Video : એકસાથે ત્રણ પરમાણુ હુમલા, એર ડિફેન્સ સિસ્ટમ થશે ધ્વસ્ત, અમેરિકાની પરમાણુ મિસાઈલ Minuteman III કેટલી શક્તિશાળી ?
અમેરિકા દ્વારા 21 મે, 2025ના રોજ કરવામાં આવેલ Minuteman III મિસાઇલ પરીક્ષણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ આંતરમહાદ્વીપીય બેલિસ્ટિક મિસાઇલ (ICBM) એટલી શક્તિશાળી છે કે તે એકસાથે ત્રણ અલગ-અલગ સ્થાનોએ ન્યુક્લિયર હુમલો કરી શકે છે. તેને કોઈપણ એન્ટી-એરક્રાફ્ટ અથવા એર ડિફેન્સ સિસ્ટમ રોકી શકે તેમ નથી.

અમેરિકા દ્વારા Minuteman III મિસાઇલને ખાસ કરીને એટમ બોમ્બ વહન કરવા માટે બનાવવામાં આવી છે અને તે ત્રીસ્ટરિય રૉકેટ પ્રોપલ્શન દ્વારા કાર્ય કરે છે. Boeing Defense દ્વારા બનેલી આ મિસાઇલનું આખું નામ LGM-30G Minuteman III છે, જેમાં ‘L’ જમીનથી લોન્ચ થતી મિસાઇલ માટે, ‘G’ ગ્રાઉન્ડ એટેક અને ‘M’ ગાઇડેડ મિસાઇલને દર્શાવે છે.
Minuteman III ની ખૂબીઓમાં એના ત્રણ સોલિડ પ્રોપલેન્ટ સ્ટેજ મોટર્સ છે: પ્રથમ સ્ટેજ ATK M55A1, બીજું સ્ટેજ ATK SR-19 અને ત્રીજું સ્ટેજ ATK SR-73. તેનું કુલ વજન આશરે 36,030 કિલોગ્રામ છે. આ મિસાઇલ લગભગ 10,000 કિલોમીટર સુધીની મહત્તમ રેન્જ ધરાવે છે અને 24,140 કિમી પ્રતિ કલાક જેટલી અદ્ભુત ગતિ પ્રાપ્ત કરી શકે છે.
તાજેતરના પરીક્ષણમાં આ મિસાઇલ કેલિફોર્નિયાના વેન્ડેનબર્ગ સ્પેસ ફોર્સ બેઝ પરથી લોન્ચ કરવામાં આવી હતી અને 6,760 કિમીનું અંતર પાર કરીને ઓસ્ટ્રેલિયાના ઉત્તર-પૂર્વના માર્શલ આઇલેન્ડ ખાતે રોનાલ્ડ રિગન બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ટેસ્ટ સાઇટ પર પહોંચ્યું હતું.
AFGSC Airmen & Guardians supported an operational test launch of an unarmed Minuteman III ICBM on May 21 at 12:01 am PT. This test validates the safety & readiness of the weapon system.
Read here: https://t.co/xIWxupsreP@US_STRATCOM | @usairforce | @SpaceForceDoD | @ArmySMDC pic.twitter.com/CGV7ciUUiu
— Air Force Global Strike Command (@AFGlobalStrike) May 21, 2025
ત્રણ અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે આ મિસાઇલ
Minuteman III માં એક સાથે ત્રણ ન્યુક્લિયર વારહેડ માઉન્ટ કરી શકાય છે, જેને MARV (Multiple Independently Targetable Reentry Vehicle) કહેવાય છે. આમ, તે એક જ સમયે ત્રણ અલગ-અલગ લક્ષ્યોને નિશાન બનાવી શકે છે. હાલ અમેરિકા પાસે લગભગ 530 Minuteman III મિસાઇલ એક્ટિવ સ્થિતિમાં છે, જેમાંથી 400 મિસાઇલ તાત્કાલિક પ્રહાર માટે એલર્ટ સ્થિતિમાં છે. દરેક મિસાઇલની કિંમત અંદાજે 7 મિલિયન અમેરિકી ડોલર છે.
Minuteman III માત્ર મિસાઇલ નથી, તે અમેરિકાની ન્યુક્લિયર ‘ટ્રાયડ’ સ્ટ્રેટેજીનો અભિન્ન હિસ્સો છે. આમાં જમીન પરથી Minuteman III, હવામાંથી બોમ્બર્સ અને પાણીમાંથી ન્યુક્લિયર સબમેરિન્સ (Boomers) દ્વારા હુમલા કરવાની ક્ષમતા સામેલ છે. અમેરિકાની આ ત્રિ-સ્તરીય રક્ષણ વ્યૂહરચના શત્રુના કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા માટે તૈયાર છે.
દુર્લભ અંતરમહાદ્વીપીય મિસાઇલ
આવી Minuteman III જેવી ICBM મિસાઇલો દુનિયામાં ગણીને ગણતરીના દેશો પાસે છે. અમેરિકા ઉપરાંત રશિયા, ચીન, ફ્રાંસ, ભારત, ઉત્તર કોરિયા અને ઈઝરાયેલ જેવા દેશો પાસે પણ દુર્લભ અંતરમહાદ્વીપીય મિસાઇલ ટેકનોલોજી છે.
અહીં રશિયાની મિસાઇલની રેન્જ લગભગ 16,000 કિમી, ચીનની 15,000 કિમી, ફ્રાંસની 10,000 કિમી, ભારતની 8,000 કિમી અને ઉત્તર કોરિયાની પણ લગભગ 15,000 કિમી હોવાનું માનવામાં આવે છે. ઈઝરાયેલ પાસે આ પ્રકારની મિસાઇલ હોવાનો દાવો કરવામાં આવે છે પરંતુ તે હજુ અધિકૃત રીતે જાહેર કરાયું નથી.
પરીક્ષણનો હેતુ માત્ર અમેરિકાની ન્યુક્લિયર ક્ષમતા પુષ્ટિ આપવાનો
અમેરિકાના ડિફેન્સ વિભાગ અને એરફોર્સ ગ્લોબલ સ્ટ્રાઇક કમાન્ડના જણાવ્યા મુજબ આ પરીક્ષણ વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ સાથે સંકળાયેલું નથી. આ રુટીન ટેસ્ટ છે જે 1970ના દાયકાથી ચાલી રહેલા Minuteman III કાર્યક્રમનો એક ભાગ છે. આથી, આ પરીક્ષણનો હેતુ માત્ર અમેરિકાની ન્યુક્લિયર ક્ષમતા અને રક્ષણાત્મક તૈયારીને પુષ્ટિ આપવાનો છે, ન કે કોઈ દેશ માટે તાકીદનો સંદેશ.
