AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New York News: મસ્જિદોમાંથી અઝાનને લઈને અમેરિકાના આ શહેરમાં આપવામાં આવ્યો મોટો આદેશ

ન્યુયોર્ક સિટીમાં શુક્રવારની અઝાનના પ્રસારણ માટે પરવાનગી લેવી પડતી હતી, પરંતુ હવે એવું નહીં થાય. આ અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે જાહેરાત કરી હતી કે શુક્રવારની અઝાન માટે પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં.

New York News: મસ્જિદોમાંથી અઝાનને લઈને અમેરિકાના આ શહેરમાં આપવામાં આવ્યો મોટો આદેશ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2023 | 12:21 PM
Share

New York city: અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં અઝાનને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. અહીંની મસ્જિદોમાં શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. માર્ગદર્શિકા અનુસાર બપોરે 12.30 વાગ્યાથી 1.30 વાગ્યા સુધી (સ્થાનિક સમય), ત્યાંના મુસ્લિમો મસ્જિદોમાં કોઈપણ પરવાનગી વિના નમાજ અદા કરી શકશે અને તેનું પ્રસારણ પણ કરી શકશે. અગાઉ અહીં આ પ્રકારે છૂટ ન હતી.

ન્યૂયોર્ક શહેરના મેયર એરિક એડમ્સે મંગળવારે આ અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે જો તમે તમારા ઘરે અથવા મસ્જિદમાં નમાઝ અદા કરો છો, તો તમારે હવે શુક્રવારની અઝાન માટે કોઈ પરવાનગી લેવાની જરૂર રહેશે નહીં. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક શહેરમાં શુક્રવારની અઝાન પ્રસારણ માટે પરવાનગી લેવી પડતી હતી, પરંતુ હવે એવું થશે નહીં.

રમઝાનમાં પણ પ્રસારણની પરવાનગી

નવી ગાઈડલાઈનમાં રમઝાન મહિનામાં પણ અઝાન પ્રસારિત કરવાની પરવાનગી આપવામાં આવી છે. આપણે જણાવી દઈએ કે રમઝાન મુસ્લિમોનો મોટો અને પવિત્ર તહેવાર છે. એક મહિના સુધી ચાલનારા આ તહેવારમાં મુસ્લિમ સમુદાયના લોકો રોજા રાખે છે અને નમાજ અદા કરે છે. આ જાહેરાતથી ન્યુયોર્કમાં રહેતા મુસ્લિમોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સૌએ આ પહેલની પ્રશંસા કરી છે.

આ પણ વાંચો : અમેરિકા, રશિયા, જાપાન અને યુરોપને નહીં ભારત આ ખાસ મિત્ર દેશમાં કરશે ચોખાની નિકાસ

અવાજ પર કોઈ પ્રતિબંધ નથી

ન્યૂયોર્ક સિટીમાં જારી કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે શુક્રવારે મુસ્લિમ સમુદાયના લોકો ખાસ નમાજ અદા કરે છે, જેનું જાહેરમાં ઘરે અથવા મસ્જિદોમાં પ્રસારણ કરવામાં આવે છે. હવે આના પર કોઈ રોક નહીં આવે. ન્યૂયોર્ક પોલીસ ડિપાર્ટમેન્ટે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે શહેરમાં હવે નમાજની છૂટ છે અને અવાજને લઈને કોઈ પ્રતિબંધ નથી. તમને જણાવી દઈએ કે ન્યૂયોર્ક શહેરમાં અંદાજિત 8 લાખ મુસ્લિમો રહે છે. આ શહેરની કુલ વસ્તીના લગભગ 9 ટકા છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">