પાકિસ્તાન: આતંકની જાળમાં ફસાયું પાકિસ્તાન, ચારેબાજુથી થઈ રહ્યા છે આતંકવાદી હુમલા
શુક્રવારે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકવાદીઓ સેનાના બે વાહન પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 14 સૈનિકોના મોત થયા હતા. બલૂચિસ્તાનમાં થયેલ આ હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સેનાના સૌથી વધારે સૈનિકોના મોત થયા.

ભારતનો દુશ્મન દેશ પાકિસ્તાન હવે પોતે કરેલા કર્મોની સજા ભોગવી રહ્યું છે. આતંકવાદીઓની ફેક્ટરી બનેલું પાકિસ્તાન હવે ખુદ આતંકવાદનો ભોગ બન્યું છે. પાકિસ્તાનના મિયાંવાલીમાં એક મોટો આતંકી હુમલો થયો અને આતંકીઓ એરબેઝમાં ઘૂસ્યા હતા. સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ પણ થઈ. આ આતંકી હુમલાની જવાબદારી ‘તહરીક-એ-જેહાદ પાકિસ્તાન’ નામના સંગઠને લીધી હતી. સેનાએ કહ્યું હતું કે, 3 આતંકીઓ ઠાર થયા છે.
આતંકવાદી હુમલામાં 14 સૈનિકોના મોત થયા
ગઈકાલે એટલે કે શુક્રવારે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ બલૂચિસ્તાન વિસ્તારમાં આતંકવાદીઓ સેનાના બે વાહન પર હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 14 સૈનિકોના મોત થયા હતા. બલૂચિસ્તાનમાં થયેલ આ હુમલો આ વર્ષનો સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. આ હુમલામાં સેનાના સૌથી વધારે સૈનિકોના મોત થયા. સેના દ્વારા એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું કે, આતંકવાદીઓએ આ હુમલો કર્યો ત્યારે સૈનિકોના પસનીથી ગ્વાદર જિલ્લાના ઓરમારા જઈ રહ્યા હતા.
પાકિસ્તાનમાં સતત થઈ રહ્યા છે આતંકી હુમલા
પાકિસ્તાની સેનાએ બે દિવસ પહેલા બલૂચિસ્તાનના સાંબાસ વિસ્તારમાં 6 આતંકીઓને માર્યા હતા. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, આતંકવાદીઓએ સેના દ્વારા કરવામાં આવલી કાર્યવાહીનો બદલો લેવા માટે હુમલો કર્યો હતો. પાકિસ્તાન-અફઘાન બોર્ડર પર આતંકી ગતિવિધિમાં વધારો થઈ રહ્યો છે.
પાકિસ્તાનના આર્થિક સંકટ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન વચ્ચે પ્રતિબંધિત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન ઈસ્લામાબાદ માટે ખતરા તરીકે જોવામાં આવે છે. તેને ધ્યાને લઈ ઈસ્લામાબાદમાં સુરક્ષાને લઈ આદેશ જાહેર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : Pakistan News : પાકિસ્તાનમાં મોટો આતંકવાદી હુમલો, આત્મઘાતી હુમલાખોરો મિયાંવાલી એરબેઝમાં ઘૂસ્યા, ભીષણ ગોળીબાર
પાકિસ્તાન ચલાવી રહ્યુ છે આતંકની પાઠશાળા
પાકિસ્તાને પોતે આતંકની પાઠશાળા ચલાવી રહ્યુ છે. આ ઉપરાંત અફઘાનિસ્તાનમાં પણ તાલિબાની આતંકી છાવણીઓ ચાલી રહી છે. આમાંથી ઘણા લોકોને પાકિસ્તાનમાં જ ટ્રેનિંગ આપવામાં આવી છે. પરંતુ હવે આ તાલિબાન આતંકી સંગઠનો પાકિસ્તાન માટે ખતરો બની રહ્યા છે. આ ખતરાને સમજીને પાકિસ્તાને બોર્ડર પર મોટી સંખ્યામાં સેના તૈનાત કરી છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
