અમેરિકાના એક મંદિરમાં ફરીથી તોડવામાં આવી મૂર્તિઓ, ભારતીયો માટે લાલ રંગથી લખી દેવાયું ‘GET OUT’
અમેરિકામાં ફરી એકવાર ધર્મના નામે તોડફોડ કરવામાં આવી છે. આ વખતે કેંટુકી રાજ્યમાં આવેલાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. મંદિરમાં તોડફોડ કરીને વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે. ધર્મના નામે અમેરીકામાં આવેલાં કેંટુકીના લુઈવીલા શહેરના સ્વામિનારાણ ભગવાનના મંદિરને નિશાન બનાવાયું હતું. આ ઘટના રવિવારના રોજ રાતે તેમજ મંગળવારે સવારે સ્વામિનારાયણ મંદિરમાં ઘટી હતી. અમુક […]
અમેરિકામાં ફરી એકવાર ધર્મના નામે તોડફોડ કરવામાં આવી છે. આ વખતે કેંટુકી રાજ્યમાં આવેલાં સ્વામિનારાયણ મંદિરને નિશાન બનાવાયું હતું. મંદિરમાં તોડફોડ કરીને વિવાદાસ્પદ ધાર્મિક ટિપ્પણીઓ પણ લખવામાં આવી છે.
ધર્મના નામે અમેરીકામાં આવેલાં કેંટુકીના લુઈવીલા શહેરના સ્વામિનારાણ ભગવાનના મંદિરને નિશાન બનાવાયું હતું. આ ઘટના રવિવારના રોજ રાતે તેમજ મંગળવારે સવારે સ્વામિનારાયણ મંદિરમાં ઘટી હતી. અમુક તત્ત્વોએ મંદિરને નિશાન બનાવીને તેને અંદર આવેલી મૂર્તિઓને તોડી દીધી હતી. બાદમાં મૂર્તિઓને કાળા રંગે રંગી નાંખી હતી અનેઆ ઘટના બાદ ભારતના અમેરિકા રહેનારા હિંદુ સમાજમાં રોષની લાગણી જન્મી છે.
આ ઘટના બાદ તે વિસ્તારના મેયર દ્વારા હિંદુ સમાજના લોકોને આશ્વાસન આપવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું કે જે કોઈ પણ તત્ત્વો આ ઘટનાની પાછળ સંડોવાયેલા હશે તેની સામે આકરી કાર્યવાહી કરવામાં આવશે. મેયરે હિંદુ સમાજને શાંતિ જાળવી રાખવાની પણ અપીલ કરી છે.
લુઈસવિલ પોલીસ આ ઘટના બાદ સામે આવી હતી અને લોકોને આશ્વાસન આપ્યું હતું કે મંદિરમાં પુરતી સુરક્ષા આપવામાં આવશે અને હિંદુ સમાજની લાગણી દૂભાવવાનો પ્રયત્ન કરનારા લોકો સામે તે કડક કાર્યવાહી કરશે.
[yop_poll id=”949″]