મોદીના દીર્ઘાયુ માટે અમેરિકામાં પણ હોમહવન કરાયાં, PMની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ

મોદીના દીર્ઘાયુ માટે અમેરિકામાં પણ હોમહવન કરાયાં, PMની સુરક્ષા માટે પ્રાર્થના કરાઈ
Havan was also held in America for Modi's longevity, prayers were offered for PM's safety

પંજાબમાં વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક બાદ તેમના દીર્ઘાયુ માટે દેશભરમાં તો હોમહવન, પ્રાર્થના થયાં જ હતાં, વિદેશમાં રહેતા ભારતીયોએ પણ યજ્ઞ અને પ્રાર્થનાના કાર્યક્રમ કર્યા હતા, અમેરિકાના ઓરેન્જ કાઉન્ટિ ખાતે પણ આવા જ એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન થયું હતું

TV9 GUJARATI

| Edited By: kirit bantwa

Jan 25, 2022 | 5:48 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) પંજાબમાં ચૂંટણી પ્રચાર માટે ગયા હતા તે દરમિયાન તેમાન કાફલાને 20 મિનિટ સુધી રોકી રખાયો હતો. આ બાબતને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષામાં થયેલી મોટી ચૂક  (PM security breach)માનવામાં આવે છે.

વડા પ્રધાન પરથી મોટી ઘાત ટળી તેવું પણ મનાય છે ત્યારે ભારતમાં ભાજપ અને PM મોદીના સમર્થકો દ્વારા હોમહવન અને યજ્ઞ કરાયા હતા. બીજીતરફ અમેરિકા (America) ના ઓરેન્જ કાઉન્ટિના અનાહિમ મંદિર ખાતે ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકા તથા લેબોન હોસ્પિટાલિટી ગૃપ ઉપરાંત અન્ય સંસ્થાના ઉપક્રમે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન થયું હતું.

Havan held America for Modi longevity prayers offered PM safety

ઇન્ડિયન ઓવરસીઝ ફ્રેન્ડ્સ ઓફ બીજેપી (BJP) ના પી. કે. નાયક, ઇન્ડો અમેરિકન કલ્ચરલ સોસાયટી ઓફ નોર્થ અમેરિકાના પ્રેસિડન્ટ, લેબોન હોસ્પિટાલિટી ગ્રુપના યોગી પટેલ, કલ્ચરલ સોસાયટીના ચેરમેન પરિમલ શાહ, પ્રણવ દેસાઇ, રાજુ દેસાઇ, આઇએએલએના ચેરમેન મનમોહન ચોપ, અનિલ દેસાઇ તથા અન્ય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભારતીયો હાજર રહ્યા હતા.

Havan held America for Modi longevity prayers offered PM safety

સર્વેએ હોમ અને યજ્ઞમાં ભાગ લીધા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની તંદુરસ્તી જળવાઇ રહે અને દીર્ઘાયુ રહે અને તમામ પ્રકારે તેઓનું રક્ષણ થાય તેવી પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચોઃ વધુ એક ભારતીયને મળી મોટી જવાબદારી, કોણ છે Shivakumar Venkataraman? જે સંભાળશે ગૂગલ બ્લોક ચેઈન ડિવીઝન

આ પણ વાંચોઃ મોંઘવારી પર પત્રકારના સવાલથી ગુસ્સે ભરાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને આપી ગાળો, ઘટના કેમેરામાં થઇ કેદ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati