મુલ્લા મુનીરની તાકાતમાં થશે વધારો, પાકિસ્તાનના બંધારણમાં થવા જઈ રહ્યો છે 27મો બંધારણીય સંશોધન
પાકિસ્તાનમાં મહત્વપૂર્ણ બંધારણીય સંશોધન પર મતદાન થવાનું છે. તેનો ઉદ્દેશ્ય સેનાના નેતૃત્વના માળખાને નવુ રૂપ દેવાનો અને ન્યાયપાલિકામાં સુધાર બતાવવામાં આવ્યો છે. વિપક્ષી દળ તેનો ભારે વિરોધ કરી રહ્યા છે.

પાકિસ્તાન સરકાર એક મોટો બંધારણીય ફેરફાર કરવા જઈ રહી છે. પ્રસ્તાવિત 27માં સંશોધન પર આ સપ્તાહમાં નેશનલ એસેમ્બલીમાં મતદાન થવાનું છે. કાયદામાં આ બદલાવ ખાસ કરીને સેનાના માળખાને, ન્યાયપાલિકામાં પરિવર્તિત કરવાનો છે. તેને પાકિસ્તાનના આર્મી ચીફ આસીમ મુનીરની તાકાત વધારવા માટે લવાયેલો કાયદો કહેવાય રહ્યો છે. એક તરફ સરકાર તેને સંસોધન કહી રહી છે તો બીજી તરફ વિપક્ષી દળોએ તેની આકરી ટીકા કરી છે. આ નિર્ણયને વિપક્ષે અને નિષ્ણાતોએ પૂર્વ સૈન્ય શાસક જનરલ જિયા ઉલ હકના સમય સાથે જોડીને જોઈ રહ્યા છે. જિયા ઉલ હક્ક તેના તાનાશાહી વલણ માટે યાદ કરાય છે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર પાકિસ્તાનનું નવુ બંધારણ સંશોધન પાકિસ્તાનના સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રાધ્યક્ષ રહેલા જનરલ જિયા ઉલ હક્કના સમયની યાદ અપાવે છે. જિયાએ પણ નાગરિક સુધારાઓની આડમાં સૈન્ય નિયંત્રણ સ્થાપતિ કરવા માટે વ્યાપક બંધારણીય ફેરફાર કર્યા હતા. વર્તમાન 27માં સંશોધનમાં પણ સેનાને પાકિસ્તાનની રાજનીતિના કેન્દ્રમાં લાવીને જિયાના વારસાને પુનર્જીવિત કરવામાં આવી શકે છે. આ પહેલાથી નબળી પડેલી પાકિસ્તાનની લોકશાહીની શબપેટીની આખરી ખીલી સાબિત થઈ શકે છે.
શું થશે ફેરફાર?
કેબિનેટની મંજૂરી પછી શનિવારે સેનેટમાં રજૂ કરાયેલા આ બિલમાં જોઈન્ટ ચીફ્સ ઓફ સ્ટાફ કમિટી (CJCSC) ના ચેરમેન પદને નાબૂદ કરવાનો અને તેના સ્થાને એક નવું, શક્તિશાળી પદ: ચીફ ઓફ ડિફેન્સ ફોર્સિસ (CDF) લાવવાનો પ્રસ્તાવ છે. CDF વર્તમાન આર્મી ચીફ પાસે રહેશે. CDF આર્મી, નેવી અને એરફોર્સના બંધારણીય વડા પણ હશે.
આ ફેરફાર જનરલ અસીમ મુનીરને પાકિસ્તાનના ઇતિહાસમાં સૌથી શક્તિશાળી લશ્કરી અધિકારી બનાવશે. આ બિલ સુપ્રીમ કોર્ટમાંથી કેટલીક સત્તાઓ નવી કોર્ટમાં ટ્રાન્સફર કરવા અને રાષ્ટ્રપતિને ફોજદારી કાર્યવાહીથી આજીવન મુક્તિ આપવાનો પણ ઉલ્લેખ કરે છે. સરકારને વિશ્વાસ છે કે આ બિલ બંને સદનમાં પાસ થઈ જશે.
વિપક્ષનો વિરોધ
વિપક્ષી પક્ષોએ આ સુધારાનો સખત વિરોધ કર્યો છે, તેને પાકિસ્તાનના બંધારણ માટે ખતરો ગણાવ્યો છે. વિપક્ષી જૂથોના ગઠબંધન, તહરીક-એ-તહાફુઝ આઈન-એ-પાકિસ્તાન (TTAP) એ રવિવારે દેશવ્યાપી વિરોધ પ્રદર્શનો કર્યા હતા. તેમાં ઇમરાન ખાનની PTI, MWM, PkMAP, BNP-M અને SICનો સમાવેશ થાય છે.
27મા સુધારા પર કાનૂની નિષ્ણાતોના મંતવ્યો પણ મિશ્ર મળી રહ્યા છે. ટીકાકારો કહે છે કે તે સુપ્રીમ કોર્ટને નબળી પાડશે અને અપ્રસ્તુત બનાવશે. તે ન્યાયતંત્ર પર કારોબારી નિયંત્રણને વધુ કડક બનાવશે. સૈન્યમાં ફેરફારો અંગે નિષ્ણાતો કહે છે કે તે સંરક્ષણ દળોના વડાને આજીવન બંધારણીય સત્તાઓ આપે છે.
કેટલાક પાકિસ્તાની કાનૂની નિષ્ણાતોએ ફેરફારોનું સ્વાગત કર્યું છે. વરિષ્ઠ વકીલ હાફિઝ અહેસાન અહેમદ ખોખરે 27મા સુધારાને પાકિસ્તાનની ન્યાયિક પ્રણાલીમાં સકારાત્મક પરિવર્તન ગણાવ્યું. તેમણે દલીલ કરી હતી કે આ સુધારા ન્યાયતંત્રમાં રાજકીય પ્રભાવ ઘટાડીને ન્યાયતંત્રને આધુનિક બનાવશે. જોકે, નિષ્ણાતો પાકિસ્તાની સેનાની વધતી શક્તિ પર પણ મૌન રહ્યા છે.
