ઓમિક્રોનનું સંકટ : આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી કડક નિયમો લાગુ, જાણો આ નવા નિયમો વિશે

|

Dec 01, 2021 | 11:57 AM

નવા નિયમો હેઠળ, અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR પરીક્ષણ ફરજિયાત (RT-PCR Test) કરવામાં આવ્યુ છે અને પરીક્ષણના પરિણામો બાદ જ તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે.

ઓમિક્રોનનું સંકટ : આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે આજથી કડક નિયમો લાગુ, જાણો આ નવા નિયમો વિશે
Omicron Variant Effect

Follow us on

Omicron Variant : કોવિડના ઓમિક્રોન વેરિયન્ટ સામેના રક્ષણ માટે સમગ્ર દેશને એલર્ટ કરવામાં આવ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને (WHO)  ઓમિક્રોન વેરિયન્ટને ડેલ્ટા (Delta Variant) કરતા વધુ ખતરનાક ગણાવ્યો છે. ત્યારે આ ખતરાને ધ્યાનમાં રાખીને ભારતના તમામ એરપોર્ટ પર તકેદારી વધારી દેવામાં આવી છે. સરકારે આજથી વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો લાગુ કર્યા છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાં (International Traveller) ખાસ કરીને જોખમ ધરાવતા દેશોમાંથી આવતા પ્રવાસીઓ માટે આજથી કડક કરવામાં આવ્યા છે.

કેન્દ્ર સરકારે રાજ્યોને આપ્યા આદેશ

ભારતમાં અત્યાર સુધી ઓમિક્રોનનો એક પણ કેસ નોંધાયો નથી, જો કે કેન્દ્ર સરકારે (Central Government) રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જોખમી દેશોમાંથી મુસાફરોના RT-PCR ટેસ્ટ સુનિશ્ચિત કરવા અને 8મા દિવસે ફરીથી પરીક્ષણ કરવા જણાવ્યું છે. કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે (Rajesh Bhushan) મંગળવારે રાજ્યોને વિવિધ એરપોર્ટ, બંદરો અને જમીની સરહદોથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ પર કડક દેખરેખ રાખવાની સૂચના આપી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

નવા નિયમો શું છે ?

નવા નિયમો હેઠળ, અન્ય દેશોમાંથી આવતા મુસાફરો માટે RT-PCR પરીક્ષણ ફરજિયાત (RT-PCR Test) કરવામાં આવ્યુ છે અને પરીક્ષણ પરિણામો બાદ જ તેમને એરપોર્ટ છોડવાની મંજૂરી આપવામાં આવશે. ઉપરાંત, અન્ય દેશોની ફ્લાઇટ્સ દ્વારા આવતા મુસાફરોમાંથી પાંચ ટકા લોકોનું કોવિડ -19 માટે સ્ક્રીનીંગ(Screening)  કરવામાં આવશે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે(Health Department)  સલાહ આપી છે કે, જોખમ ધરાવતા દેશોમાંથી આવતા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓએ RT-PCR પરીક્ષણના પરિણામો ન આવે ત્યાં સુધી એરપોર્ટ પરથી જવા દેવામાં આવશે નહિ અને ત્યાંથી તેઓ અન્ય સ્થળોએ પ્રી-કોન્ટેક્ટ ફ્લાઈટ્સ બુક ન કરે તે પણ તકેદારી રાખવા જણાવ્યુ છે. વધુમાં, મંત્રાલયે રાજ્યોને જીનોમ સિક્વન્સિંગ માટે સંબંધિત INSACOG લેબોરેટરીમાં તમામ પુષ્ટિ થયેલ નમૂના મોકલવા જણાવ્યું છે.

 

આ પણ વાંચો : USA : હાઈસ્કૂલમાં ગોળીબાર, 3 વિદ્યાર્થીના મોત; શિક્ષક સહિત અન્ય આઠ ઘાયલ

આ પણ વાંચો : Azerbaijan Helicopter Crash: અઝરબૈજાનમાં મોટી દુર્ઘટના, સેનાના હેલિકોપ્ટર ક્રેશમાં 14 સૈનિકોના મોત

Published On - 9:47 am, Wed, 1 December 21

Next Article