સંકટ : ચીનના વૈજ્ઞાનિકોને ચામાચિડિયામાંથી Corona વાયરસના 24 જીનોમ મળ્યા

ચીનમાંથી Corona ના ઉદ્ભવ અંગેની વિશ્વવ્યાપી ચર્ચા વચ્ચે હવે બીજુ એક નવું સંકટ સામે આવ્યું છે. જેમાં ચીની સંશોધનકારોને દક્ષિણ પશ્ચિમ ચીનમાં  ચામાચીડીયામાંથી Corona વાયરસના 24 નવા જીનોમ(Genome)  મળ્યા છે.

સંકટ : ચીનના વૈજ્ઞાનિકોને ચામાચિડિયામાંથી Corona વાયરસના 24 જીનોમ મળ્યા
ચીનના વૈજ્ઞાનિકોને ચામાચિડિયામાંથી Corona વાયરસના 24 જીનોમ મળ્યા

ચીનમાંથી Corona ના ઉદ્ભવ અંગેની વિશ્વવ્યાપી ચર્ચા વચ્ચે હવે બીજુ એક નવું સંકટ સામે આવ્યું છે. જેમાં ચીની સંશોધનકારોને દક્ષિણ પશ્ચિમ ચીનમાં  ચામાચીડીયામાંથી Corona વાયરસના 24 નવા જીનોમ(Genome)  મળ્યા છે. આમાંથી ચાર વર્તમાન કોરોના રોગચાળા માટે જવાબદાર ‘સાર્સ-કોવ -2’ વાયરસ જેવા જ છે અને લગભગ તમામમાં સમાન જોખમ હોઈ શકે છે.

ચામાચીડીયામાં ઘણા પ્રકારના કોરોના વાયરસ

જર્નલ સેલમાં પ્રકાશિત આ સંશોધનમાં શેનડોંગ યુનિવર્સિટીના ચાઇનીઝ સંશોધનકારોએ જણાવ્યું હતું કે તેમને મળેલા 24 નવા કોરોના વાયરસ જીનોમ(Genome) થી સ્પષ્ટ છે કે ચામાચીડીયામાં ઘણા પ્રકારના Corona વાયરસ છે અને તેઓ લોકોમાં જુદી જુદી રીતે ફેલાય છે. આ જીનોમ(Genome) ચામાચીડીયાની વિવિધ જાતોમાંથી મળી આવ્યા છે.

સ્પાઇક પ્રોટીન જેવા કેટલાક આનુવંશિક તફાવતો

સંશોધનકારોએ મે 2019 થી નવેમ્બર 2020 ની વચ્ચે જંગલોમાં મળી આવેલા નાના ચામાચીડીયાના નમૂનાઓ લઈને તેમની તપાસ શરૂ કરી હતી. તેમના મળ, પેશાબ અને મોંમાંથી લીધેલા નમૂનાઓની નજીકથી તપાસ કર્યા પછી એક જીનોમ મળી આવ્યો જે બરાબર સાર્સ-કોવી -2 જેવો છે. તે અત્યાર સુધીમાં મળેલા તમામ જીનોમમાંથી સાર્સ કોવ 2 ની નજીકનો સ્ટ્રેન છે. પરંતુ તેમાં કેટલાક સ્પાઇક પ્રોટીન જેવા કેટલાક આનુવંશિક તફાવતો હોઈ શકે છે.

કટોકટી સમાપ્ત થવાની આશા ધૂંધળી બની

આ નવા 24 જીનોમની શોધ પછી, સંશોધનકારોને ડર છે કે કોરોના રોગચાળાના સંકટને સમાપ્ત થવાની આશા ધૂંધળી બની છે . ગત વર્ષે જૂનમાં થાઇલેન્ડથી મળેલા પેટર્ન અને હવે ખૂબ સમાન જીનોમ પ્રકાશમાં આવ્યા છે. તે સ્પષ્ટ છે કે સાર્સ કોવ 2 વાયરસ ચામાચીડીયામાં સતત ફેલાય છે અને કેટલાક વિસ્તારોમાં તેની ગતિ ખૂબ જ ઝડપી છે.

