AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં ઘણા બ્રિટિશ નાગરિકો કેદમાં, બ્રિટિશ સરકારે તાલિબાન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો

બ્રિટિશ સરકારે કહ્યું છે કે અફઘાનિસ્તાનમાં ઘણા બ્રિટિશ નાગરિકોની અટકાયત કરવામાં આવી છે. જેઓ તેમના પરિવારનો સંપર્ક પણ કરી શકતા નથી.

અફઘાનિસ્તાનમાં ઘણા બ્રિટિશ નાગરિકો કેદમાં, બ્રિટિશ સરકારે તાલિબાન સમક્ષ ઉઠાવ્યો મુદ્દો
Many British citizens detained in Afghanistan
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 5:11 PM
Share

અફઘાનિસ્તાનમાં ઘણા બ્રિટિશ નાગરિકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે (UK Citizens Detained in Afghanistan). બ્રિટિશ સરકારે (UK Government) આ માહિતી આપી છે. તેણે આ મામલો તાલિબાન સરકાર સમક્ષ પણ ઉઠાવ્યો છે. વિદેશ મંત્રાલયે સમાચાર એજન્સી એએફપીને આ માહિતી આપતા એક નિવેદન જાહેર કર્યું, જ્યારે તાલિબાને એક દિવસ પહેલા જ અટકાયત કર્યા બાદ બે વિદેશી પત્રકારોને મુક્ત કર્યા.

બ્રિટને આ લોકોની મુક્તિની માંગણી કરી છે. મંત્રાલયે કહ્યું, ‘અમે અફઘાનિસ્તાનમાં કસ્ટડીમાં રહેલા બ્રિટિશ પુરુષોના પરિવારોને સમર્થન આપી રહ્યા છીએ.’ જોકે, સરકારે અફઘાનિસ્તાનમાં યુકેના કેટલા નાગરિકો અટકાયતમાં છે અને તેમની ઓળખ વિશે જણાવ્યું નથી.

મંત્રાલયે કહ્યું, ‘બ્રિટિશ અધિકારીઓએ દરેક તક પર તાલિબાન સાથે આ મુદ્દો ઉઠાવ્યો છે. આ અઠવાડિયે જ્યારે પ્રતિનિધિમંડળ કાબુલની મુલાકાતે આવ્યું ત્યારે પણ તેમને આ વાતની જાણ કરવામાં આવી હતી. અફઘાનિસ્તાનમાં યુકે મિશનના વડા હ્યુગો શોર્ટરની આગેવાની હેઠળનું એક બ્રિટિશ પ્રતિનિધિમંડળ તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુટ્ટકીને મળવા કાબુલ ગયું હતું.

શોર્ટરે કહ્યું કે તેણે તાલિબાન અધિકારીઓ સાથે અફઘાનિસ્તાનમાં માનવતાવાદી કટોકટી તેમજ માનવાધિકારના ઉલ્લંઘન અંગે ચર્ચા કરી. શુક્રવારે પશ્ચિમી મીડિયાના અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે અફઘાનિસ્તાનમાં ઓછામાં ઓછા છ બ્રિટિશ નાગરિકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં તાજેતરમાં મુક્ત કરવામાં આવેલા પત્રકારો પણ સામેલ છે.

આ મામલે તાલિબાન તરફથી કંઈ કહેવામાં આવ્યું નથી. એવી માહિતી મળી છે કે અટકાયત કરાયેલા બ્રિટિશ નાગરિકોમાં પીટર જુવેનલ પણ છે, જેની ડિસેમ્બરની શરૂઆતથી ધરપકડ કરવામાં આવી છે. પત્રકારમાંથી બિઝનેસમેન બનેલો જુવેનલ જર્મનીનો નાગરિક પણ છે અને તેણે અફઘાન મહિલા સાથે લગ્ન કર્યા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તે દેશના ખાણ ઉદ્યોગમાં રોકાણ કરવા માટે અફઘાનિસ્તાનમાં હતો, તેથી તેને ભૂલથી અટકાયતમાં લેવામાં આવ્યો હોઈ શકે છે.

જુવેનલને કોઈ આરોપ વિના અટકાયતમાં લેવામાં આવ્યો છે, તે તેના પરિવાર અને વકીલોનો સંપર્ક કરવામાં અસમર્થ છે. જુવેનલે 1997માં CNNના ઇન્ટરવ્યુમાં કેમેરામેન તરીકે કામ કર્યું હતું. આ ઈન્ટરવ્યુ અલકાયદાના સ્થાપક ઓસામા બિન લાદેનનો હતો અને અફઘાનિસ્તાનમાં થયો હતો. કસ્ટડીમાં લેવાયા પહેલા પણ તે ડર્યા વગર કામ કરતો હતો અને તાલિબાનના વરિષ્ઠ અધિકારીઓ સાથે અવારનવાર બેઠકો કરતો હતો.

તાલિબાને તાજેતરમાં બે વિદેશી પત્રકારો અને તેમના અફઘાન સાથીદારોને મુક્ત કર્યા હતા. તેઓને ક્યારે કસ્ટડીમાં લેવામાં આવ્યા તે સ્પષ્ટ નથી. તાલિબાન સરકારના પ્રવક્તા ઝબીહુલ્લા મુજાહિદે જણાવ્યું હતું કે તેમની પાસે માન્ય ઓળખ કાર્ડ અને દસ્તાવેજો ન હોવાથી તેમની અટકાયત કરવામાં આવી હતી.

આ પણ વાંચો –

Kerala : એટલાન્ટિક મહાસાગરમાં ગુમ થયેલા 28 વર્ષીય યુવકની હજુ પણ નથી મળી ભાળ, પરિવાર થયો ચિંતિત

આ પણ વાંચો –

OMG ! મહિલાએ પતિથી છુપાવીને ખરીદી લોટરીની ટિકિટ, 35 કરોડનો આલિશાન બંગલો જીતી ગઇ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">