Mexico Fire : મેક્સિકોના સમુદ્રમાં લાગી આગ, જૂઓ વીડિયો

|

Jul 04, 2021 | 11:59 AM

viral video : લેટિન અમેરિકી દેશ મેક્સિકોની ખાડીમાં સમુદ્રના પાણીમાં આગ લાગી હતી. સમુદ્રના પેટાળમાંથી પસાર થતી, પાણીની નીચે પાઈપલાઈનમાંથી ગેસ લિંક થયા બાદ સમુદ્રના પાણીમાં આગ લાગી હતી.

Mexico Fire : મેક્સિકોના સમુદ્રમાં લાગી આગ, જૂઓ વીડિયો
Mexico Fire: Fire in the Sea of Mexico, watch the video

Follow us on

Mexico Fire :મેક્સિકોના અખાતમાં એક ભયંકર આગની ઘટના સામે આવી છે. જેમાં સમુદ્ર (sea)ના પાણીમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી આ દ્રશ્ય જોઈ એવું લાગી રહ્યું હતુ કે, પાણીમાંથી જ્વાળાઓ નીકળી રહ્યી છે.

 મેક્સિકો (Mexico)ના અખાતના પાણીમાં આગ લાગી હતી. પાણીની નીચે પાઈપલાઈનમાંથી ગેસ (Gas)લીક થયા બાદ સમુદ્રના પાણીમાં, ગેસના કારણે લાગેલી આગે વિકરાળ રુપ ધારણ કર્યું હતુ . આ સમગ્ર ઘટના બાદ જાણે સમુદ્ર જ્વાળામુખી (Volcano) ની ઝપેટમાં આવ્યું હોય તેવો નજારો જોવા મળ્યો હતો.


આ પાઈપ લાઈન મેક્સિકો (Mexico)ની સરકારી પેમેક્સ પેટ્રોલ કંપની (Petrol Company)ની છે. પાણીમાં આગ લાગવાની ઘટના સાથે જોડાયેલો વિડીયો સોશિયલ મિડીયા (social media) પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. પાણીની અંદર અંદાજે 5 કલાક સુધી આગ પ્રસરતી જોવા મળી હતી. વિડીયો વાયરલ  (video viral)થવા પર પાણીમાં જે રીતે જ્વાળામુખી (Volcano) ફાટતા જ લાવા નીકળવા લાગ્યા હતા.જાણકારી અનુસાર પાઈપલાઈનમાં ભંગાણ પડવાના કારણે ગેસ દરિયાના પેટાળમાંથી બહાર આવવા લાગ્યો હતો.  આગ લાગવાને કારણે પાણી પણ આગની ઝપેટમાં આવ્યું હતુ, હવે સોશિયલ મીડિયા (social media) પર આ વિડીયો વાયરલ (video viral)થઈ રહ્યો છે

મેક્સિકો (Mexico)ના અખાતમાં અચાનક એક પાઈપલાઈનમાંથી તેલ નીકળવાનું શરુ થયું હતુ ત્યારબાદ  પાઈપલાઈનમાં આગ લાગી હતી. ધીમે-ધીમે આ આગે ભયંકર રુપ ધારણ કર્યું હતુ. લોકોમાં ડર એ હતો કે,  આગ લાગી તેની થોડે નજીક જ કાચા તેલનો કુવો આવેલ  હતો. જો કોઈ કારણોસર તેમાં આગ પ્રસરે તો આગને કાબુમાં લેવી મુશ્કેલ છે, હાલમાં અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર રિપોર્ટ આવ્યા બાદ જ જાણ થશે કે, આખરે ગેસ લિંક કઈ રીતે થયું હતુ આ આગ કઈ રીતે લાગી.

 

 

 

 

 

Published On - 11:49 am, Sun, 4 July 21

Next Article