Maharashtra Omicron: 23 નવા ઓમિક્રોન કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ, મુખ્યમંત્રી ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના (Maharashtra Omicron) કેસ સતત વધી રહ્યા છે. બગડતી પરિસ્થિતિને જોતા કોરોના ટાસ્ક ફોર્સની ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી છે.

Maharashtra Omicron: 23 નવા ઓમિક્રોન કેસ મળ્યા બાદ મહારાષ્ટ્રમાં ખળભળાટ, મુખ્યમંત્રી ઠાકરેએ બોલાવી ઈમરજન્સી બેઠક
In Maharashtra, 23 more patients have been found to be Omicron infected.
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 9:07 PM

મહારાષ્ટ્રમાં ઓમિક્રોનના (Maharashtra Omicron) કેસ સતત વધી રહ્યા છે. વધુ 23 દર્દીઓ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું જાણવા મળ્યું છે. જે બાદ ઓમીક્રોન સંક્રમિત લોકોની કુલ સંખ્યા 88 થઈ ગઈ છે. બગડતી પરિસ્થિતિને જોતા સીએમ ઉદ્ધવ ઠાકરેએ (CM Uddhav Thackeray) આજે ગુરુવારે ​​રાત્રે 10 વાગ્યે કોવિડ ટાસ્ક ફોર્સની ઈમરજન્સી બેઠક બોલાવી છે. આ બેઠકમાં, મુખ્યમંત્રી મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં સતત વધી રહેલા ઓમિક્રોન કેસોને રોકવા માટે અને વધુ સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે જરૂરી પગલાની વિચારણા કરશે.

મુંબઈ (Mumbai Omicron)  માં હાલમાં ઓમીક્રોનના 35, પિંપરી ચિંચવાડમાં 19, પુણે ગ્રામીણમાં 10, પુણે એમસીમાં 6, સાતારામાં 3, કલ્યાણ ડેમ્બિવલીમાં 2, ઉસ્માનાબાદમાં 5, બુલઢાણામાં 1, નાગપુરમાં 1 કેસ છે. સતત નવા વેરીઅન્ટથી સંક્રમિત દર્દીઓ સામે આવી રહ્યા છે. ઝડપથી વધી રહેલા સંક્રમણ વચ્ચે સરકારની ચિંતા પણ વધી રહી છે. જણાવી દઈએ કે મહારાષ્ટ્ર (Maharashtra Corona Case) માં છેલ્લા 24 કલાકમાં 1,179 નવા કોરોના કેસ નોંધાયા છે. તે જ સમયે 615 લોકો સાજા થયા છે. જ્યારે, 17 દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

23 નવા કેસ મળ્યા બાદ ઓમિક્રોનમાં ખળભળાટ મચી ગયો છે

સીએમ ઉદ્ધવ ઠાકરેએ ઈમરજન્સી બેઠક બોલાવી

બુધવારે કોરોનાના કેસમાં વધારો નોંધાયો હતો. 1,201 નવા સંક્રમણના કેસ આવવાને કારણે ખળભળાટ મચી ગયો હતો. બુધવારે, સંક્રમણના કેસોએ નવેમ્બરનો રેકોર્ડ તોડ્યો હતો. 17 નવેમ્બર પછી પ્રથમ વખત, કોરોનાના 1,000 થી વધુ કેસ નોંધાયા છે. આજે 1,179 નવા કેસ નોંધાયા છે. ઓમિક્રોનના વધતા કેસ વચ્ચે ઉદ્ધવ સરકારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. રાત્રે 10 વાગ્યે કોરોના ટાસ્ક ફોર્સની બેઠક થવા જઈ રહી છે.

મહારાષ્ટ્રમાં હાલમાં 8 પોલીસકર્મી અને વિધાનસભાના કર્મચારી પોઝીટીવ જોવા મળ્યા હતા

શિયાળું સત્ર શરૂ થતા પહેલા કરવામાં આવેલા RTPCR ટેસ્ટમાં 8 પોલીસકર્મીઓ સહિત 10 લોકો પોઝિટિવ મળી આવ્યા હતા. આ સાથે પોઝિટિવ લોકોમાં વિધાનસભાના 2 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે શિયાળુ સત્ર શરૂ થતા પહેલા લગભગ 3500 લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. હાલમાં, આ નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગ કરાવવુ કે નહી તે અંગેનો નિર્ણય લેવાનો બાકી છે.

ઓમીક્રોનને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં આવી હતી નવી માર્ગદર્શિકા

મુંબઈમાં ઓમિક્રોનના વધતા ખતરાને જોતા એક અઠવાડિયામાં બે વખત નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. જ્યાં એક જગ્યાએ 1 હજાર લોકોને એકઠા થવાની છૂટ હતી, ત્યાં હવે એક જગ્યાએ માત્ર 200 લોકો જ ભેગા થઈ શકશે. આ ઉપરાંત બે વ્યક્તિ વચ્ચે 6 ફૂટનું અંતર રાખવું પણ જરૂરી છે.

આ પણ વાંચો :  Maharashtra: આદિત્ય ઠાકરેને જાનથી મારી નાખવાની ધમકી આપનારની બેંગ્લોરમાંથી ધરપકડ, પોતાને ગણાવી રહ્યો છે સુશાંત સિંહ રાજપૂતનો ફેન

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">