NASAના ઉપગ્રહે 20 વર્ષ ધરતીના ચક્કર લગાવ્યા, ત્યારે ખબર પડી કે ભારતે એક એવું કામ કર્યું કે જે અમેરિકા કે રશિયા પણ ન કરી શક્યાં !
ભારત અને ચીન વૃક્ષારોપણ અને કૃષિ આધારિત પોતાના મહત્વાકાંક્ષી કાર્યક્રમોના કારણે ધરતીને હરિયાળી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. આ માહિતી પૃથ્વીની પરિક્રમા કરી રહેલા NASAના બે ઉપગ્રહોના એક ઉપકરણ દ્વારા 20 વર્ષ સુધી રેકૉર્ડ કરાયેલા ડાટામાંથી મળી છે કે જેને મૉડરેટ રિઝૉલ્યુશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર કહેવાયામાં આવે છે. Web Stories View more કરિશ્મા કપૂરના પરિવાર […]

ભારત અને ચીન વૃક્ષારોપણ અને કૃષિ આધારિત પોતાના મહત્વાકાંક્ષી કાર્યક્રમોના કારણે ધરતીને હરિયાળી બનાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે.
આ માહિતી પૃથ્વીની પરિક્રમા કરી રહેલા NASAના બે ઉપગ્રહોના એક ઉપકરણ દ્વારા 20 વર્ષ સુધી રેકૉર્ડ કરાયેલા ડાટામાંથી મળી છે કે જેને મૉડરેટ રિઝૉલ્યુશન ઇમેજિંગ સ્પેક્ટ્રોરેડિયોમીટર કહેવાયામાં આવે છે.
નેચર સસ્ટેનેબિલિટીની લેટેસ્ટ આવૃત્તિમાં પ્રકાશિત રિપોર્ટ મુજબ 20 વર્ષ અગાઉની સરખામણીમાં વિશ્વ વાસ્તવમાં વધુ હરિયાળું બનવા તરફ આગળ વધી રહ્યું છે.
રિપોર્ટ મુજબ 2000ના દાયકાના શરુઆતના તબક્કામાં વૈશ્વિક રીતે ચીનમાં હરિયાળીનો વિસ્તાર ઓછામાં ઓછો 20 ટકા થયો અને ભારત પણ તેની લગોલગ હતું.
નાસાના ઉપગ્રહોની આ આશ્ચર્યજકન શોધથી જાણવા મળ્યુ છે કે દુનિયાની સૌથી વધુ વસતી ધરાવતા બે દેશો ચીન અને ભારત વૃક્ષારોપણ તથા કૃષિ આધારિત મહત્વાકાંક્ષી પ્રોજેક્ટો વડે આ દિશામાં બહુ આગળ વધી રહ્યા છે.
નોંધનીય છે કે વર્ષ 2017માં ભારતે માત્ર 12 કલાકમાં 6.6 કરોડ રોપા વાવી પોતાનો જ વિશ્વ રેકૉર્ડ તોડ્યો હતો, જ્યારે બોસ્ટન યુનિવરિસ્ટીના શોધકર્તાઓએ કહ્યુ કે 1990ના દાયકાના મધ્યમાં પહેલી વાર અમને આ ઘટનાઓની ખબર પડી, પરંતુ અમે નહોતા જાણતા કે માનવ પ્રવૃત્તિઓ તેના મુખ્ય અને પ્રત્યક્ષ કારણોમાંની એક છે.
શોધકર્તાઓના ડાટાથી જણાયુ છે કે આ દરમિયાન ધરતીની હરિયાળીમાં 5 ટકાનો વધારો થયો છે કે જે આખા અમેઝૉન વર્ષાવન વિસ્તારની બરાબર છે. નાસાના એમ્સ રિસર્ચ સેંટરમાં એક શોધ વૈજ્ઞાનિક અને અભ્યાસના સહ-લેખક રામા નેમાનીએ કહ્યું કે જ્યારે અમે પૃથ્વી પર આ વધતી હરિયાળી પહેલી વાર જોઈ હતી, તો અમે વિચાર્યુ હતું કે આ ગરમ અને ભેજયુક્ત જળવાયુના કારણે હશે, પરંતુ નાસાના ટેરા અને એક્વા ઉપગ્રહોથી પ્રાપ્ત ડાટા બાદ વૈજ્ઞાનિકોએ અનુભવ્યું કે તેમાં માણસો પણ યોગદાન આપી રહ્યા છે. મનુષ્યો અવિશ્વસનીય રીતે સફળ થયા છે. આ જ બાબત અમે ઉપગ્રહના ડાટામાં જોઈ છે.
[yop_poll id=1393]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]