ચંદ્ર પર કબજો કરી શકે છે ચીન’… નાસાના દાવા પર બેઇજિંગે રોષે ભરાઈને કહ્યુ, યુએસ ‘સ્પેસ વેપન’ બનાવી રહ્યુ છે

|

Jul 06, 2022 | 9:10 AM

ચંદ્ર ઉપર ચીન કબજો કરવા માંગે છે તે અંગે નાસાના વડાના નિવેદન પર બીજિંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અમેરિકા પર અવકાશમાં હથિયારોની સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે.

ચંદ્ર પર કબજો કરી શકે છે ચીન... નાસાના દાવા પર બેઇજિંગે રોષે ભરાઈને કહ્યુ, યુએસ સ્પેસ વેપન બનાવી રહ્યુ છે
China is claiming on the moon

Follow us on

અમેરિકા (America) ઉપર અવકાશમાં શસ્ત્રોની સ્પર્ધાને પ્રોત્સાહન આપવાનો અને વૈશ્વિક વ્યૂહાત્મક સ્થિરતાને અસ્થિર કરવાનો આરોપ મૂકતા, ચીને નાસાના (NASA) વડા બિલ નેલ્સન ઉપર પ્રહારો કર્યા છે. બિલ નેલ્સને કહ્યુ કે ચીન ( China) આક્રમક રીતે તેની સૈન્ય નેતૃત્વ હેઠળ અવકાશ કાર્યક્રમ ચલાવી રહ્યું છે. એક દિવસ તે ચંદ્ર પર કબજો કરી શકે છે અને ચંદ્ર પર તેઓ માલિકી હોવાનો દાવો કરી શકે છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે નાસાના વડાએ તથ્યોની અવગણના કરીને ચીનને નિશાન બનાવ્યું હોય.

ચંદ્ર ઉપર ચીન કબજો કરવા માંગે છે તે અંગે નાસાના વડાના નિવેદન પર બીજિંગે ભારે નારાજગી વ્યક્ત કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને અમેરિકા પર અવકાશમાં હથિયારોની સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક વ્યૂહાત્મક સ્થિરતાને અવરોધવાનો આરોપ લગાવતા કહ્યું કે, આ પહેલીવાર નથી જ્યારે નાસાના વડાએ તથ્યોની અવગણના કરીને ચીનને નિશાન બનાવ્યું હોય. નાસાના વડા બિલ નેલ્સને દાવો કર્યો છે કે ચીન તેના લશ્કરી નેતૃત્વ હેઠળના અવકાશ કાર્યક્રમને આક્રમક રીતે આગળ ધપાવી રહ્યું છે અને એક દિવસ ચંદ્ર પર કબજો કરી તેની માલિકીનો દાવો કરી શકે છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિજિયાને સોમવારે કહ્યું, “કેટલાક યુએસ અધિકારીઓએ બેજવાબદારીપૂર્વક વાત કરી છે અને ચીનના સામાન્ય અને કાયદેસર અવકાશ સંબંધિત પ્રયાસોને ખોટી રીતે રજૂ કર્યા છે.” ચીન આવા નિવેદનોને સંપૂર્ણપણે નકારી કાઢે છે. લિજિયાને યુએસ પર અવકાશમાં શસ્ત્રોની સ્પર્ધાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક વ્યૂહાત્મક સ્થિરતાને અસ્થિર કરવાનો આરોપ મૂક્યો હતો.

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

નેલ્સને શું કહ્યું?

નેલ્સને જર્મન અખબાર બિલ્ડને આપેલા તાજેતરના ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, આપણે ચીનનુ ચંદ્ર ઉપર પહોચવાથી લઈને એ નિવેદનથી ચિંતીત થવુ જોઈએ કે, હવે ચંદ્ર પિપલ્સ રિપબ્લિકનો છે અને બાકી બધાએ તેનાથી અલગ રહેવુ જોઈએ. તેમણે એમ પણ કહ્યુ કે, અવકાશમાં ચીનના અવકાશયાત્રી એ શીખી રહ્યાં છે કે, કેવી રીતે અન્ય દેશોના ઉપગ્રહોને નકામા કરી શકાય “હોંગકોંગના સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અખબાર અનુસાર, નેલ્સને કહ્યું કે ચીન અને યુએસ વચ્ચે અવકાશમાં તીવ્ર સ્પર્ધા છે, ખાસ કરીને ચંદ્રના દક્ષિણ ધ્રુવ માટે, જ્યાં પાણી મળવાની સંભાવના છે. નાસાના વડાની ટિપ્પણીની નિંદા કરતા લિજિયાને કહ્યું કે અમેરિકાએ સ્પષ્ટ રીતે સ્પેસને યુદ્ધ ક્ષેત્ર તરીકે વર્ણવ્યું છે.

“તે સ્પેસ ફોર્સ અને સ્પેસ કમાન્ડ બનાવવાના પ્રયાસોને વેગ આપી રહ્યું છે, હુમલાના અવકાશ શસ્ત્રો વિકસાવવા અને તહેનાત કરી રહ્યું છે, બાહ્ય અવકાશમાં શસ્ત્ર નિયંત્રણ અંગેના કાયદાકીય કરાર પર વાટાઘાટો કરી રહ્યું છે,” તેમણે જણાવ્યું હતું કે ચીન પ્રક્રિયામાં વિક્ષેપ પાડી રહ્યું છે અને તેના સાથી દેશો સાથે લશ્કરી સહયોગ વધારી રહ્યું છે. ચીન 2030ની આસપાસ ચંદ્ર ઉપર અવકાશયાત્રીઓને મોકલવા અને તેના પાંચ વર્ષ બાદ ત્યા સ્પેસ સ્ટેશન બનાવવાની મહત્વની જાહેરાત કરી ચૂક્યુ છે.

Published On - 6:52 am, Wed, 6 July 22

Next Article