London News : ગવર્નર મંગુભાઈ પટેલનું લંડનમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી કરાયું સન્માન

London News : મધ્ય પ્રદેશના ગવર્નર મંગુભાઈ પટેલ લંડનમાં બ્રિટિશ સંસદમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. સમારોહમાં રાજ્યપાલ મંગુંભાઈ પટેલને ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જોકે આ બાદ વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓને વિશ્વભરમાં ઉત્કૃષ્ટ કાર્યોની ઓળખ અને દસ્તાવેજીકરણ માટેના સઘન પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા.

London News : ગવર્નર મંગુભાઈ પટેલનું લંડનમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી કરાયું સન્માન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 16, 2023 | 9:26 PM

ગવર્નર મંગુભાઈ પટેલને લંડનમાં ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા ગવર્નર મંગુભાઈ પટેલે કહ્યું છે કે ઉત્તમ અને અસાધારણ કાર્યની પ્રશંસા એ માનવતાના વિકાસનો આધાર છે. માનવ જીવનની સુધારણા માટેના સકારાત્મક પ્રયાસો અને ઉત્તમ કાર્યોની કદર કરવી એ સમાજની જવાબદારી છે. તેમણે કહ્યું કે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા શ્રેષ્ઠતાને સન્માનિત કરવાની પહેલ માનવજાતની સુધારણા માટે શાંતિ અને સંવાદિતા માટેના પ્રયત્નોને મજબૂત કરવાનો પ્રશંસનીય પ્રયાસ છે.

ગવર્નર મંગુભાઈ પટેલ લંડનમાં બ્રિટિશ સંસદમાં વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધિત કરી રહ્યા હતા. સમારોહમાં રાજ્યપાલ મંગુંભાઈ પટેલને ઈન્ટરનેશનલ એક્સેલન્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સમારોહમાં રાજ્યપાલના પત્ની નર્મદાબેન પટેલ, કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી રામદાસ આઠવલે પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો :  કેનેડાએ ભારતમાં પ્રસ્તાવિત વેપાર મિશનને રાખ્યું સ્થગિત, G-20 કોન્ફરન્સ પછી સામે આવ્યો ઘટનાક્રમ

મંગુભાઈ પટેલે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સના અધિકારીઓને વિશ્વભરમાં ઉત્કૃષ્ટ કાર્યોની ઓળખ અને દસ્તાવેજીકરણ માટેના સઘન પ્રયાસો બદલ અભિનંદન આપ્યા હતા. મંગુભા પટેલે અન્ય લોકોને વ્યક્તિઓને અભિનંદન આપતા કહ્યું કે તેઓ ગરીબ અને વંચિત વર્ગના કલ્યાણ માટે વધુ સારા પ્રયાસો કરતા રહેશે. કાર્યક્રમમાં સંસદ સભ્ય યુ.કે. વિરેન્દ્ર શર્મા, આધ્યાત્મિક નેતા રાજ રાજેશ્વર ગુરુજી, મનોવિજ્ઞાની ડૉ. દિવાકર સુકુલ, અનુરુદ્ધ, લંડનના ડેપ્યુટી મેયર રાકેશ અગ્રવાલ, વર્લ્ડ બુક ઓફ રેકોર્ડના પ્રમુખ સંતોષ શુક્લા, એવોર્ડ વિજેતાઓ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
રાજ્યના અનેક રસ્તાઓ ચોમાસા બાદ બન્યા બિસ્માર, ભ્રષ્ટાચારની ખૂલી પોલ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
અમિત શાહે 1,651 કરોડના પ્રજાલક્ષી વિકાસકામોનું કર્યુ લોકાર્પણ
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
કાળીગામ અંડરબ્રિજમાં જામ્યા ગંદકીના થર, સ્વચ્છતા પખવાડિયાનો ફિયાસ્કો
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
અમદાવાદીઓને હવે ડિસ્કો રોડમાંથી મળશે મુક્તિ, 1લી ઓક્ટો.થી સમારકામ શરૂ
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મોબાઈલ ક્ષેત્રમાં મળશે મહિને 2,50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
સ્નાતકોને મેડીકલ ક્ષેત્રમાં મળશે મહિને 50,000થી વધુ પગાર
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
વાપીમાં યુવકે કારના બોનેટ પર બેસીને કરી જોખમી સવારી, વીડિયો વાયરલ
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
સ્નાતકોને ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં મળશે મહિને 25,000થી વધુ પગાર
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
હાર્ટએટેક યુવાનોનો લઈ રહ્યો છે જીવ, જાણીતા ડો તેજસ પટેલ શુ કહે છે?
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video
પિત્ઝા માંથી જીવાત નીકળવાનો મામલો, ગ્રાહકે કરી ફરિયાદ, જુઓ Video