નાઈજીરિયામાં ISISના આતંકવાદીઓનો ભયાનક ચહેરો, 20 લોકોની છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી

|

May 12, 2022 | 12:29 PM

આતંકવાદીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં એક આતંકવાદી કહે છે કે આ હત્યાઓ આ વર્ષની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં માર્યા ગયેલા ISIS આતંકવાદીઓનો બદલો છે.

નાઈજીરિયામાં ISISના આતંકવાદીઓનો ભયાનક ચહેરો, 20 લોકોની છરી વડે ગળું કાપીને હત્યા કરવામાં આવી
નાઇજીરીયામાં આતંકનો ભયાનક ચહેરો

Follow us on

ઇસ્લામિક સ્ટેટ (ISIS)ના આતંકવાદીઓએ મધ્ય પૂર્વમાં માર્યા ગયેલા તેમના આતંકવાદી માસ્ટરોનો નિર્દયતાથી બદલો લીધો છે. ખરેખર, ISISના આતંકવાદીઓએ નાઈજીરિયામાં 20 ખ્રિસ્તીઓનું ગળું કાપીને તેમની હત્યા કરી નાખી છે. આતંકી સંગઠને આ ક્રૂર ઘટનાની તસવીરો પણ શેર કરી છે. જેમાં મોં પર કપડું બાંધેલા આતંકવાદીઓ હાથમાં ચાકુ અને બંદૂક લહેરાતા જોઈ શકાય છે. આ દરમિયાન માર્યા ગયેલા લોકો ઘૂંટણિયે બેસી રહ્યા છે. બોર્નો રાજ્યમાં આતંકવાદીઓએ આ હૃદયદ્રાવક ઘટનાને અંજામ આપ્યો છે. આ એ જ વિસ્તાર છે જ્યાં ઉગ્રવાદી જૂથ બોકો હરામ અને ઇસ્લામિક સ્ટેટ ઇન વેસ્ટ આફ્રિકા (ISWAP) લોકોનું અપહરણ અને લૂંટ ચલાવે છે.

આતંકવાદીઓ દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ વીડિયોમાં એક આતંકવાદી કહે છે કે આ હત્યાઓ આ વર્ષની શરૂઆતમાં મધ્ય પૂર્વમાં માર્યા ગયેલા ISIS આતંકવાદીઓનો બદલો છે. આ વીડિયો આતંકવાદીઓ સાથે સંકળાયેલા એક આઉટલેટ પર જાહેર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન માર્યા ગયેલા લોકો સામાન્ય લોકોના કપડા પહેરેલા જોવા મળ્યા હતા. આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે આતંકવાદીઓએ ગયા અઠવાડિયે બોર્નો રાજ્યના ઉત્તરપૂર્વમાં સાત લોકોની હત્યા કરી હતી. ચિબોક વિસ્તારના કૌતુકરી ગામમાં આતંકીઓએ હુમલો કર્યો હતો. આ દરમિયાન, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ જેહાદી હિંસામાંથી બચી ગયેલા લોકોને મળવા રાજ્યમાં હતા.

આતંકવાદીઓએ ગામવાસીઓ પર હુમલો કર્યો

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચિબોક પ્રદેશ બોર્નો રાજ્યની રાજધાની મૈદુગુરીથી 70 માઈલ દૂર છે. રાજધાનીમાં, યુએ ચીફ ભૂતપૂર્વ આતંકવાદીઓને મળ્યા, જેઓ હવે સામાન્ય જીવનમાં પાછા ફર્યા છે. આ સિવાય તે હજારો લોકોને પણ મળ્યો જેઓ આતંકવાદી હુમલાઓને કારણે વિસ્થાપિત થયા હતા. તે જ સમયે, કૌતુકરી ગામના સમુદાયના નેતા હસન ચિબોકે કહ્યું, “તેઓ (આતંકવાદીઓ) મોટી સંખ્યામાં આવ્યા અને લોકો પર હુમલો કરવાનું શરૂ કર્યું.” તેમણે કહ્યું કે હુમલાને રોકવા માટે નજીકના સૈન્ય મથકથી સૈનિકો તૈનાત કરવામાં આવ્યા હતા. પરંતુ પછી નુકસાન થયું. અન્ય એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે સેના પહોંચી ત્યાં સુધીમાં આ હુમલામાં સાત લોકોના મોત થઈ ચૂક્યા હતા.

આતંકવાદી હુમલામાં 35 હજાર લોકોના મોત થયા હતા

નાઇજીરીયા આફ્રિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ છે. આ દેશ છેલ્લા 10 વર્ષથી તેના ઉત્તરપૂર્વમાં બોકો હરામ અને ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓની હિંસાનો સામનો કરી રહ્યો છે. આતંકવાદીઓ અહીં શરિયા કાયદો લાગુ કરવા અને પશ્ચિમી શિક્ષણને રોકવા માંગે છે. યુનાઈટેડ નેશન્સ અનુસાર, આ ક્ષેત્રમાં હિંસામાં અત્યાર સુધીમાં 35,000 લોકોના મોત થયા છે, જ્યારે લાખો લોકો વિસ્થાપિત થયા છે. નાઈજીરીયાના રાષ્ટ્રપતિ મુહમ્મદુ બુહારીએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે ઉગ્રવાદીઓ સામેની લડાઈ તેના નિષ્કર્ષ પર પહોંચી રહી છે. તેમણે અહીં સેના દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહીને ટાંકીને આ વાત કહી.

Published On - 12:29 pm, Thu, 12 May 22

Next Article