પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, હવે મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાન નહીં આલાપી શકે કાશ્મીર રાગ

|

Jan 20, 2023 | 11:07 PM

જણાવી દઈએ કે આ સંગઠનમાં અત્યાર સુધી એ નિયમ લાગૂ હતો કે કોઈ પણ ઈસ્લામિક દેશ કોઈ પ્રસ્તાવ લાવે છે તો તેને તમામ દેશોએ માનવો પડે છે પણ આ વખતે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેનો ફટકો સીધો પાકિસ્તાન પર પડશે.

પાકિસ્તાનને લાગશે મોટો આંચકો, હવે મુસ્લિમ દેશોની સામે પાકિસ્તાન નહીં આલાપી શકે કાશ્મીર રાગ
organisation of islamic cooperation
Image Credit source: File Image

Follow us on

દુનિયાના બીજા સૌથી મોટા આંતરરાષ્ટ્રીય સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન તરફથી પાકિસ્તાનને મોટો ઝટકો લાગશે. આ વખતે મુસ્લિમ દેશોના સંગઠનના નિયમોમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેને લઈ પાકિસ્તાન કાશ્મીરનો મુદ્દો ઉઠાવી શકશે નહીં.

જણાવી દઈએ કે આ સંગઠનમાં અત્યાર સુધી એ નિયમ લાગૂ હતો કે કોઈ પણ ઈસ્લામિક દેશ કોઈ પ્રસ્તાવ લાવે છે તો તેને તમામ દેશોએ માનવો પડે છે પણ આ વખતે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે, જેનો ફટકો સીધો પાકિસ્તાન પર પડશે.

દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટુ સંગઠન

ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોર્પોરેશન મુસ્લિમ દેશોનું એક સંગઠન છે, જે વૈશ્વિક સ્તર પર માત્ર સંયુક્ત રાષ્ટ્રથી જ નાનું છે. આ સમગ્ર દુનિયામાં બીજા નંબરનું સૌથી મોટુ સંગઠન છે. IOCના નિયમમાં ફેરફાર થવો ખુબ મોટી વાત છે. અરબ દેશોની પહલ પર નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અત્યાર સુધી કોઈ ચર્ચા વગર પાસ કરવામાં આવતો હતો પ્રસ્તાવ

અત્યાર સુધી સભ્ય દેશ જે પણ પ્રસ્તાવ લાવતા હતા તેને કોઈ ચર્ચા વગર પાસ કરવામાં આવતો હતો. તેનો ફાયદો ઉઠાવી પાકિસ્તાન દર વખતે આ ફોરમમાં કાશ્મીરથી જોડાયેલા પ્રસ્તાવ લઈને આવતું હતું, જેને કોઈ પણ ચર્ચા વગર સર્વસંમતિથી પાસ કરવામાં આવતો હતો.

હવે પાકિસ્તાનને મળશે મોટો ઝટકો

જો કે આ વખતે નિયમોમાં ફેરફારના કારણે તે શક્ય બનવુ મુશ્કેલી લાગી રહ્યું છે. બદલાતા નિયમોના કારણે આ વખતે પાકિસ્તાન આ પ્રકારનો પ્રસ્તાવ પાસ નહીં કરાવી શકે, કારણ કે પાકિસ્તાન જો આ વખતે કાશ્મીરનો મુદ્દો IOCમાં ઉઠાવે છે તો બીજા દેશ આ મામલે પોતાનો પક્ષ મુકશે. જણાવી દઈએ કે કુલ 56 દેશ આ ફોરમના સભ્ય છે. ત્યારે આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે આ વખતે પાકિસ્તાન કાશ્મીરનો પ્રસ્તાવ મૂકતાં જ સર્વસહમતિ મળશે નહીં.

વિનાશના આરે પાકિસ્તાન

પાકિસ્તાન આ સમયે વિનાશના આરે પહોંચી ગયું છે. ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહેલા આ દેશની હાલત સતત ખરાબ થઈ રહી છે. મોંઘવારી ચરમસીમાએ પહોંચી છે. મૂળભૂત વસ્તુઓના ભાવ આસમાને છે. એટલું જ કહો કે પાકિસ્તાનની સામે સંકટનો માહોલ છે. આર્થિક સંકટ હોય કે ખાદ્ય કટોકટી, રાજકીય કટોકટી હોય કે સુરક્ષા સંકટ… પાકિસ્તાન દરેક જગ્યાએ નિર્ણાયક મુકામે ઉભું છે.

Published On - 11:06 pm, Fri, 20 January 23

Next Article