Ganesh Chaturthi : આ મુસ્લિમ દેશની કરન્સી નોટ પર છે ગણેશજીનો ફોટો ! જાણો તેની રસપ્રદ વાત

|

Aug 27, 2021 | 12:23 PM

જકાર્તા સ્ક્વેર પર કૃષ્ણ-અર્જુનની પ્રતિમા છે. ઇન્ડોનેશિયાની સેના હનુમાનજીને પોતાના ગુરુ માને છે. જો તમે બાલી ટુરિઝમનો લોગો જોશો, તો તમને હિંદુ પ્રાચીન કથા અને વાર્તાઓનો સંપૂર્ણ સમાવેશ જોવા મળશે.

Ganesh Chaturthi : આ મુસ્લિમ દેશની કરન્સી નોટ પર છે ગણેશજીનો ફોટો ! જાણો તેની રસપ્રદ વાત
Lord Ganesha Image on Indonesian Currency

Follow us on

ઇન્ડોનેશિયા કહેવા માટે મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે, પરંતુ ત્યાંની સાંસ્કૃતિક ઓળખ એવી છે કે અહીં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે શું તફાવત છે તે કોઈ કહી શકતું નથી. મુસ્લિમ બહુમતી હોવા છતાં, હિન્દુ સંસ્કૃતિ સાથે સમાનતા અને ભાઈચારાના ઉદાહરણો ચારે બાજુ જોવા મળશે. આનાથી મોટી વાત શું હોઈ શકે કે ત્યાંની નોટ પર હિન્દુ દેવ ગણેશજીનો ફોટો છપાયેલો છે. સમગ્ર ઇન્ડોનેશિયામાં હિન્દુ ઓળખ અને મૂર્તિઓને આદરપૂર્વક સ્થાન આપવામાં આવ્યું છે.

હિન્દુ શાસકોનું રાજ

ઇન્ડોનેશિયાનું ચલણ રૂપૈયા કહેવાય છે. જો તમે 20 હજાર રૂપિયાની નોટ પર નજર નાખો તો તેમાં ગણેશજીની તસવીર જોવા મળશે. એવું માનવામાં આવે છે કે ભૂતકાળમાં ઇન્ડોનેશિયા હિન્દુ શાસનના પ્રભાવ હેઠળ હતું. પ્રથમ સદીમાં, તેના પર હિન્દુ શાસકોનું શાસન હતું, તેથી ધર્મ અને સંસ્કૃતિમાં હિન્દુઓની છાપ દેખાય છે. ઇન્ડોનેશિયામાં હિન્દુ દેવી -દેવતાઓની મૂર્તિઓ અને મંદિરો અનેક સ્થળોએ બનાવવામાં આવેલા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

ગણેશજીની તસવીર

કરન્સી નોટ પર ઇન્ડોનેશિયાએ ગણેશજી અને હજર દેવંતારાને સમાન જગ્યા આપી છે. ગણેશજી કળા, વિજ્ઞાન અને બુદ્ધિના દેવતા છે, જ્યારે દેવંતારા ઇન્ડોનેશિયાના સ્વાતંત્ર્ય સેનાની હતા અને તેમના દેશમાં શિક્ષણ વ્યવસ્થાનો પાયો નાખ્યો હતો. નોટની પાછળની બાજુએ વર્ગખંડનું ચિત્ર કહે છે કે ઇન્ડોનેશિયામાં શિક્ષણ સૌથી મહત્વની બાબત છે. આ મહત્વ ગણેશજી, દેવંતારાની સમકક્ષ માનવામાં આવે છે.

ઇન્ડોનેશિયામાં રામાયણ-મહાભારત

ઇન્ડોનેશિયામાં હિન્દુ પ્રેમનું ઉદાહરણ રામાયણ અને મહાભારત દ્વારા પણ પ્રતિબિંબિત થાય છે. ત્યાં રામાયણ અને મહાભારતની કથા ઘરે ઘરે કહેવામાં આવે છે. રામાયણ અને મહાભારત પર આધારિત નાટકોનું પણ આયોજન કરવામાં આવે છે. જકાર્તા સ્ક્વેર પર કૃષ્ણ-અર્જુનની પ્રતિમા છે. ઇન્ડોનેશિયાની સેના હનુમાનજીને પોતાના ગુરુ માને છે. જો તમે બાલી ટુરિઝમનો લોગો જોશો, તો તમને હિંદુ પ્રાચીન કથા અને વાર્તાઓનો સંપૂર્ણ સમાવેશ જોવા મળશે. ઇન્ડોનેશિયામાં બાંગડૂંગ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખૂબ પ્રખ્યાત છે, જેનો લોગો ગણેશ પર આધારિત છે.

ગણેશજીનો ફોટો નોટ પર શા માટે છે ?

1997 માં એશિયાના લગભગ તમામ દેશોના ચલણની વેલ્યું નીચી આવી હતી. એવો કોઈ દેશ નહોતો કે જેની અર્થવ્યવસ્થા તૂટી ન હોય. એક ક્વોરા વપરાશકર્તાએ ઇન્ડોનેશિયાના નાણામંત્રીને ટાંકીને આ વાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું હતું કે જ્યારે તમામ એશિયન દેશો તેમની ચલણના અવમૂલ્યનથી પરેશાન હતા ત્યારે કોઈએ નોટ પર ગણેશજીની તસવીર લગાવવાની સલાહ આપી હતી.

ઇન્ડોનેશિયાએ પણ એવું જ કર્યું અને અવમૂલ્યનથી છૂટકારો મેળવ્યો. તે પછી એવું ક્યારેય બન્યું નથી કે ઇન્ડોનેશિયાએ ચલણના અવમૂલ્યનનો સામનો કર્યો હોય. આ કેટલું સાચું છે તે અંગે કોઈ નક્કર પુરાવા નથી, પરંતુ લોકો આવું કહે છે. ત્યારથી ભગવાન ગણેશની તસવીર ઇન્ડોનેશિયાની નોટ પર છે.

 

આ પણ વાંચો : Janmashtami 2021 : શુભ સંયોગ સાથે જન્માષ્ટમી ! ખુશીઓથી ભરાશે ખાલી ઝોળી !

આ પણ વાંચો : Nag panchami: શું તમને ખબર છે કે નાગપંચમીની ઊજવણીની શરૂઆત કેવી રીતે થઈ ? જાણો, નાગ પ્રજાતિના ઉદ્ધારની કથા

Next Article