North Korea: શું સરમુખત્યાર કિમ જોંગ ઉન બદલાય ગયા, નવા વર્ષમાં પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર આપશે ધ્યાન

North Korea News: સરમુખત્યાર કિમ જોંગ ઉને તેમના તાજેતરના ભાષણમાં સંકેત આપ્યો છે કે, તેઓ હવે પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે.

North Korea: શું સરમુખત્યાર કિમ જોંગ ઉન બદલાય ગયા, નવા વર્ષમાં પરમાણુ હથિયારોને બદલે આર્થિક વિકાસ પર આપશે ધ્યાન
Kim Jong Un - File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 01, 2022 | 2:35 PM

North Korea Kim Jong un: ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન (Kim Jong Un) વિશે એવા સમાચાર આવ્યા છે કે, નવા વર્ષમાં તેમનું ધ્યાન પરમાણુ હથિયારો અને અમેરિકા (America)ની જગ્યાએ  દેશના આર્થિક વિકાસ પર હશે. શનિવારે સરકારી મીડિયાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, દેશમાં ફેક્ટરી (Factory)ઓ પર કામ કરવામાં આવશે. કિમ જોંગે (Kim Jong un)શુક્રવારે કોરિયા વર્કર્સ પાર્ટી (WPK)ની 8મી સેન્ટ્રલ કમિટી(Central Committee)ની ચોથી બેઠકના અંતે આ બાબતોનો સંકેત આપ્યો હતો.

કિમ જોંગે કહ્યું કે, 2022 માટે ઉત્તર કોરિયાનું મુખ્ય લક્ષ્ય આર્થિક વિકાસ (Economic Development) શરૂ કરવાનું અને લોકોના જીવનમાં સુધારો કરવાનું રહેશે, કારણ કે દેશ “જીવન-મરણના સંઘર્ષ”નો સામનો કરી રહ્યો છે. વર્ષ 2011માં પિતાના અવસાન બાદ કિમે દેશની કમાન સંભાળી હતી.

આ બેઠકો તેમના કાર્યકાળના 10 વર્ષ પૂર્ણ થવા પર યોજાઈ રહી છે. આ દરમિયાન કિમે કહ્યું, ‘અમારું મૂળભૂત કાર્ય પંચ વર્ષીય યોજનાના અમલીકરણ, રાષ્ટ્રીય વિકાસ (development) અને લોકોના જીવનમાં નોંધપાત્ર પરિવર્તન લાવવા માટે નક્કર ગેરંટી પ્રદાન કરવાનું છે.’

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

કિમ જોંગ ઘરેલું મુદ્દાઓ પર વાત કરી

સામાન્ય રીતે, કિમ જોંગ નવા વર્ષ નિમિત્તે ભાષણો આપે છે અને મોટી નીતિની જાહેરાત કરે છે. પરંતુ આ વખતે તેમણે પોતાના ભાષણમાં ઘરેલું મુદ્દાઓ (Kim Jong un News) પર સૌથી વધુ ભાર આપ્યો. ગ્રામીણ વિકાસ માટેની મહત્વાકાંક્ષી યોજનામાંથી, તેમણે લોકોના ખોરાક, શાળાના ગણવેશની જરૂરિયાત અને ‘બિન-સમાજવાદી પ્રથાઓ’ પર તોડ પાડવા માટે હાકલ કરી.

કિમ જોંગના આ ભાષણને અલગ માનવામાં આવી રહ્યું છે કારણ કે, આ દરમિયાન તેમણે વૈશ્વિક બાબતો પર વાત કરી ન હતી. ન તો લશ્કર કે શસ્ત્રો પર બહુ ભાર મૂક્યો.

સૈનિકોને વફાદારી બતાવવા કહ્યું

અગાઉ, સેનાના સર્વોચ્ચ કમાન્ડર બનવાની 10મી વર્ષગાંઠના અવસર પર, કિમ જોંગ ઉને તેના 1.2 મિલિયન સૈનિકોને તેમની (કિમ જોંગ ઉન) શક્તિ બનવા અને તેમની (North Korea Situation)ની સુરક્ષા કરવા કહ્યું હતું. દેશમાં વર્ષગાંઠ એવા સમયે ઉજવવામાં આવી રહી છે જ્યારે ઉત્તર કોરિયા કોવિડ-19 મહામારી, યુએનના પ્રતિબંધો અને તેના ગેરવહીવટને કારણે તેના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યું છે. દેશમાં ભૂખમરા જેવી સ્થિતિ સર્જાઈ છે.

આ પણ વાંચો : INDIAN ARMY : નવા વર્ષ પર ભારતીય સેનાએ ફરી પાકિસ્તાન તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો, મિઠાઈ આપી શાંતિ જાળવી રાખવાની ઈચ્છા વ્યક્ત કરી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">