કોરોનાના કારણે 14 મહિનાથી આઇસોલેટ છે આ વ્યક્તિ, 78 વાર રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો શું છે કારણ

લોકોને એક વાર કોરોના થાય છે અને તેઓ હેરાન થઇ જાય છે પરંતુ જરા એ વ્યક્તિ વિશે વિચારો જે 14 મહિનાથી કોરોનાના કારણે હોસ્પિટલમાં દાખલ છે.

કોરોનાના કારણે 14 મહિનાથી આઇસોલેટ છે આ વ્યક્તિ, 78 વાર રિપોર્ટ પોઝિટીવ આવ્યો, જાણો શું છે કારણ
Leukemia patient Muzaffer Kayasan's Covid-19 tests has been positive for 78 times
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 13, 2022 | 5:50 PM

વર્ષ 2020 માં, જ્યારથી કોરોનાએ (Corona Virus) દસ્તક આપી છે, ત્યારથી લોકોના ચહેરાનો રંગ ઉડી ગયો છે. દરેકને ડર છે કે તેઓ આ રોગની પકડમાં ન આવી જાય, તેવામાં ફક્ત એવા વ્યક્તિ વિશે કલ્પના કરો કે જે આ વાયરસને કારણે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં આઈસોલેટ છે. હા, તમે બરાબર વાંચ્યું છે, અમે જેની વાત કરી રહ્યા છીએ તે નવેમ્બર 2020 ના મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્યક્તિ 78 થી વધુ વખત પોઝિટિવ આવ્યો છે. આ જ કારણ છે કે તે છેલ્લા 14 મહિનાથી હોસ્પિટલમાં દાખલ છે. અમે વાત કરી રહ્યા છીએ મુઝફ્ફર કાયાસનની (Muzaffer Kayasan) જે છેલ્લા એક વર્ષથી હોસ્પિટલમાં છે અને દરરોજ રાહ જોતા હોય છે કે તે ક્યારે ઘરે જશે.

વર્ષ 2020 ના નવેમ્બર મહિનામાં પ્રથમ વખત, કોવિડ -19 નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. થોડા દિવસો પછી, તે સ્વસ્થ થઈ ગયો પરંતુ તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો ન હતો. વર્ષ 2020 ના નવેમ્બર મહિનાથી લઈને આજ સુધીમાં તેણે 78 વખત તેનો ટેસ્ટ કરાવ્યો છે, પરંતુ અત્યાર સુધી તેનો રિપોર્ટ પોઝિટિવ જ આવ્યો છે. જેના કારણે કાયાસનને આઇસોલેશનમાં રાખવામાં આવે છે.

આવી સ્થિતિમાં તેમનું સામાજિક જીવન સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે. તમે તેમની મુશ્કેલીનો અંદાજો એ વાત પરથી લગાવી શકો છો કે ન તો તેઓ તેમના પરિવાર સાથે સમય વિતાવી શકે છે અને ન તો તેઓ તેમના મિત્રોને મળી શકે છે. મુઝફ્ફર કાયાસન દરરોજ બસ બારીમાંથી તેના પરિવાર સાથે થોડી વાતચીત કરે છે. તેમનું સૌથી મોટું દુ:ખ એ છે કે તેઓ ક્વોરેન્ટાઈનમાં હોય ત્યારે તેમના પ્રિયજનોને સ્પર્શ કરી શકતા નથી અને જ્યાં સુધી તેમનો રિપોર્ટ નેગેટિવ ન આવે ત્યાં સુધી તેઓ રસી પણ મેળવી શકતા નથી.

Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર

જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુઝફ્ફર કાયાસન લ્યુકેમિયા એટલે કે બ્લડ કેન્સરના એક પ્રકારથી પીડિત છે. આ બીમારીને કારણે તેના શરીરમાં શ્વેત રક્તકણોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડૉક્ટરોનું કહેવું છે કે આ કારણથી કાયાસનના લોહીમાંથી કોરોના વાયરસ ખતમ થઈ રહ્યો નથી.

જો કે તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે તેમને દવાઓ આપવામાં આવી રહી છે, પરંતુ આ પ્રક્રિયા ખૂબ જ ધીમી અને લાંબી છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુઝફ્ફર કાયાસન આ પ્રકારનો પહેલો કેસ છે, જેમાં દર્દી આટલા લાંબા સમયથી કોરોના પોઝિટિવ છે.

આ પણ વાંચો –

Corona Vaccine: રાજ્યો પાસે 12.37 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ ઉપલબ્ધ, અત્યાર સુધીમાં કુલ 170.95 કરોડ ડોઝ અપાયા

આ પણ વાંચો –

Corona Update: દેશમાં કોરોના હાંફ્યો, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 44,877 નવા કેસ તો 684 લોકોએ જીવ ગુમાવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">