London News : લંડનમાં પેલેસ્ટાઇનના સમર્થનમાં પ્રદર્શન, અત્યાર સુધીમાં 10 લોકોની ધરપકડ
પેલેસ્ટાઇનના સમર્થનમાં શનિવારે લંડન, બર્મિંગહામ, કાર્ડિફ, બેલફાસ્ટ અને અન્ય શહેરોમાં દેખાવો થયા હતા. જે બાદ આ ઘટના બની હતી. જેનરિકે કહ્યું કે લંડનની સડકો પર જેહાદના નારા લગાવવા સંપૂર્ણપણે નિંદનીય છે અને હું ક્યારેય આવી ઘટના જોવા માંગતો નથી. તેમણે કહ્યું કે આનાથી આતંકવાદી હિંસા ભડકી શકે છે, તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે.

London : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધ ચાલી રહ્યું છે. જેની અસર અન્ય દેશોમાં પણ જોવા મળી રહી છે, ત્યારે લંડનમાં પેલેસ્ટાઈન સમર્થનમાં પ્રદર્શન દરમિયાન અમુક લોકોએ જેહાદના નારા લગાવ્યા હતા. આ ઘટનાની બ્રિટિશ સરકારના મંત્રીએ રવિવારે નિંદા કરી હતી. આ કેસમાં દસ લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો ખાલી કરી દો વિસ્તાર, નહી તો માનીશુ તમે આતંકવાદી છો, ઈઝરાયેલે ઉત્તર ગાઝાના લોકોને સૂચના આપી કે ધમકી ?
ઇમિગ્રેશન મિનિસ્ટર રોબર્ટ જેનરિકે જણાવ્યું હતું કે આ મુદ્દે મેટ્રોપોલિટન પોલીસ અને ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસ (CPS) દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહ્યો છે. તેમણે પુષ્ટિ કરી છે કે આતંકવાદ કાયદા હેઠળ કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે.
પેલેસ્ટાઇનના સમર્થનમાં શનિવારે લંડન, બર્મિંગહામ, કાર્ડિફ, બેલફાસ્ટ અને અન્ય શહેરોમાં દેખાવો થયા હતા. જે બાદ આ ઘટના બની હતી. જેનરિકે કહ્યું કે લંડનની સડકો પર જેહાદના નારા લગાવવા સંપૂર્ણપણે નિંદનીય છે અને હું ક્યારેય આવી ઘટના જોવા માંગતો નથી.
તેમણે કહ્યું કે આનાથી આતંકવાદી હિંસા ભડકી શકે છે, તેથી તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવી જરૂરી છે. તેમણે કહ્યું કે આતંકવાદના કાયદા હેઠળ ધરપકડ કરવામાં આવી છે. તેથી પોલીસ અને CPS આ મામલાની તપાસ કરી રહી છે. અમે બ્રિટિશ યહૂદીઓની સુરક્ષા માટે બનતા તમામ પ્રયાસો કરીશું.
મેટ્રોપોલિટન પોલીસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રદર્શનો દરમિયાન દ્વેષપૂર્ણ ભાષણને કારણે કેટલીક અવ્યવસ્થા સર્જાઈ હતી અને પાંચ અધિકારીઓને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે અધિકારીઓએ હિઝબ ઉત-તહરીના પ્રદર્શનના વિડિયોની પણ તપાસ કરી હતી, જેમાં એક વ્યક્તિ ‘જેહાદ, જેહાદ’ ના નારા લગાવતો જોઈ શકાય છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો