Jeff Bezos Wedding : ના અમિતાભ, ના શાહરૂખ કે ના દીપિકા, જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નમાં આ ભારતીય હસ્તીને મળ્યું ‘આમંત્રણ’
વેનિસમાં એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના શાહી લગ્નમાં વિશ્વભરના સુપરસ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે. ચોંકાવનારું તો એ છે કે, ભારતમાંથી ફક્ત એક જ સેલિબ્રિટીને આમંત્રણ આપવામાં આવ્યું છે.

વેનિસ શહેર આ દિવસોમાં ગ્લેમર અને સ્ટાર્સથી જગમગી રહ્યું છે. આની પાછળનું મુખ્ય કારણ દરેકને ખબર છે કે, વિશ્વના સૌથી ધનિક લોકોમાંના એક જેફ બેઝોસ અને તેમની મંગેતર લોરેન સાંચેઝના લગ્ન થવાના છે. આ શાહી લગ્ન 27 જૂન 2025ના રોજ એટલે કે આજે થવાના છે. આ હાઇ-પ્રોફાઇલ લગ્નની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે.
દરેકના મનમાં એક જ વિચાર છે કે, જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના હાઇ-પ્રોફાઇલ લગ્નમાં ભારતીય સેલિબ્રિટી શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સ હાજરી આપશે. જો કે, આ વાત ફક્ત વિચારવા પૂરતી જ છે કેમ કે, જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નમાં શાહરૂખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ અને અક્ષય કુમાર જેવા સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો નથી.
‘આમંત્રણ’ કોને આપવામાં આવ્યું?
નોંધનીય છે કે, જેફ બેઝોસ અને લોરેન સાંચેઝના લગ્નમાં હાજરી આપનાર એકમાત્ર ભારતીય સેલિબ્રિટી નતાશા પૂનાવાલા છે. અહેવાલો અનુસાર જાણવા મળ્યું છે કે, નતાશાની બેઝોસ અને સાંચેઝ બંને સાથે ગાઢ મિત્રતા છે, જેના કારણે તે આ ખાનગી લગ્ન પાર્ટીમાં આવી.
View this post on Instagram
નતાશા પૂનાવાલાએ વેનિસમાં જેફ-લોરેનની પ્રી-વેડિંગ પાર્ટીમાં બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. તેણે તેના ઇન્સ્ટાગ્રામ પર એક અદભુત ફોટો શેર કર્યો અને લખ્યું કે, “સેલિબ્રેટિંગ લવ વેનિસ”.
આ લગ્ન વિશે વધુ વિગતો જાહેર કરવામાં આવી નથી પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મુખ્ય કાર્યક્રમ વેનિસના ‘San Giorgio Island’ ટાપુ પર યોજાશે. રિસેપ્શન 14મી સદીના ‘Madonna dell’Orto’ના ચર્ચમાં યોજાશે અને ફાઇનલ સેલિબ્રેશન આર્સેનલમાં યોજાશે, જે વેનિસ બિએનેલ જેવા મોટા કાર્યક્રમો માટે પ્રખ્યાત છે.
પણ આ નતાશા છે કોણ?
નતાશા માત્ર એક સમાજસેવી જ નથી પરંતું ભારતના ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એક મોટું નામ છે. તે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે. આ એ જ કંપની છે કે, જેણે લાખો લોકોને કોવિડ-19માં રસી પહોંચાડી હતી. નતાશાના પતિ આદર પૂનાવાલા આ સંસ્થાના સીઈઓ છે.
નતાશાએ પુણે યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ‘લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ’માંથી માસ્ટર્સ ડિગ્રી મેળવી. મીડિયા રિપોર્ટસ અનુસાર, જેફ-લોરેનના લગ્નમાં ફક્ત 200 મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે, જેમાં ઓપ્રાહ વિન્ફ્રે, લિયોનાર્ડો ડીકેપ્રિયો, કિમ કાર્દશિયન, બિલ ગેટ્સ અને ભારતની માત્ર નતાશાને આમંત્રણ આપવામાં આવ્યું છે.