AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Instagram No. 1 Celeb: ઇન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સ મેળવીને કાઇલી જેનર વિશ્વની નંબર 1 સેલિબ્રિટી બની

કાઈલી અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ખૂબ જ નાની ઉંમરમાં કાઈલીએ દુનિયાભરમાં ખ્યાતિ અને નામ કમાઈ લીધું છે.

Instagram No. 1 Celeb: ઇન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સ મેળવીને કાઇલી જેનર વિશ્વની નંબર 1 સેલિબ્રિટી બની
Kylie Jenner
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 11:00 PM
Share

ટીવી સ્ટાર, મોડલ અને મેકઅપ મુગલ કાઈલી જેનરે (Kylie Jenner) તેની સ્ટાઈલ અને તેના કામથી દુનિયાભરમાં લાખો ચાહકો બનાવ્યા છે. 2019 માં, ફોર્બ્સે કાઈલીને અબજોપતિ (Youngest Billionaire) બનનાર સૌથી યુવા મહિલાનું નામ આપ્યું હતું અને હવે તેના નામમાં વધુ એક ખિતાબ ઉમેરાયો છે. જે તેના ચાહકોને ખૂબ જ રોમાંચિત કરશે. કાઈલી જેનર ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી મહિલા (The woman with the most followers on Instagram) બની ગઈ છે. તેણે 300 મિલિયન ચાહકો સાથે દુનિયામાં સૌથી મોટો ફેન બેઝ બનાવ્યો છે.

એરિયાના ગ્રાન્ડેને (Ariana Grande) હરાવી

કાઈલી અવારનવાર પોતાની લાઈફસ્ટાઈલને લઈને ચર્ચામાં રહે છે. ખૂબ જ નાની ઉંમરમાં કાઈલીએ દુનિયાભરમાં ખ્યાતિ અને નામ કમાઈ લીધું છે. આજે લાખો લોકો તેમને તેમના આઇકોન (યુથ આઇકોન) માને છે. સોશિયલ મીડિયા પર તેના ચાહકોની લાંબી યાદી છે જે તેને ફોલો કરે છે. તાજેતરના અહેવાલ મુજબ, કાઇલી ઇન્સ્ટાગ્રામ પર 300 મિલિયન ફોલોઅર્સ સુધી પહોંચનારી પ્રથમ મહિલા બની છે.

આટલું જ નહીં, કાઈલીએ 300 મિલિયનના આંકડાને સ્પર્શીને પોપ સ્ટાર એરિયાના ગ્રાન્ડેને પાછળ છોડી દીધી છે. તે જ સમયે, ફોલોઅર્સની સંખ્યાના સંદર્ભમાં, સૌથી વધુ ફોલોઅર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના છે, જેની સંખ્યા 388 મિલિયન છે. નંબર વન પર ખુદ ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે. તેના ફોલોઅર્સ 460 મિલિયન છે.

બીજી તરફ મહિલાઓની વાત કરીએ તો હવે આ લિસ્ટમાં કાઈલીને નંબર વનનું બિરુદ મળ્યું છે. જે બાદ તેના ચાહકોની ખુશીનો કોઈ પાર નથી. સોશિયલ મીડિયા પર તેને ખૂબ શુભેચ્છાઓ મળી રહી છે. કાઈલી તેના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને તેના ચાહકો સાથે જોડાયેલી રહે છે.

આ પણ વાંચો: The Ghost : જેકલીન ફર્નાન્ડીઝના ચાહકો માટે ખરાબ સમાચાર, અક્કીનેની નાગાર્જુનની ફિલ્મમાંથી બહાર

આ પણ વાંચો: Photos : લગ્ન પહેલા મૌની રોયે દેખાડ્યો બોલ્ડ અંદાજ, ફોટોઝ જોઇ ફેન્સ થયા ખુશ

g clip-path="url(#clip0_868_265)">