ચીન પહોંચી બોમ્બવાળી ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત, એરલાઈન્સે હંગામા પર કરી સ્પષ્ટતા

આજે સવારે ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, વિમાન લગભગ 45 મિનિટ સુધી દિલ્હી (Delhi) અને જયપુરના એરસ્પેસમાં ઉડતું રહ્યું. પરંતુ તેને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી.

ચીન પહોંચી બોમ્બવાળી ફ્લાઈટ, તમામ મુસાફરો સુરક્ષિત, એરલાઈન્સે હંગામા પર કરી સ્પષ્ટતા
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2022 | 3:55 PM

દિલ્હી (Delhi) એરપોર્ટ પર લેન્ડિંગની પરવાનગી ન મળતા અને વાયુસેનાના વિરોધ બાદ મહાન એરલાઈન્સે પ્રેસનોટ જાહેર કરીને પોતાની સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું છે કે આ કંપનીનું એરબસ 340 મુસાફરો સાથે તેહરાનથી ચીનના (China) ગુઆંગઝુ જઈ રહ્યું હતું. આ દરમિયાન પાયલટને પ્લેનની અંદર કથિત બોમ્બ હોવાની માહિતી મળી હતી. આ પછી તેણે ઓપરેશન કંટ્રોલ સેન્ટર સાથે પરિસ્થિતિ શેર કરી. પરંતુ મહાનના ઓપરેશન કંટ્રોલ સેન્ટરે તરત જ પરિસ્થિતિ સમજી લીધી કે બોમ્બ હોવાની અફવા છે અને પ્લેન સંપૂર્ણપણે સુરક્ષિત છે.

મહાન એરલાઈન્સનું કહેવું છે કે આ ઘટનાને જોતા એવું લાગે છે કે આવા નકલી અહેવાલ વર્તમાન આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ફ્લાઇટ્સ પર અસર કરવા માટે બનાવવામાં આવ્યા હતા, જેથી શાંતિને ખલેલ પહોંચાડી શકાય. તેમણે કહ્યું કે મહાન એરલાઇન્સ ફ્લાઇટની સલામતી જાળવવા અને મુસાફરોને સારી સેવા આપવા માટે હંમેશની જેમ કટિબદ્ધ છે.

બાંગ્લાદેશ થઈને ચીનમાં લેન્ડ કર્યું

તમને જણાવી દઈએ કે આજે સવારે ઈરાનની રાજધાની તેહરાનથી ચીન જઈ રહેલા એક વિમાનમાં બોમ્બ હોવાની માહિતી મળતાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી, વિમાન લગભગ 45 મિનિટ સુધી દિલ્હી અને જયપુરના એરસ્પેસમાં ઉડતું રહ્યું. પરંતુ તેને ઉતરવાની મંજૂરી આપવામાં આવી ન હતી. બોમ્બની માહિતી મળતાં દિલ્હી એટીસીએ પ્લેનને જયપુર તરફ લઈ જવાનું કહ્યું હતું. પરંતુ પાયલોટે જયપુરમાં લેન્ડ કરવાની ના પાડી દીધી હતી. જે બાદ આ ફ્લાઈટ બાંગ્લાદેશ થઈને ચીનમાં લેન્ડ થઈ હતી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

બંનેમાંથી કોઈ એરપોર્ટ લેન્ડ કરવા માંગતા નથી

સોમવારે સવારે બોમ્બની ધમકી બાદ ભારતીય વાયુસેનાએ ઈરાનની રાજધાની તેહરાનથી ચીનના ગુઆંગઝૂ જઈ રહેલા મહાન એર પેસેન્જર પ્લેનને અટકાવવા માટે તેનું ફાઈટર એરક્રાફ્ટ લોન્ચ કર્યું હતું. વાયુસેનાએ એક નિવેદન જાહેર કરીને આ જાણકારી આપી છે. નિવેદન અનુસાર, આ ઘટના સવારે બની હતી જ્યારે ફ્લાઈટ નંબર W-581 ભારતીય હવાઈ ક્ષેત્રમાંથી ઉડી રહી હતી.

ભારતીય લડાકુ વિમાનોએ આ ઉડાનને સુરક્ષિત અંતરે અનુસરી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વિમાનને પહેલા જયપુર અને પછી ચંદીગઢમાં ઉતરાણનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. આ પછી પાયલોટે કહ્યું કે તે પ્લેનને બેમાંથી કોઈ પણ એરપોર્ટ પર લેન્ડ કરવા માંગતો નથી.

g clip-path="url(#clip0_868_265)">