VIDEO : યુક્રેનિયન શરણાર્થીઓના પ્રશ્ન પર કમલા હેરિસને હસવુ ભારે પડ્યુ, નેટીઝન્સ કરી રહ્યા છે આકરી ટીકા

|

Mar 14, 2022 | 6:37 AM

પ્રેસ કોન્ફરન્સનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે કમલા હેરિસની પ્રતિક્રિયાને "અયોગ્ય" અને "અસંવેદનશીલ" ગણાવી છે.

VIDEO : યુક્રેનિયન શરણાર્થીઓના પ્રશ્ન પર કમલા હેરિસને હસવુ ભારે પડ્યુ, નેટીઝન્સ કરી રહ્યા છે આકરી ટીકા
Kamala Harris Troll on social media

Follow us on

Russia Ukraine War : US વાઇસ-પ્રેસિડેન્ટ કમલા હેરિસનો(kamala Harris)  વીડિયો વાયરલ(Viral Video)  થતા નેટીઝન્સ દ્વારા ટીકા કરવામાં આવી રહી છે. જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા યુક્રેનિયન શરણાર્થીઓ (Ukrainian Refugee) માટે ચોક્કસ ફાળવણી કરવા તૈયાર છે. જેનો જવાબ આપતા પહેલા તે હસતા જોવા મળ્યા હતા.

નેટીઝન્સે તેની પ્રતિક્રિયાને “અસંવેદનશીલ” ગણાવી

તમને જણાવી દઈએ કે,જ્યારે હેરિસ વોર્સોમાં પોલેન્ડના રાષ્ટ્રપતિ એન્ડ્રેજ ડુડા સાથે પ્રેસ કોન્ફરન્સ કરી રહી હતી, તે દરમિયાન તેને આ પ્રશ્ન પુછવામાં આવ્યો હતો.આ અંગેનો એક વીડિયો સોશિયલ મીડિયા (Social media)પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. નેટીઝન્સે તેની પ્રતિક્રિયાને “અયોગ્ય” અને “અસંવેદનશીલ” ગણાવી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

કમલા હેરિસ NATOના પૂર્વીય સહયોગીઓ માટે યુએસ સમર્થન દર્શાવવા વોર્સોમાં આવી હતી.આ દરમિયાન તેને પુછવામાં આવ્યુ કે “શું યુનાઇટેડ સ્ટેટ્સ યુક્રેનિયન શરણાર્થીઓ માટે ચોક્કસ ફાળવણી કરવા તૈયાર છે ?” જેને જવાબમાં તેણે પ્રમુખ ડુડાને કહ્યુ કે,શું તમે યુનાઇટેડ સ્ટેટ્સને વધુ શરણાર્થીઓને સ્વીકારવાનું કહ્યું છે,” પ્રશ્નનો જવાબ આપતા પહેલા બંને નેતાઓ હસતા જોવા મળ્યા હતા.

જુઓ વીડિયો

બાદમાં ડુડાએ પણ આ પ્રશ્નનો જવાબ આપ્યો અને સાથે પુષ્ટિ કરી કે પોલેન્ડ USને યુક્રેનિયન શરણાર્થીઓ માટે કોન્સ્યુલર પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરવા કહ્યું છે. આ દરમિયાન હેરિસે માહિતી આપી હતી કે બંને નેતાઓએ શરણાર્થીઓના મોટા પ્રવાહ અંગે પણ ચર્ચા કરી છે પરંતુ અમેરિકા ચોક્કસ સંખ્યામાં શરણાર્થીઓને લેશે કે કેમ તેનો જવાબ આપ્યો નથી.આ વીડિયો વાયરલ થતા હાલ લોકો કમલા હેરિસની ટીકા કરી રહ્યા છે.

 

આ પણ વાંચો : Russia Ukraine War: પશ્ચિમી દેશોના પ્રતિબંધો સામે પુતિનનો પલટવાર, ઈન્ટેલેકચુઅલ પ્રોપર્ટી હેઠળના નિયમો કર્યા હળવા

આ પણ વાંચો :  24 વર્ષીય પાયલટે યુદ્ધમાં ફસાયેલા 800 ભારતીયોને બહાર કાઢ્યા, પોલેન્ડ અને હંગેરીથી ઉડાન ભરી

Published On - 2:35 pm, Sun, 13 March 22

Next Article