જમિયત પરિષદમાં મદનીનું મોટું નિવેદન, “જે અમને પાકિસ્તાન મોકલવાની વાતો કરે છે તે પાકિસ્તાન ચાલ્યા જાય”

જમીયત-એ-ઉલેમા હિંદના (Jamiat-e-Ulema Hind) સંમેલનની અધ્યક્ષતા કરતા મહમૂદ મદનીએ કહ્યું કે દેશ આપણો છે અને અમે દેશને બચાવીશું. તેમણે કહ્યું કે જેઓ અમને પાકિસ્તાન મોકલવાની વાત કરે છે તેઓ પોતે જ પાકિસ્તાન ચાલ્યા જાય. આ દેશ આપણો છે અને આપણે તેના નાગરિકો છીએ.

જમિયત પરિષદમાં મદનીનું મોટું નિવેદન, જે અમને પાકિસ્તાન મોકલવાની વાતો કરે છે તે પાકિસ્તાન ચાલ્યા જાય
Mahmood Madni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 2:26 PM

જમિયત-એ-ઉલેમા હિંદનું (Jamiat-e-Ulema Hind) બે દિવસીય રાષ્ટ્રીય સંમેલન શનિવારે શરૂ થયું હતું. આજે કોન્ફરન્સના બીજા દિવસે કોન્ફરન્સની અધ્યક્ષતા કરી રહેલા મહેમૂદ મદનીએ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે જો કોઈ આપણો ધર્મ સહન ન કરે તો તેણે બીજે ક્યાંક ચાલ્યા જવું જોઈએ. તેમણે કહ્યું કે દેશ આપણો છે અને આપણે તેને બચાવીશું. મદની (Mahmood Madni)અહીં જ નથી અટક્યા, તેમણે કહ્યું કે જેઓ અમને પાકિસ્તાન મોકલવાની વાત કરે છે તેઓ જાતે જ પાકિસ્તાન જતા રહે. તેમણે કહ્યું કે આ દેશ આપણો છે અને અમે તેના નાગરીકો છીએ, અમે ક્યાંય જવાના નથી. તે જ સમયે, આજે આ સંમેલનમાં જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ, (Gyanvapi Masjid Controversy)બંગાળ અને ત્રિપુરાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી હતી. શનિવારે કોન્ફરન્સના પહેલા દિવસે જમિયતે કહ્યું કે દેશમાં નફરત ફેલાવવામાં આવી રહી છે અને મુસ્લિમોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

વાસ્તવમાં જમીયત કોન્ફરન્સના બીજા દિવસે અનેક મહત્વપૂર્ણ પ્રસ્તાવો પણ રજૂ કરવામાં આવ્યા હતા. આ ઠરાવોમાં કહેવામાં આવ્યું હતું કે સમાન નાગરિક સંહિતા લાગુ કરીને બંધારણીય અધિકારો છીનવી લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે મુસ્લિમ પર્સનલ લોમાં લગ્ન, તલાક, ખુલા (પત્નીની માંગ પર છૂટાછેડા), વારસા વગેરેના નિયમો કોઈ સમાજ, જૂથ કે વ્યક્તિ દ્વારા બનાવવામાં આવતા નથી. નમાઝ, રોઝા, હજની જેમ આ પણ ધાર્મિક વિધિઓ છે. જે પવિત્ર કુરાન અને હદીસમાંથી લેવામાં આવ્યા છે.

દેશમાં નફરતનો માહોલ : મદની

જમીયત કોન્ફરન્સના ઠરાવમાં કહેવામાં આવ્યું હતું કે ઘણા રાજ્યોમાં સત્તાધારી લોકો પર્સનલ લોને નાબૂદ કરવાની વાત કરી રહ્યા છે. જ્યારે મુસ્લિમ પર્સનલ લોમાં ફેરફાર કરવો એ કલમ 25માં આપેલી ગેરંટી વિરુદ્ધ છે. આ દરમિયાન યુનિફોર્મ સિવિલ કોડ એક્ટ પર ચર્ચા કરતી વખતે કહેવામાં આવ્યું હતું કે ઘણા રાજ્યોમાં તેને લાગુ કરવાની વાત ચાલી રહી છે. આ માટે અગાઉની સરકારોના આશ્વાસનો અને વાયદાઓને પણ સાઈડલાઈન કરવામાં આવી રહ્યા છે. તે જ સમયે, જમિયતે કહ્યું કે દેશમાં નફરતનું વાતાવરણ બનાવવામાં આવી રહ્યું છે. આ માટે વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદ, મથુરાની ઈદગાહ મસ્જિદ સહિત અનેક મસ્જિદો વિરુદ્ધ અભિયાન ચલાવીને કામ કરવામાં આવી રહ્યું છે. દેવબંદમાં ચાલી રહેલી બે દિવસીય જમિયત કોન્ફરન્સમાં 25 રાજ્યોના પ્રમુખો અને કાર્યકારી સભ્યોએ ભાગ લીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">