AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પાકિસ્તાનમાં લોકડાઉન ! હજુ તો ભારતે હુમલો પણ નથી કર્યો ને ડરી ગયો આતંકી દેશ

પહલગામ આતંકવાદી હુમલા બાદ, ભારત તરફથી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનમાં ભયનું વાતાવરણ એટલું વધી ગયું છે કે હવે ત્યાં લોકડાઉન લાગુ કરવું પડ્યું છે.

પાકિસ્તાનમાં લોકડાઉન ! હજુ તો ભારતે હુમલો પણ નથી કર્યો ને ડરી ગયો આતંકી દેશ
lockdown in pakistan
| Updated on: May 02, 2025 | 4:57 PM
Share

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે. ભારત તરફથી અત્યાર સુધી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનના વિવિધ વિસ્તારોમાં ભયનું વાતાવરણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. એક તરફ, કરાચીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. તે જ સમયે, ખૈબર જિલ્લાના જમરુદ વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનમાં લોકડાઉન જાહેર

મળતી માહિતી મુજબ ખૈબર જિલ્લાના જમરુદ વિસ્તારમાં 12 દિવસનું સ્માર્ટ લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે તેનું કારણ મંકીપોક્સનો કેસ હોવાનું કહેવામાં આવી રહ્યું છે, જોકે ભારત સાથે ના તણાવ વચ્ચે પાકિસ્તાનમાં મંકીપોક્સ તે કોઈ સંયોગ નથી લાગી રહ્યો. ડેપ્યુટી કમિશનર કેપ્ટન (નિવૃત્ત) બિલાલ શાહિદ રાવ દ્વારા જાહેર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે આ સમય દરમિયાન આ વિસ્તારમાં લોકોની અવરજવર સંપૂર્ણપણે બંધ રહેશે.

સ્થાનિક વહીવટીતંત્ર તેને સ્વાસ્થ્ય કારણોસર લેવાયેલો નિર્ણય ગણાવી રહ્યું છે, જોકે નિષ્ણાતો અને ભારતના લોકોને ખબર જ છે કે ભારત પહેલગામ હુમલાનો બદલો લેવા તત્પર છે આ વચ્ચે પાકિસ્તાન તેના સંવેદનશીલ વિસ્તારોને પહેલેથી જ એલર્ટ મોડ પર કરવાની કાર્યવાહી કરી રહ્યું છે.

રાશનની દુકાનો, દવાની દુકાનો ખુલ્લી બાકી શાળા કોલેજો બંધ

લોકડાઉન દરમિયાન ફક્ત કેટલીક આવશ્યક સેવાઓને મુક્તિ આપવામાં આવી છે. આમાં રાશનની દુકાનો, દવાની દુકાનો, જનરલ સ્ટોર્સ, તંદૂર અને કટોકટી સેવાઓનો સમાવેશ થાય છે. અન્ય તમામ દુકાનો અને પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ રહેશે. જમરુદ અને ખૈબર પોલીસના સહાયક કમિશનરને લોકડાઉનનો કડક અમલ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવી ચેતવણી પણ આપવામાં આવી છે કે નિયમો તોડનારાઓ સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

ભારતના મૌનથી પાકિસ્તાન ભયનો માહોલ

પહલગામ હુમલા બાદ ભારત દ્વારા કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનની સુરક્ષા એજન્સીઓ વિવિધ વિસ્તારોમાં એલર્ટ પર છે. કરાચીમાં કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે, પરંતુ ખૈબર જેવા વિસ્તારોમાં હવે વહીવટી કડકતા જોવા મળી રહી છે. એટલે કે, ભલે ભારતની કાર્યવાહી હજુ સુધી થઈ નથી, પરંતુ તેનો ભય પાકિસ્તાનની અંદર લોકડાઉનના રૂપમાં દેખાવા લાગ્યો છે.

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">