AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

London News : બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી 2000 અમૂલ્ય કલાકૃતિઓનુ ઓનલાઈન માર્કેટમાં શરૂ થયું વેચાણ

બ્રિટિશ મ્યુઝિયમમાંથી ઘરેણાં સહિત લગભગ 2,000 કલાકૃતિઓની ચોરી થઈ છે. તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. લાખો પાઉન્ડની કિંમતની લગભગ 2,000 કલાકૃતિઓ બ્રિટિશ મ્યુઝિયમમાંથી તેના એક વરિષ્ઠ ક્યુરેટર દ્વારા ચોરી કરવામાં આવી હોવાની શંકા છે.

London News : બ્રિટિશ મ્યુઝિયમમાંથી ચોરાયેલી 2000 અમૂલ્ય કલાકૃતિઓનુ ઓનલાઈન માર્કેટમાં શરૂ થયું વેચાણ
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2023 | 7:45 PM
Share

લંડનના વિશ્વ વિખ્યાત બ્રિટિશ મ્યુઝિયમમાંથી સોનાના આભૂષણો અને રત્નો સહિત લગભગ 2,000 કલાકૃતિઓ લાંબા સમયથી ચોરાઈ ગઈ છે. તેમને પાછા લાવવાના પ્રયાસો ચાલુ છે. લાખો પાઉન્ડની કિંમતની આશરે 2,000 કલાકૃતિઓ બ્રિટિશ મ્યુઝિયમમાંથી તેના એક વરિષ્ઠ ક્યુરેટર દ્વારા જ ચોરી કરાઇ હોવાનું માનવામાં આવે છે.

મ્યુઝિયમના સંચાલકોએ ગયા અઠવાડિયે કહ્યું હતું કે આ કલાકૃતિઓની ચોરી થયાનો બનાવ બન્યો છે અને સ્ટાફના એક અનામી સભ્યને કાઢી મૂકવામાં આવ્યો હતો. મીડિયા રિપોર્ટ અનુસાર, બ્રિટિશ મ્યુઝિયમના પ્રમુખ જ્યોર્જ ઓસબોર્ને કહ્યું કે, આ વસ્તુઓ તેમાંથી ચોરી કરીને ઓનલાઈન વેચાણ થઈ રહેલી કેટલીક વસ્તુઓને રિકવર કરવાનું શરૂ કરી દીધું છે.

ઓસ્બોર્નની ટિપ્પણીઓ એવા ઘટસ્ફોટ સામે આવ્યા આવી છે કે ચોરાયેલી વસ્તુઓ ઓનલાઈન વેચાણ માટે મુકવામાં આવી રહી છે. અગાઉ ચોરાયેલા માલનો આંકડો સ્પષ્ટ થતો ન હતો. બ્રિટિશ મ્યુઝિયમના સંચાલકોએ કહ્યું હતું કે ગુમ થયેલી મોટાભાગની વસ્તુઓ સ્ટોર રૂમમાં રાખવામાં આવેલી નાની વસ્તુઓ હતી.

તેમાં 15મી સદી BCથી 19મી સદી AD સુધીના સોનાના આભૂષણો, કિંમતી પથ્થરના રત્નો અને કાચના વાસણોનો સમાવેશ થાય છે. આમાંની કોઈપણ આઇટમ તાજેતરમાં લોકોને જોવા માટે જાહેર કરવામાં આવી ન હતી.

બ્રિટિશ મ્યુઝિયમના પ્રમુખ ઓસ્બોર્ને જણાવ્યું હતું કે લગભગ 2,000 કલાકૃતિઓ ગુમ થઈ ગઈ હતી, જેમાંથી કેટલીક વસ્તુઓ પહેલાથી રિકવર કરવામાં આવી છે. ઓસ્બોર્ને કહ્યું કે ‘અમે ઘણા પ્રમાણિક લોકો સાથે કામ કરી રહ્યા છીએ જેઓ ચોરાયેલી વસ્તુઓ પરત લાવવામાં મદદ કરશે. આ કૌભાંડ 2021નું હોવાનું જણાય છે, જ્યારે ડેનિશ આર્ટ ડીલરે બ્રિટિશ મ્યુઝિયમનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે તેણે મ્યુઝિયમની ઘણી વસ્તુઓ ઓનલાઈન વેચાણ માટે જોઈ છે.

આ પણ વાંચો : France News : મજૂરોની ભૂલ કે જાણી જોઈને કરેલું કામ ? જાણો આ શહેરના રસ્તા પર કેમ છે આડી અવળી લાઈન

ઓસ્બોર્ને જણાવ્યું હતું કે બ્રિટિશ મ્યુઝિયમે શરૂઆતમાં સંપૂર્ણ તપાસ હાથ ધરી હોવાનો દાવો કર્યો હતો, પરંતુ પછીની તપાસમાં પ્રથમ પ્રતિભાવ અધૂરો હોવાનું જણાયું હતું. ઓસ્બોર્ને કહ્યું કે ‘આપણે સ્પષ્ટપણે સુરક્ષામાં સુધારો કરવો પડશે’.

બ્રિટિશ મ્યુઝિયમ વિશ્વના સૌથી પ્રખ્યાત અને પ્રતિષ્ઠિત સંગ્રહાલયોમાંનું એક છે, જેની સ્થાપના 1753 માં કરવામાં આવી હતી. રોસેટા સ્ટોન અને પાર્થેનોન મૂર્તિઓ જેવા મહાન ઐતિહાસિક સ્મારકો, કલાકૃતિઓ, પ્રદર્શન નિયમિતપણે વિશ્વભરના મહેમાનોને આકર્ષિત કરે છે. આ કૌભાંડ બ્રિટિશ મ્યુઝિયમ માટે અત્યંત શરમજનક સાબિત થયું છે. આ કૌભાંડ બહાર આવ્યા બાદ મ્યુઝિયમના ડિરેક્ટર હાર્ટવિગ ફિશરે શુક્રવારે રાજીનામું આપી દીધું હતું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">