Corona Vaccine: વેક્સિનના વિરોધીઓ ચેતી જજો! 4 વર્ષની બાળકીનું કોરોનાથી મોત, હવે માતા-પિતા વેક્સિન ન લેવા બદલ પસ્તાઇ રહ્યા છે

|

Sep 12, 2021 | 6:13 PM

કાલી કુક નામની આ બાળકી ગત સોમવારે કોરોના પોઝિટીવ મળી હતી અને ત્યાર બાદથી જ પરિવારના લોકો ક્વોરંટીનમાં હતા. બાળકીને તેના પરિવારથી અલગ રાખવામાં આવી હતી.

Corona Vaccine: વેક્સિનના વિરોધીઓ ચેતી જજો! 4 વર્ષની બાળકીનું કોરોનાથી મોત, હવે માતા-પિતા વેક્સિન ન લેવા બદલ પસ્તાઇ રહ્યા છે
Opponents of the vaccine beware !!

Follow us on

દુનિયાના તમામ દેશ પોતાના લોકોને વેક્સિન (Corona Vaccine) આપી રહ્યા છે. દુનિયાભરના એક્સપર્ટ્સનું કહેવું છે કે કોરોનાને (Corona Virus) હરાવવા માટે અને તેના સંક્રમણને રોકવા માટે વેક્સિન જ એકમાત્ર ઉપાય છે. કોરોનાને કારણે દુનિયાના તમામ દેશોને મોટા પ્રમાણમાં આર્થિક અને સામાજીક નુક્સાનીનો સામનો કરવો પડ્યો છે. દરેક દેશ હવે પોતાના તમામ લોકોને વેક્સિનેટ કરીને ફરીથી સામાન્ય જીવનમાં પરત ફરવા માંગે છે તેવામાં કેટલાક લોકો એવા પણ છે જે હજી પણ વેક્સિનથી દૂરી બનાવી રહ્યા છે. કેટલાક લોકો એવા છે જે પોતે વેક્સિન નહીં લઇને અન્યના જીવ પણ જોખમમાં મુકી રહ્યા છે.

અમેરીકાના (America) ટેક્સાસમાંથી (Texas) આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. ટેક્સાસમાં રહેનારી 4 વર્ષની માસૂમ બાળકી ગૈલ્વેસ્ટન કાઉન્ટીની સોથી નાની ઉંમરમાં કોરોનાથી મૃત્યુ પામનાર દર્દી બની ગઇ છે. બાળકીના મોત બાદ તેના માતા-પિતા વેક્સિન ન લેવા બદલ પસ્તાઇ રહ્યા છે. જોકે બાળકીના માતા-પિતા કોરોનાથી સંક્રમિત ન હતા. પોતાની બાળકીના મોત બાદ માતા કર્રા હારવુડે કહ્યુ કે ‘હું એ લોકોમાંની હતી જે વેક્સિનનો વિરોધ કરી રહ્યા હતા, પરંતુ મને લાગે છે કે કાશ મે વેક્સિન લઇ લીધી હોત’

કાલી કુક નામની આ બાળકી ગત સોમવારે કોરોના પોઝિટીવ મળી હતી અને ત્યાર બાદથી જ પરિવારના લોકો ક્વોરંટીનમાં હતા. બાળકીને તેના પરિવારથી અલગ રાખવામાં આવી હતી. મંગળવારે લગભગ 2 વાગ્યે સુધી બાળકીને તાવ આવી રહ્યો હતો જ્યાર બાદ તેને દવા આપીને સુવડાવી દેવામાં આવી હતી. જોકે સવારે 7 વાગ્યે સુધીમાં તેનું મોત થઇ ગયુ હતુ. બાળકીએ ઉંઘમાં જ પોતાના અંતિમ શ્વાસ લઇ લીધા હતા.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

કાલીની થોડા દિવસો પહેલા જ પ્રી સ્કૂલિંગ શરૂ થઇ હતી. ગૈલ્વેસ્ટન કાઉન્ટીના સ્થાનીય સ્વાસ્થ્ય પ્રાધિકરણના અધિકારી ફિલિપ ફીઝરને મોતને ત્રાસદી કહી છે અને મહામારીના આ સમયમાં વેક્સિનેશન અને સાવધાનીની આવશ્યકતા પર એક વાર ફરી જોર આપ્યુ.

 

આ પણ વાંચો –

ખેડૂતોને આ મુખ્યમંત્રીએ કરી 743 કરોડ રૂપિયાની લ્હાણી, દરેક ખેડૂતના ખાતામાં જમા કર્યા 2 હજાર રૂપિયા

આ પણ વાંચો –

વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર

આ પણ વાંચો –

NEET UG Exam 2021 : આજથી NEET UG ની પરીક્ષા થશે શરૂ, આ નિયમોનું ઉમેદવારોએ કરવુ પડશે પાલન

Next Article