NEET UG Exam 2021 : આજથી NEET UG ની પરીક્ષા થશે શરૂ, આ નિયમોનું ઉમેદવારોએ કરવુ પડશે પાલન

આજથી NEET UGની પરીક્ષા શરૂ થશે અને આ પરીક્ષામાં લગભગ 13.66 લાખ ઉમેદવારોએ નોંધણી કરાવી છે. કુલ 202 શહેરોમાં આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યુ છે.

NEET UG Exam 2021 : આજથી NEET UG ની પરીક્ષા થશે શરૂ, આ નિયમોનું ઉમેદવારોએ કરવુ પડશે પાલન
NEET UG Exam 2021

NEET UG Exam 2021: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા 12 સપ્ટેમ્બરના રોજ દેશભરમાં રાષ્ટ્રીય યોગ્યતા કમ પ્રવેશ પરીક્ષા એટલે કે NEET UG પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કુલ 202 શહેરોમાં આવેલા વિવિધ પરીક્ષા કેન્દ્રો (Center)  પર આ પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષામાં લગભગ 13.66 લાખ વિદ્યાર્થીઓએ નોંધણી કરાવી છે. આ પરીક્ષા બપોરે 2 થી સાંજે 5 વાગ્યા સુધી લેવામાં આવશે.

વિદ્યાર્થીઓ (NEET UG Exam 2021) એ પરીક્ષા માટે બપોરે 12 વાગ્યે પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનું રહેશે. ખાસ કરીને પરીક્ષા કેન્દ્રમાં પ્રવેશતા પહેલા વિદ્યાર્થીઓને N-95 માસ્ક આપવામાં આવશે. ઉપરાંત સુચના અનુસાર વિધ્યાર્થીઓએ પાણીની બોટલ, જરૂરી ફોટોગ્રાફ, દિવ્યાંગ પ્રમાણપત્ર, હેન્ડ સેનિટાઇઝર, પ્રવેશ કેન્દ્રની પ્રિન્ટ આઉટ (Admit card) વગેરે સાથે રાખવાનું રહેશે.

ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે

કોરોનાના નિયમોને (Corona Guidelines) ધ્યાનમાં રાખીને પરીક્ષા દરમિયાન ઉમેદવારોએ ખાસ સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. નિયુક્ત કેન્દ્રોમાં પરીક્ષા ખંડની સંખ્યા પણ વધારવામાં આવી છે. એક રૂમમાં 12 થી વધુ ઉમેદવારોને બેસાડવામાં આવશે નહિ. તેમજ વિદ્યાર્થીઓને પરીક્ષામાં માસ્ક, સેનિટાઈઝર  મળી રહે તેવી પરીક્ષા કેન્દ્રોમાં (Exam Center) વ્યવસ્થા કરવામાં આવી છે.ઉપરાંત તમામ પરીક્ષા કેન્દ્રો પરીક્ષા પહેલા અને પછી બે વખત સેનિટાઇઝ કરવામાં આવશે.

NTAએ જાહેર કરી માર્ગદર્શિકા 

એનટીએ દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકા મુજબ, (Guideline) ઉમેદવારો લાંબી બાંયના કપડાં,ઉંચી એડીના સેન્ડલ, તાવીજ વગેરે પહેરીને પરીક્ષામાં હાજર રહી શકશે નહીં. આ ઉપરાંત પરીક્ષાર્થીઓ લખાણ સામગ્રી, ભૂમિતિ બોક્સ, પ્લાસ્ટિક પાઉચ, કેલ્ક્યુલેટર,લેખન પેડ, સ્કેનર, મોબાઇલ, બ્લૂટૂથ, ઇયરફોન , માઇક્રોફોન, પેજર, હેલ્થ બેન્ડ, પાકીટ, ગોગલ્સ, લોગ ટેબલ, ઇલેક્ટ્રોનિક પેન, હેન્ડબેગ, (Hand Bag) બેલ્ટ, ટોપી વગેરે પરીક્ષા કેન્દ્ર પર સાથે લાવી શકશે નહિ.

 

આ પણ વાંચો: Gujarat : અનુબંધમ પોર્ટલ વિશે ઉદ્યોગમાં જાગૃતિ લાવવા માટે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ખાસ કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો:  India Post Recruitment 2021 : ઈન્ડિયન પોસ્ટમાં 581 જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ, આ સરળ રીતથી કરો અરજી

Click on your DTH Provider to Add TV9 Gujarati