London News: ભાડૂઆતએ મકાનમાલિક સાથે કરી 15 લાખની છેતરપિંડી ! દરેક મકાન માલિકે ચેતવા જેવી ઘટના, જાણો
ક્યારેક નાની ભૂલ પણ મોંઘી પડી જાય છે અને આવું જ કંઈક મકાન માલિક સાથે થયું છે. ખરેખર, મકાનમાં રહેતા ભાડૂઆતોએ ઘર ખુલ્લું છોડી દીધું અને કબૂતરોએ ત્યાં ધામો નાખ્યો. કબૂતરોએ ચરકથી આખું ઘર દુર્ગંધથી ભરાઈ ગયું. ઘરની હાલત જોઈને મકાન માલિકે 'લંડન નેટવર્ક ફોર પેસ્ટ સોલ્યુશન્સ'ની ટીમને સફાઈ માટે બોલાવી હતી. આ પછી, આખા ફ્લેટની સફાઈ શરૂ કરવામાં આવી હતી.
લંડનમાં મકાનમાલિકે ભાડૂઆતની ભૂલનો ભોગ બનવું પડ્યું છે. ભાડૂઆતે ઘર છોડતી વખતે યોગ્ય રીતે ઘર બંધ કરવું જરૂરી ન માન્યું અને તેના કારણે ઘરના માલિકને 15 લાખ રૂપિયાનું નુકસાન થયું. વાસ્તવમાં, આ નુકસાન ચોરી કે કિંમતી સામાનને નુકસાન થવાથી નહીં પરંતુ કબૂતરોના કારણે થયું છે.
કબૂતરોએ ખુલ્લા મકાનમાં ધામો નાખ્યો અને તેમના ચરકને કારણે આખા ઘરને દુર્ગંધથી ભરી દીધું. જ્યારે મકાનમાલિકે તેના ઘરની હાલત જોઈ તો તે ચોંકી ગયો. ઘરમાં ચારે તરફ દુર્ગંધ અને ગંદકી હતી અને કબૂતરોએ ફર્નિચર પણ બગાડ્યું હતું. હવે ફરીથી ઘરના માલિકે સંપૂર્ણ સફાઈ અને પેઇન્ટિંગ માટે 15 લાખ રૂપિયા ખર્ચવા પડશે.
કબૂતરોએ એક મહિનામાં 15 લાખ રૂપિયાનું નુકસાન કર્યું છે.
લંડનના બહારના ભાગમાં આ એક ઘર છે. જ્યાં મોટી સંખ્યામાં કબૂતરો રહે છે. મકાનમાલિકે જણાવ્યું કે, ભાડૂઆત બહાર ઘર છોડતી વખતે ઘરની બારી-બારણાં બરાબર બંધ કર્યા ન હતા. એક મહિના સુધી ઘર ખુલ્લું રહેવાના કારણે કબૂતરોએ રસોડું, લિવિંગ રૂમ, સોફા અને અન્ય વસ્તુઓ ગંદી કરી નાખી હતી.
આખા ઘરમાં દુર્ગંધ ફેલાઈ ગઈ હતી અને ઘરની દીવાલો, બારીઓ અને ડ્રોઅર બધું ગંદું થઈ ગયું હતું. દરેક વસ્તુની સંપૂર્ણ સફાઈ અને ફર્નિચરના કવર બદલવા માટે 15 લાખ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.
ઘરની સફાઈ કરનાર ટીમે પહેરવા પડ્યા હતા માસ્ક અને સૂટ
ઘરની હાલત જોઈને મકાન માલિકે ‘લંડન નેટવર્ક ફોર પેસ્ટ સોલ્યુશન્સ’ની ટીમને સફાઈ માટે બોલાવી હતી. આ પછી, આખા ફ્લેટની સફાઈ શરૂ કરવામાં આવી હતી. સફાઈ ટીમ ઘરમાં પ્રવેશતાની સાથે જ દુર્ગંધ ફેલાઈ ગઈ હતી.
ઘર સાફ કરવા માટે તેણે એક રક્ષણાત્મક પોશાક અને બે માસ્ક પહેરવા પડ્યા. આ ઘટનાથી સફાઈ ટીમ પણ ચોંકી ઉઠી છે જ્યારે અન્ય કોઈની બેદરકારીના કારણે મકાન માલિકને મોટી રકમ ચૂકવવી પડી છે.
આ પણ વાંચો : Morocco: એક સમયે મોરોક્કોની રાજધાની હતું મરાકેશ શહેર, જાણો તેના ઐતિહાસિક વારસા વિશે
મકાનમાલિક કહે છે કે આ બધું તેના માટે આશ્ચર્ય જનક છે. કોઈ પણ વ્યક્તિ માટે પોતાનું ઘર આ હાલતમાં જોવું એ હૃદયને તોડી નાખે છે. મકાનમાલિકો ભાડૂઆતો પર સંપૂર્ણ વિશ્વાસ કરે છે અને તેથી તેમનું ઘર તેમને સોંપે છે. બદલામાં, ઘર અને તેની સામગ્રીની કાળજી લેવાની અપેક્ષા રાખવામાં આવે છે પરંતુ કેટલાક ભાડૂઆતો ઘર છોડતી વખતે મૂળભૂત સ્વચ્છતાનું પણ ધ્યાન રાખતા નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો