AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Breaking: ‘ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ’, PAK સંસદમાં ઉઠી માંગ

પાકિસ્તાનમાં આર પારથી લડાઈ શરૂ થઈ ગઈ છે. એક તરફ ઈમરાન ખાનના સમર્થકો છે તો બીજી તરફ ઈમરાન ખાનના વિરોધીઓ છે. તાજેતરમાં, પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે ઈમરાનને મુક્ત કર્યો હતો, જેના વિરોધમાં હવે સત્તાધારી પક્ષોના કાર્યકરો સુપ્રીમ કોર્ટની બહાર એકઠા થયા છે.

Pakistan Breaking: 'ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ', PAK સંસદમાં ઉઠી માંગ
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: May 15, 2023 | 5:06 PM
Share

પાકિસ્તાનમાં સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહી. પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે, તેથી હવે ઈમરાન વિરોધી રાજકીય પક્ષો એક મંચ પર આવી ગયા છે. ઇમરાનની મુક્તિ વિરુદ્ધ પીડીએમએ સુપ્રીમ કોર્ટની સામે પ્રદર્શન શરૂ કર્યું છે. આટલું જ નહીં, ઉશ્કેરાયેલા ટોળાએ ત્યાં પોતાનો કેમ્પ જમાવી દીધો છે.

આ પણ વાચો: Pakistan: PAK સેના 10 વર્ષ સુધી જેલમાં રાખવા માંગે છે, સમર્થકોને ઈમરાન ખાનનો સંદેશ ગુલામ બનવા કરતાં મોત સારું

પાડોશી દેશ પાકિસ્તાનમાં રાજકીય આંદોલનો સતત વધી રહ્યા છે. સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા બાદ ઈમરાન વિરોધી રાજકીય પક્ષો એક થઈ ગયા છે. ઇમરાનની મુક્તિના વિરોધમાં સુપ્રીમ કોર્ટની બહાર તમામ પક્ષો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે સંસદમાં પણ ઇમરાન ખાનને ફાંસી આપવાની માંગ ઉઠવા લાગી છે.

નેશનલ એસેમ્બલીમાં વિપક્ષના નેતા રાજા રિયાઝ અહેમદ ખાને માંગ કરી છે કે ઈમરાન ખાનને જાહેરમાં ફાંસી આપવામાં આવે. તેણે કહ્યું છે કે ઈમરાનને જાહેરમાં ફાંસી આપવી જોઈએ. પરંતુ તેના બદલે કોર્ટ તેમને તેમના જમાઈની જેમ આવકારી રહી છે.

પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) એક સંગઠન છે જેમાં ઘણા પક્ષો છે. તેમાં સત્તાધારી પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝ, જમિયત ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલ (JUIF) અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) સહિત અનેક પક્ષો સામેલ છે.

ઈમરાન ખાનની મુક્તિને લઈને પાકિસ્તાન સરકાર અને દેશના મુખ્ય ન્યાયાધીશ વચ્ચે તણાવ વધી ગયો છે. સરકારે પાકિસ્તાનના ચીફ જસ્ટિસ વિરુદ્ધ નિંદાનો પ્રસ્તાવ લાવવાનો નિર્ણય કર્યો છે.

ઈમરાન ખાનની પત્ની બુશરા બીબીને લાહોર હાઈકોર્ટમાંથી 23 મે સુધી જામીન મળી ગયા છે.

ઈમરાન ખાનના સમર્થકોએ પણ રેલી શરૂ કરી હતી. પીટીઆઈએ દાવો કર્યો છે કે તેમના કાર્યકરો શાંતિપૂર્ણ રીતે વિરોધ કરી રહ્યા છે.

ઈમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ એક ટ્વીટમાં કહેવામાં આવ્યું છે કે, ‘લગભગ 7000 પીટીઆઈ કાર્યકર્તાઓ, નેતાઓ અને મહિલાઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. સુરક્ષા એજન્સીઓ સુપ્રીમ કોર્ટ પર કબજો કરવા અને બંધારણનો નાશ કરવામાં ગુંડાઓની મદદ કરી રહી છે. દરેક વ્યક્તિ શાંતિપૂર્વક વિરોધ કરવા માટે તૈયાર રહે, કારણ કે એક વખત બંધારણ અને સુપ્રીમ કોર્ટનો નાશ થઈ જશે તો પાકિસ્તાનનું સપનાનો અંત આવી જશે.

સેના મારી પાર્ટીને કચડી નાખવા પર છેઃ ઈમરાન

બે દિવસ પહેલા ઈમરાન ખાને છૂટા થયા બાદ પાકિસ્તાનને સંબોધન કર્યું હતું. તેમણે સેનાને રાજકારણમાં પ્રવેશવા માટે પોતાનો રાજકીય પક્ષ બનાવવાની સલાહ આપી હતી. ઈમરાને કહ્યું હતું કે લશ્કરી સંસ્થાન તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ને કચડી નાખવા માગે છે. સૈન્ય નેતૃત્વને ‘પીટીઆઈ વિરોધી’ નીતિની સમીક્ષા કરવા વિનંતી કરતા તેમણે કહ્યું હતું કે સેના દ્વારા લેવામાં આવેલા પગલાઓને કારણે દેશ પહેલાથી જ આપત્તિના આરે આવી ગયો છે.

ઈમરાનને સુપ્રીમ કોર્ટે પાસેથી ધરપકડ કરી હતી

પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ) પાર્ટીના અધ્યક્ષ ઈમરાન ખાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી અર્ધલશ્કરી રેન્જર્સ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી જ્યારે તે ભ્રષ્ટાચારના કેસમાં સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યો હતો અને બાયોમેટ્રિક પ્રક્રિયામાંથી પસાર થઈ રહ્યો હતો. આ પછી આખા પાકિસ્તાનમાં હિંસા ફેલાઈ ગઈ. જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે આ ધરપકડને ગેરકાયદે ગણાવી હતી. આ પછી ઈમરાનને ઈસ્લામાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળી ગયા હતા.

g clip-path="url(#clip0_868_265)">