Kheda : ડાકોરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી જગન્નાથની રથયાત્રા, કોવિડ પ્રોટોકોલનું કરાયું પાલન

ડાકોરમાં ભગવાન જગન્નાથની સૌથી જુનામાં જુની રથયાત્રા આજે નીકળી છે. આ રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યું હતું, ઉપરાંત ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2021 | 10:59 AM

ડાકોરમાં આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 249 મી રથયાત્રાના નીકળી છે. જેમાં રથયાત્રાના રૂટ પર કર્ફયૂ (Curfew) વચ્ચે આ રથયાત્રા કાઢવામાં આવી હતી. ઉપરાંત કોવિડ પ્રોટોકોલનું (Covid Protocol) પણ પાલન કરવામાં આવ્યું હતું.

સામાન્ય રીતે, દર વર્ષ ભગવાન જગન્નાથની રથયાત્રાના (Jagannath Rathyatra) એક દિવસ પહેલા ડાકોરની રથયાત્રા નીકળતી હોય છે. ત્યારે આ વખતે કોવિડ પ્રોટોકોલ સાથે રથયાત્રાની શરતી મંજુરી મળી હતી.

આજે વહેલી સવારે ડાકોર મંદિરથી નિકળેલી રથયાત્રા 11 કલાકે મંદિરમાં નિજ પરત ફરશે. રથયાત્રાના તમામ રૂટ પર કર્ફયુ લાદી દેવામાં આવ્યો હતો. ઉપરાંત, પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ રથયાત્રા નિકળી હતી.

કોરોના ગાઈડલાઈનનું પાલન કરવા માટે સમગ્ર ડાકોર (Dakor) શહેરને પોલીસ છાવણીમાં ફેરવવામાં આવ્યું છે. મંદિરના સંતે (Saint) જણાવ્યું હતું કે, બધી જગ્યાએ ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજના દિવસે નિકળતી હોય છે, પરંતુ ડાકોરમાં પુષ્ય નક્ષત્રમાં (Pushya Nakshtra) આ રથયાત્રા કાઢવામાં આવે છે. ઉપરાંત, ડાકોરની રથયાત્રાએ ગુજરાતની જુનામાં જુની રથયાત્રા છે.”

અષાઢી બીજના અગાઉના દિવસે નિકળતી આ રથયાત્રાનું ભક્તો માટે વિશેષ મહત્વ છે, આ રથયાત્રામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે. પરંતુ, આ વખતે કોરોના ગાઈડલાઈનનું પાલન કરીને આ રથયાત્રા કાઢવામાં આવી છે.

આ રથયાત્રામાં ભગવાન સમગ્ર ગોમતી નદીની (Gomti River) પરિક્રમા કરીને નિજ મંદિર પરત ફરે છે. આ દિવસે ભગવાન ભક્તોને સાક્ષાત દર્શન આપતા હોવાની માન્યતા છે.

જુઓ, ડાકોરના ઠાકોરની રથયાત્રા Live :

આ પણ વાંચો : Ahmedabad : આજે ભગવાન જગન્નાથ સોનાવેશમાં આપશે દર્શન, CM વિજય રૂપાણી કરશે જગન્નાથની વિશિષ્ટ પુજા

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">