Pakistan : સત્તાની ડૂબતી નાવ બચાવવા પૂર્વ PM ઈમરાન ખાને સમાધાન માટે પણ કર્યા હતા પ્રયાસો ! લીક ઓડિયોમાં થયો ખુલાસો

|

May 30, 2022 | 7:10 AM

જો કે પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના (PTI) નેતા શાહબાઝ ગિલે કહ્યું કે, "એક ઉદ્યોગપતિ અને એક નેતા વચ્ચે વાતચીત થઈ હતી, જે ઈમરાન ખાન વિરોધી છે અને તે વાતચીતને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

Pakistan : સત્તાની ડૂબતી નાવ બચાવવા પૂર્વ PM ઈમરાન ખાને સમાધાન માટે પણ કર્યા હતા પ્રયાસો ! લીક ઓડિયોમાં થયો ખુલાસો
Pak Former President Zardari and Imran Khan (File Photo)

Follow us on

પાકિસ્તાનના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી (Asif Ali Zardari) અને રિયલ એસ્ટેટ બિઝનેસમેન મલિક રિયાઝ હુસૈન (Malik Riaz Hussain) વચ્ચેની કથિત ટેલિફોન વાતચીતના લીક થયેલા ઓડિયો રેકોર્ડિંગમાં, રિયાઝને એમ કહેતા સાંભળી શકાય છે કે ઈમરાન ખાન સમાધાનની વાતચીત માટે ઝરદારીનો સંપર્ક કરવા માગે છે. તમને જણાવી દઈએ કે, આ ઓડિયો રેકોર્ડિંગ 32 સેકન્ડનું છે અને માનવામાં આવે છે કે તેમાં ઝરદારી અને રિયાઝનો અવાજ છે. આ ઓડિયો સોશિયલ મીડિયા (Audio Leak) પર વાયરલ થયો છે.

આ ઓડિયો ખાને તેના સરકાર વિરોધી વિરોધને અચાનક સમાપ્ત કર્યાના થોડા દિવસો બાદ સામે આવ્યો છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI) અને પાકિસ્તાન આર્મી વચ્ચે ડીલ થઈ હોવાની અટકળો વચ્ચે સતા પરિવર્તન થયુ હતુ. રવિવારે ડોન અખબારના સમાચાર અનુસાર, આ કથિત વાતચીતમાં રિયાઝ ઝરદારીને કહેતા સાંભળી શકાય છે કે ખાન તેમને સંદેશ મોકલી રહ્યા છે. જો કે, આ વાતચીત કઈ તારીખે થઈ તે જાણી શકાયું નથી. રિયાઝે પૂર્વ રાષ્ટ્રપતિને કહ્યું, ‘આજે તેણે (Imran Khan) ઘણા સંદેશા મોકલ્યા છે.’ આ અવાજ રિયાઝનો હોવાનું માનવામાં આવે છે. સાથે જ ઝરદારીએ કહ્યું, ‘હવે તે અશક્ય છે.’

ખાનની પાર્ટીએ ઓડિયોને નકલી ગણાવ્યો

બાદમાં રિયાઝે કહ્યું, ‘તો ઠીક છે. હું ફક્ત તમારા ધ્યાન પર લાવવા માંગતો હતો.’ અહેવાલ અનુસાર, ખાનની પાર્ટીએ આ ઓડિયોને નકલી ગણાવ્યો છે, પરંતુ ઝરદારીની પાર્ટી પીપીપી (Pakistan Peoples Party)એ કહ્યું, ‘તે વાસ્તવિક છે.’ બીજી તરફ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટીના નેતા શાહબાઝ ગિલે કહ્યું, “એક ઉદ્યોગપતિ અને એક નેતા વચ્ચે વાતચીત થઈ હતી જે ઈમરાન ખાન વિરોધી છે, જેને ઈમરાન ખાન સાથે જોડવામાં આવી રહ્યો છે. પરંતુ આ વાતચીતને વાસ્તવિકતા સાથે કોઈ લેવાદેવા નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

તમને જણાવી દઈએ કે, ઈમરાનને ગયા મહિને અવિશ્વાસની દરખાસ્ત દ્વારા વડા પ્રધાન પદ પરથી હટાવવામાં આવ્યા હતા, તેમણે ગયા વર્ષે ISI વડાની નિમણૂક પર મહોર મારવાનો ઇનકાર કર્યા પછી સેનાનું સમર્થન ગુમાવ્યું હતું. ખાન પોતાની સામેના અવિશ્વાસ પ્રસ્તાવને વિદેશી ષડયંત્રનું પરિણામ ગણાવી રહ્યા છે. ખાને શુક્રવારે એવા અહેવાલોને નકારી કાઢ્યા હતા કે તેમણે સામાન્ય ચૂંટણીની માંગ કરતી આઝાદી રેલીને સમાપ્ત કરવા માટે સેના સાથે સોદો કર્યો હતો.

Next Article