વાયરસની ઉત્પત્તિ ચીનથી થઈ છે કે કેમ તે અંગે સઘન ચર્ચા

કોરોના વાયરસના ફેલાવાને લઈને વિશ્વભરમાં ચર્ચાઓ તીવ્ર બની રહી છે. ચીન પર મહાસત્તાઓનું લક્ષ્ય લગાવીને બેઠી છે. જો કે ડબ્લ્યુએચઓએ હજી સુધી તેના પર કોઈ અભિપ્રાય આપ્યો નથી. આ બધાની વચ્ચે ચીનમાં મળેલા આ નવા 24 સ્વરૂપોને લઇને ચીન પર દબાણ વધવાની શકયતા છે.

વાયરસ વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં તૈયાર કરવામાં આવ્યો

બે વર્ષ પૂર્વે કોરોનાનો પ્રથમ કેસ ચીનના વુહાનમાં જોવા મળ્યો હતો. તેની બાદ તે ખૂબ જ ઝડપથી ફેલાયો અને વૈશ્વિક રોગચાળાનું સ્વરૂપ લીધું. પરંતુ હજી સુધી તેના સ્ત્રોત વિશે ચર્ચા ચાલુ છે. કેટલાક દેશો અને તેમના વૈજ્ઞાનિકો માની રહ્યા છે કે આ વાયરસ કુદરતી છે અથવા તે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં તૈયાર કરવામાં આવ્યો હતો અને વિશ્વમાં ફેલાયો હતો.

ચીન -યુએસના રાજદ્વારીઓ વાયરસના ઉદ્ભવને લઇને મંત્રણા

કોરોના વાયરસના વધારા અને માનવાધિકાર સહિતના અનેક મુદ્દાઓ પર યુ.એસ. અને ચીનના ટોચના રાજદ્વારીઓ વચ્ચે વિવાદ વધુ તીવ્ર બન્યો છે. બેઇજિંગનો દાવો છે કે વોશિંગ્ટન તેના ગુસ્સાને કારણે કોરોના વાયરસના વધારાની ચર્ચાને રાજકીય રંગ આપી રહ્યો છે. ચીને કહ્યું, અમેરિકાએ તેની આંતરિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ. શુક્રવારે ચીનના વરિષ્ઠ વિદેશ નીતિ સલાહકાર યાંગ જિયાચીએ યુએસના વિદેશ પ્રધાન એન્ટોની બ્લિંકન સાથે ફોન પર વાત કરી. આ દરમિયાન બંને વચ્ચે કોરોના વાયરસ હોંગકોંગની આઝાદી, ઉઇગુર મુસ્લિમોના માનવાધિકાર સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત થઈ હતી.

ચીન  માનવતાની વિરુદ્ધ કામ કરી રહ્યું છે.

આ સમયગાળા દરમિયાન યાંગે ચીની લેબમાં કોરોના વાયરસને તૈયારમાં કરવાના અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું, “અમે રોગચાળાની આડમાં ચીન પર દોષ મૂકવાના તમામ પ્રયાસોની નિંદા કરીએ છીએ.” અમેરિકા તેની તમામ શક્તિથી આ ખોટી કલ્પના સાબિત કરવા માટે વળેલું છે. અમેરિકાએ વિજ્ઞાન અને પુરાવાઓનું સન્માન કરીને આવા જૂઠ્ઠાણા ફેલાવવાનું ટાળવું જોઈએ. આના પર, બ્લિંકેને ચાઇનાને માનવતાના હિતમાં આ મહત્વપૂર્ણ કાર્યમાં પારદર્શિતા દર્શાવવા અને સહયોગ આપવા સલાહ આપી હતી. કોરોનાનો ઉદ્ભવ જાણીને તેને રોકવામાં મદદ મળશે, પરંતુ ચીન તેને અવરોધિત કરીને માનવતાની વિરુદ્ધ કામ કરી રહ્યું છે.

  • Follow us on Facebook

Published On - 12:29 pm, Sun, 13 June 21

Click on your DTH Provider to Add TV9 Gujarati