasTerrorists #TerrorMeeting #ViralVideo #NationalSecurity #Tv9Gujarati #BreakingNews pic.twitter.com/nop0SHujOv
— Tv9 Gujarati (@tv9gujarati) April 25, 2025
ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓકવામાં આવ્યું
સુત્રોના જણાવ્યા મુજબ 5 ફ્રેબુઆરી 2025ના રોજ રાવલકોટના સાબિર સ્ટેડિયમમાં Kashmir Solidarity Dayના નામે એક સંમેલન યોજાયું હતુ, જેમાં ભારત વિરુદ્ધ ખુલ્લેઆમ ઝેર ઓકવામાં આવ્યું હતું. આ બેઠકના થોડા દિવસો પછી, 22 એપ્રિલે, પહેલગામની બૈસરન ઘાટીમાં પ્રવાસીઓ પર આતંકવાદી હુમલો થયો હતો.જેમાં અંદાજે 28 પ્રવાસીઓના મોત થયા હતા.
આતંકી સંગઠનોના મોટા ચહેરા એક સાથે જોવા મળ્યા
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાની પટકથા આ વખતે પીઓકેમાં લખવામાં આવી ગઈ હતી. જ્યાં લશ્કર,જૈશ અને હમાસ જેવા કટ્ટર આતંકી સંગઠનોના મોટા ચહેરા એક સાથે જોવા મળ્યા હતા. સુત્રો મુજબ જેમાં હજારોની સંખ્યામાં લશ્કર અને જૈશના આતંકી હાજર હતા. જેમાં ભારતનો મોસ્ટ વોન્ટેડ આતંકિઓના નામ પણ સામેલ હતા.
કાશ્મીરને ગાઝા બનાવવાની અપીલ
કોન્ફરન્સમાં, કાશ્મીરની તુલના ગાઝા સાથે કરવામાં આવી હતી અને તેને ‘જેહાદનું આગામી યુદ્ધભૂમિ’ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. હમાસના આતંકવાદીઓને ભારત વિરોધી સંગઠનો સાથે જોડીને એક સામાન્ય ‘ઇસ્લામિક પ્રતિકાર’ની છબી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. સ્ટેજ પરથી આતંકવાદીઓને જેહાદના નામે ભારતમાં ઘૂસણખોરી કરવા અને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા હતા. તો જે રીતે હમાસ, લશ્કર અને જૈશના ચહેરા એક જ મંચ પર આવ્યા અને જે રીતે કાશ્મીરને આગામી ગાઝા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો, તે સ્પષ્ટ છે કે ભારત સામે એક નવું ‘આતંકવાદી ગઠબંધન’ રચાયું છે.
