Operation Kaveri: 500 ભારતીયો સુદાનના બંદરે પહોંચ્યા, બાકી રહેતા લોકોને લાવવા માટે વિમાન અને જહાજ તૈનાત
Operation Kaveri: સરકારે સુદાનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાના ઓપરેશનને "ઓપરેશન કાવેરી" નામ આપ્યું છે. એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે તમામ નાગરિકોને પરત લાવવા માટે વિમાનો અને જહાજો તૈનાત કરાયા છે.
Operation Kaveri: ભારત સરકાર અને ભારતીય સેના હિંસાગ્રસ્ત સુદાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત રીતે ભારતમાં પરત લાવવાની કાર્યવાહીમાં કરી રહી છે. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વીટ કર્યું છે કે સરકાર નાગરિકોને પરત લાવવા માટે “ઓપરેશન કાવેરી” ચલાવી રહી છે. લગભગ 500 ભારતીય નાગરિકો સુદાનના બંદરે પહોંચી ગયા છે, જ્યારે ઘણા રસ્તા પર છે. તેમણે કહ્યું કે ભારતીય વાયુસેનાના વિમાન અને નૌકાદળના જહાજો નાગરિકોને દેશમાં પરત લાવવા માટે તૈયાર છે. આંતરારાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
એસ જયશંકરે ટ્વિટર પર સુદાનમાં ફસાયેલા ભારતીય નાગરિકોની બે તસવીરો પોસ્ટ કરી છે. આ તસવીરોમાં ભારતીય નાગરિકો ભારતનો ધ્વજ લઈને ફરતા જોવા મળે છે. વિદેશ મંત્રીએ કહ્યું કે સરકાર સુદાનમાં અમારા તમામ ભાઈઓની મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે.
Operation Kaveri gets underway to bring back our citizens stranded in Sudan.
About 500 Indians have reached Port Sudan. More on their way.
Our ships and aircraft are set to bring them back home.
Committed to assist all our bretheren in Sudan. pic.twitter.com/8EOoDfhlbZ
— Dr. S. Jaishankar (@DrSJaishankar) April 24, 2023
તમને જણાવી દઈએ કે વિદેશ મંત્રાલયે ગઈકાલે માહિતી આપી હતી કે ભારતીય વાયુસેનાના બે વિમાનો જેદ્દાહ અને આઈએનએસ સુમેધા સુદાન બંદર પર પહેલાથી જ તૈનાત છે. સુદાનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે જો કોઈ કટોકટીની સ્થિતિનો સામનો કરવો પડે, તો ભારત સરકાર તેના માટે પણ તૈયાર છે, કારણ કે આયોજન પહેલેથી જ થઈ ગયું છે.
આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં PM મોદીના વખાણ, કહ્યું ‘સ્વતંત્ર ભારતના ઈતિહાસના સૌથી બિનસાંપ્રદાયિક અને પ્રગતિશીલ વડાપ્રધાન’
ઉલ્લેખનીય છે કે, મોડી રાત્રે ફ્રાન્સે સુદાનમાંથી ફ્રાન્સ અને ભારતના નાગરિકો સહિત 28 દેશોના 388 લોકોને બહાર કાઢ્યા છે. ફ્રાન્સની એમ્બેસીએ ટ્વિટર દ્વારા આ માહિતી આપી હતી. ફ્રાન્સે નાગરિકોને બહાર કાઢવા માટે હવાઈ માર્ગનો ઉપયોગ કર્યો હતો. જોકે, ફ્રાન્સ દ્વારા ભારતના કેટલા નાગરિકોને બહાર કાઢવામાં આવ્યા છે તેની કોઈ માહિતી સામે આવી નથી.
આ પણ વાંચો : Earthquake : એક્વાડોરમાં આવ્યો 6.8ની તીવ્રતાનો ભૂકંપ, 13 લોકોના મોત, ઈમારતો ધરાશાયી
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
આંતરરાષ્ટ્રીય સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…