AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લો બોલો, હવે બિલાવર ભુટ્ટોએ કરી કબૂલાત, પાકિસ્તાન આતંકવાદની ફેકટરી ચલાવે છે, આખી દુનિયા જાણે છે

પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ પછી, ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ પણ આતંકવાદ સાથે પાકિસ્તનના ગાઢ જોડાણને લઈને મોટો ખુલાસો કર્યો છે. બિલાવર ભુટ્ટોએ આતંકવાદ સાથે સંકળાયેલા પાકિસ્તાનના ભૂતકાળનો પર્દાફાશ કર્યો છે. બિલાવલ ભુટ્ટોએ કહ્યું છે કે, પાકિસ્તાને આતંકવાદીઓને ઉછેર્યા છે, જેના માટે તેને અનેક ક્ષેત્રે નુકસાન સન કરવું પડ્યું છે. પાકિસ્તાનના આતંકવાદ સાથેના સંબંધ એ કોઈ રહસ્ય નથી, જે કોઈ છુપાવવામાં આવી રહ્યું હોય.

લો બોલો, હવે બિલાવર ભુટ્ટોએ કરી કબૂલાત, પાકિસ્તાન આતંકવાદની ફેકટરી ચલાવે છે, આખી દુનિયા જાણે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2025 | 2:41 PM
Share

પાકિસ્તાનના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન બિલાવલ ભુટ્ટોએ, પહેલગામ આતંકી હુમલા બાદ સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે કરેલી કબૂલાતનું સમર્થન કર્યું છે. પાકિસ્તાનમાં આતંકવાદીઓ જન્મે છે. ભુટ્ટો કહે છે કે આ બાબતમાં પાકિસ્તાનનો પોતાનો એક ભૂતકાળ રહેલો છે. પાકિસ્તાનમાં ઉછરતા આતંકવાદીઓએ મારી માતાની હત્યા કરી છે. હું પોતે પણ આ આતંકવાદીઓનો ભોગ બન્યો છું.

પાકિસ્તાન સ્થિત સ્કાય ન્યૂઝ સાથે વાત કરતા, બિલાવલ ભુટ્ટોએ કહ્યું – મને નથી લાગતું કે પાકિસ્તાનનો ભૂતકાળ છે. અમે તેની ભારે કિંમત ચૂકવી છે. ઉગ્રવાદના સમયમાંથી પસાર થઈને, અમે પાઠ શીખ્યા છીએ અને આંતરિક સુધારાઓ ફણ કર્યા છે. હવે આ બધું એક ઇતિહાસ બની ગયું છે, હવે અમે આતંકવાદમાં સામેલ નથી.

બિલાવલે આતંકવાદ સાથે સંબંધિત ભૂતકાળનો સ્વીકાર કરતા કહ્યું કે “પાકિસ્તાનનો ભૂતકાળ છે” અને દેશે તેનાથી ઘણું નુકસાન સહન કર્યું છે. તેમનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે તાજેતરમાં પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે પણ સ્કાય ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે પાકિસ્તાન દાયકાઓથી આતંકવાદી સંગઠનોને ટેકો અને ભંડોળ પૂરું પાડે છે.

આસિફે આતંકવાદ પર નિવેદન આપ્યું હતું

રક્ષા પ્રધાન ખ્વાજા આસિફે કહ્યું હતું – અમે ત્રણ દાયકા સુધી અમેરિકા અને પશ્ચિમી દેશો માટે ગંદા કામ કર્યા. તે એક મોટી ભૂલ હતી, જેની કિંમત અમે હજુ પણ ચૂકવી રહ્યાં છીએ.

આ કબૂલાત એવા સમયે આવી છે જ્યારે 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ હિન્દુ પ્રવાસીઓ માર્યા ગયા હતા. આ હુમલો પાકિસ્તાનથી કાર્યરત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો.

ગુરુવારે મીરપુર ખાસમાં એક રેલીને સંબોધતા ભુટ્ટોએ ફરી એકવાર પુનરોચ્ચાર કર્યો કે, પાકિસ્તાન શાંતિ ઇચ્છે છે પરંતુ જો ભારત દ્વારા ઉશ્કેરવામાં આવે તો યુદ્ધ માટે તૈયાર છે. તેમણે કહ્યું કે અમે યુદ્ધ ઇચ્છતા નથી, પરંતુ જો કોઈ અમારા પર હુમલો કરશે તો તેને યોગ્ય જવાબ મળશે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

g clip-path="url(#clip0_868_265)">