હવે અમેરિકાથી ભારતમાં નાણા ટ્રાન્સફર થશે એક જ ક્લિકમાં, Google ની આ એપ્લીકેશનથી થઇ જશે કામ

હવે વપરાશકર્તાઓ Google Pay પેમેન્ટ એપ્લિકેશન દ્વારા યુએસથી ભારત અને સિંગાપોરમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. ગૂગલે તાજેતરમાં જ આ જાહેરાત કરી હતી.

હવે અમેરિકાથી ભારતમાં નાણા ટ્રાન્સફર થશે એક જ ક્લિકમાં, Google ની આ એપ્લીકેશનથી થઇ જશે કામ
Money Transfer

Google Pay ના વપરાશકર્તાઓ માટે સારા સમાચાર છે. હવે વપરાશકર્તાઓ આ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા યુએસથી ભારત અને સિંગાપોરમાં નાણાં ટ્રાન્સફર કરી શકશે. આ ટ્રાન્સફર વાઈઝ અને વેસ્ટર્ન યુનિયન કંપનીઓ દ્વારા કરવામાં આવશે. ગૂગલે આ માટે વેસ્ટર્ન યુનિયન અને વાઈઝ સાથે ભાગીદારી કરી છે. જણાવી દઈએ કે કે આખા વિશ્વના બજારમાં ગૂગલનો 470 અબજ ડોલરનો હિસ્સો છે.

ગૂગલ પેએ કહ્યું છે કે આગામી સમયમાં પૈસા ટ્રાન્સફર વાઈઝ કંપની દ્વારા 80 દેશો અને વેસ્ટર્ન યુનિયન દ્વારા 200 દેશોમાં કરવામાં આવશે. અમારા આ પગલાથી વપરાશકર્તાઓ સરળતાથી નાણાં ટ્રાન્સફર કરી શકશે. કંપનીએ વધુમાં કહ્યું છે કે આ વર્ષના અંત સુધીમાં દરેક જણ યુએસથી ભારત નાણાં ટ્રાન્સફર કરી શકશે. લોકોના વ્યક્તિગત ડેટા સુરક્ષિત રહેશે અને પૈસા સરળતાથી ટ્રાન્સફર કરી શકાશે.

જણાવી દઈએ કે ગૂગલે ગયા વર્ષે ગૂગલ પેને ફરીથી ડિઝાઇન કરી છે. કંપનીનો દાવો છે કે નવો ફેરફાર ગૂગલ પે વપરાશકર્તાઓને નાણાં બચાવવામાં મદદ કરશે. ઉપરાંત, વપરાશકર્તાઓ તેમના ખર્ચ પર નજર રાખી શકશે. ગૂગલ પેની જૂની એપ્લિકેશનમાં તમે હોમ પેજ પર બેંક કાર્ડની વિગતો અને તાજેતરના વ્યવહારો જોતા હતા. પરંતુ નવી ગૂગલ પે એપ્લિકેશનમાં માત્ર ટ્રાન્ઝેક્શનની વિગતો જ નહીં, પરંતુ વપરાશકર્તાઓ તેમના દૈનિક ખર્ચની તપાસ કરી શકે છે.

નવી એપ્લિકેશનમાં તમને ડિજિટલ પેમેન્ટની સાથે મેસેજિંગ ટૂલ પણ મળશે. ગૂગલ પે એપ્લિકેશન ફરીથી ડિઝાઇન એપ્લિકેશનમાં વપરાશકર્તા જેની સાથે વધુ વ્યવહાર થયો છે તેને ટ્રેક કરવામાં સમર્થ હશે. ઉપરાંત, જો તમે કોઈ કોન્ટેક્ટ પર ક્લિક કરો છો, તો તેની સાથેની તમામ જૂની ટ્રાન્ઝેક્શન વિગતો દેખાશે. તે ચેટ ક્લિક બબલમાં દેખાશે. આ ચેટ બોક્સમાં તમને ચુકવણીનો વિકલ્પ મળશે, જ્યાં તમે પૈસા લેવા માટેની વિનંતી, અને બિલ જોવામાં સમર્થ હશો.

ગૂગલ પેમાં ગ્રૂપ ચેટની સુવિધા પણ હશે, જ્યાં તમે ગ્રૂપમાં ફાળો આપી શકશો. વળી તમે જોઈ શકશો કે વ્યવહાર કોણે કર્યો છે અને કોણે નથી કર્યો. ગૂગલ પેની શ્રેષ્ઠ સુવિધા એ ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ સિસ્ટમ છે. આનો અર્થ એ છે કે એપ્લિકેશનથી કન્ટેન્ટ કરેલા કાર્ડથી વપરાશકર્તા એક જ ક્લિક પર બધા ખર્ચ પર દેખરેખ રાખવા માટે સક્ષમ હશે.

 

આ પણ વાંચો: સરકારી પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન: ભારતની કઈ ફિલ્મમાં સૌથી વધુ ગીતો હતા? જાણો ફિલ્મના રોચક ઈતિહાસ વિશે

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati