બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસ

|

Aug 07, 2024 | 3:42 PM

બાંગ્લાદેશમાં લગભગ 450 પોલીસ સ્ટેશનોને આગ ચાંપી દેવામાં આવી છે. આ સિવાય અવામી લીગના કાર્યાલયોને પણ આગ લગાવી દેવામાં આવી છે. અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના 29 મૃતદેહ મળી આવ્યા છે. તો બીજીબાજૂ હિંદુ સહીતના લઘુમતીઓને પણ વ્યાપક હિંસાનો ભોગ બનાવવામાં આવી છે.

બાંગ્લાદેશમાં કત્લેઆમ, શેખ હસીનાના પક્ષના નેતાઓ-હિંદુ સહિતના લઘુમતીઓની હત્યા, ટોળાથી ડરીને ભાગી રહી છે પોલીસ

Follow us on

શેખ હસીનાએ વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપીને દેશ છોડીને ભાગી ગયા બાદ, બાંગ્લાદેશમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાંગી છે. પોલીસ ના તો પોલીસ સ્ટેશનોમાં દેખાઈ રહી છે કે ના તો ટ્રાફિક મેનેજમેન્ટ કરવામાં. સમગ્ર બાંગ્લાદેશમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ કેન્દ્રો પર હુમલા થયા છે. બધે ટોળે જ ટોળા દેખાય છે.

ડઝનેક પોલીસકર્મીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. જેના કારણે દેશમાં અરાજકતાભરી સ્થિતિ સર્જાઈ છે. બધે ટોળાશાહી જ જોવા મળી રહ્યું છે. હિંસા પર ઉતરી આવેલ ટોળા બાંગ્લાદેશની લઘુમતી એવા હિન્દુઓને પણ વ્યાપક નિશાન બનાવી રહ્યા છે.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

ટોળા દ્વારા માત્ર પોલીસ જ નહીં પરંતુ અવામી લીગના નેતાઓ અને ઓફિસોને પણ નિશાન બનાવવામાં આવી છે. તો બીજીબાજુ હિન્દુ સહીતની લઘુમતી અને ધાર્મિક સ્થળોને પણ નિશાન બનાવ્યા છે. ફેનીમાં પૂર્વ સાંસદ નિઝામ ઉદ્દીન હજારી અને અલાઉદ્દીન અહેમદ ચૌધરી નસીમના ઘરમાં આગ લગાવી દઈને લૂંટફાટ મચાવી હતી.

મીડિયા અહેવાલો અનુસાર, અત્યાર સુધી અવામી લીગના નેતાઓ અને તેમના પરિવારના સભ્યોના 29 મૃતદેહ મળી આવ્યા છે. તો અનેક હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે. શેખ હસીના વિરુદ્ધનું આ આંદોલન હવે બિન મુસ્લિમોને ટાર્ગેટ કરવા માટે થયું હોય તેવી લાગી રહ્યું છે.

પોલીસકર્મીઓ માટે જીવ બચાવવો મુશ્કેલ

આંદોલનકર્તા આયોજકો અને જમાતના નેતાઓની અપીલ છતાં, ભીડ બેકાબૂ છે અને ઘણી જગ્યાએ પોલીસ સ્ટેશનોને સળગાવી રહી છે. ઘણા ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોતાનો જીવ બચાવવા લપાઈ ગયા છે અને પોલીસ સ્ટેશનો ખાલી પડ્યા છે. પોલીસકર્મીઓ પોતે પણ તેમની સુરક્ષાની ખાતરી માંગી રહ્યા છે. જેથી તેઓ તેમની ફરજ પર પાછા આવી શકે. બાંગ્લાદેશ પોલીસ સર્વિસ એસોસિએશન, નોન-કેડર અધિકારીઓ અને સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે, તેઓએ એક અખબારી યાદીમાં તેમની ફરિયાદો અને કામ બંધ કરવાની જાહેરાત કરી છે.

શેખ હસીનાની સરકારના પતન પછી દેશભરમાં પોલીસ સ્ટેશનો પર હુમલા શરૂ થયા છે. હવે, દરેક સ્તરે પોલીસકર્મીઓ તેમની સુરક્ષાને લઈને ચિંતિત છે. ઘણા પોલીસ અધિકારીઓ તેમના પરિવાર સાથે સંબંધીઓના ઘરે ગયા છે, કેટલાક તો તેમના રહેણાંક વિસ્તારોમાંથી ભાગી ગયા છે.

450 પોલીસ સ્ટેશન સળગાવી દીધા

મોટાભાગના પોલીસ અધિકારીઓ તેમના જીવ જોખમમાં હોવાને કારણે છુપાઈ ગયા છે. સમગ્ર દેશમાં પોલીસની જાનહાનિ અને નુકસાનનું હજુ આકલન કરી શકાયું નથી. બાંગ્લાદેશ પોલીસ સર્વિસ એસોસિએશનના જણાવ્યા અનુસાર, દેશભરમાં લગભગ 450 પોલીસ સ્ટેશનો પર હુમલા થયા છે. સમગ્ર દેશમાં પોલીસ સ્ટેશનોની કુલ સંખ્યા અંદાજે 650 છે.

અધિક પોલીસ મહાનિરીક્ષક એ કે એમ શાહિદુર રહેમાને રાજારબાગ પોલીસ લાઇન્સમાં મીડિયા કોન્ફરન્સમાં જણાવ્યું હતું. “સરકારના પતન પછી કાયદો અને વ્યવસ્થા કથળી ગઈ છે, પોલીસ કર્મચારીઓના મૃતદેહોને પુનઃપ્રાપ્ત કરવાના પ્રયાસો હજુ પણ ચાલુ છે. તેથી હજુ સુધી જાનહાનિનો ચોક્કસ આંકડો જાણી શકાયો નથી.

પોલીસને ફરજ પર પાછા ફરવા અપીલ

અધિક પોલીસ મહાનિરીક્ષક એ કે એમ શાહિદુર રહેમાન, જેમને પ્રવર્તમાન પરિસ્થિતિનો સામનો કરવા મંગળવારે બાંગ્લાદેશ પોલીસના વડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે પોલીસ દળને ધીમે ધીમે તેનું કામ ફરી શરૂ કરવા અને કાયદો અને વ્યવસ્થા જાળવવા હાકલ કરી છે. શાહિદુર રહેમાને કહ્યું, “પોલીસ લોકોનો મિત્ર છે અને જનતા માટે કામ કરે છે. પોલીસ વગરના સમાજની આપણે કલ્પના કરી શકતા નથી. તેથી, હું ફરી એકવાર અમારા પોલીસ સભ્યોને અફવાઓને અવગણવા અને ધીમે ધીમે તેમની ફરજ પર પાછા ફરવાની અપીલ કરું છું.

Next Article