જાણો બ્રિટનના પીએમ બનતા જ ઋષિ સુનકે પાર્ટીના સાંસદોને કેમ આપી એક રહેવાની સલાહ

|

Oct 25, 2022 | 8:28 PM

બ્રિટનમાં((Britain)રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા ઋષિ સુનકે (Rishi Sunak) પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને એક મોટી સલાહ આપી છે. જેમાં પાર્ટીના પીએમ ઋષિ સુનકે સાંસદોને 'સ્ટે વન ઓર ડાઇ'ના(Stay One Or Die) મંત્ર પર કામ કરવાની સલાહ આપી છે.

જાણો બ્રિટનના પીએમ બનતા જ ઋષિ સુનકે પાર્ટીના સાંસદોને કેમ આપી એક રહેવાની સલાહ
Britain PM Rishi Sunak

Follow us on

બ્રિટનમાં((Britain)રાજકીય ઉથલપાથલ વચ્ચે વડાપ્રધાન તરીકે ચૂંટાયેલા ઋષિ સુનકે (Rishi Sunak) પોતાની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદોને એક મોટી સલાહ આપી છે. જેમાં પાર્ટીના પીએમ ઋષિ સુનકે સાંસદોને ‘સ્ટે વન ઓર ડાઇ’ના(Stay One Or Die) મંત્ર પર કામ કરવાની સલાહ આપી છે. પીએમ તરીકે ચૂંટાયા બાદ ઋષિ સુનકે પોતાના સંબોધનમાં કહ્યું કે મારી પ્રાથમિકતા એક સ્થિર સરકારની છે.
ભારતીય મૂળના ઋષિ સુનકને બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ મંગળવારે કિંગ ચાર્લ્સને મળ્યા હતા. આ દરમિયાન કિંગ ચાર્લ્સ દ્વારા તેમને ઔપચારિક રીતે નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ બ્રિટનના 57માં વડાપ્રધાન છે. સુનક 210 વર્ષમાં બ્રિટનના વડાપ્રધાન બનનાર સૌથી યુવા નેતા છે. કિંગ ચાર્લ્સને મળ્યા બાદ તેમણે ડાઉનિંગ સ્ટ્રીટમાં દેશને સંબોધન કર્યું અને કહ્યું કે તેઓ બ્રિટનના ભલા માટે કામ કરશે.

કન્ઝર્વેટિવ પાર્ટીને સાથે રાખવી સુનક માટે આસાન નહીં હોય.

જો કે, કન્ઝર્વેટિવ પાર્ટીને સાથે રાખવી સુનક માટે આસાન નહીં હોય. અર્થવ્યવસ્થાને યોગ્ય દિશામાં લઈ જવું મુશ્કેલ કામ હશે, જેના કારણે લિઝ ટ્રુસે પણ ખુરશી ગુમાવી દીધી છે. બ્રિટનમાં ચૂંટણીની માંગ પણ કરવામાં આવી હતી, પરંતુ ટોરી પાર્ટીએ સુનાકમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વર્તમાન સંસદની મુદત જાન્યુઆરી 2025 સુધી છે. આવી સ્થિતિમાં, જો કંઇ અણધાર્યું ન થાય, તો સુનકને ત્રણ વર્ષનો કાર્યકાળ મળશે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

વિપક્ષે ઋષિ સુનકના વિચારની ટીકા કરી

હાલમાં તમામની નજર ઋષિ સુનક કેવી રીતે તેમના મંત્રીમંડળની રચના કરે છે તેના પર છે. જેરેમી હંટને નાણામંત્રી તરીકે ઋષિ સુનક કેબિનેટમાં સ્થાન મળી શકે છે. હાલમાં સુનકનું કહેવું છે કે તેમની સરકારમાં દરેક ટેલેન્ટને સ્થાન આપવામાં આવશે. ટોરી પાર્ટીએ ઉનાળાથી બે વખત પીએમ બદલવું પડ્યું છે. જો કે, વિપક્ષી પાર્ટીઓ તેના પર હુમલો કરી રહી છે. લેબર લીડર એન્જેલા રેનરે ટ્વીટ કર્યું: “ટોરીએ વડાપ્રધાન તરીકે શું કરશે તે સ્પષ્ટ કર્યા વિના સુનકને તાજ સોંપી દીધો છે. તેમની પાસે કોઈ આદેશ નથી. સમસ્યાઓનો સામનો કરવા માટે કોઈ વિચાર કે જવાબ નથી.

Published On - 8:18 pm, Tue, 25 October 22

Next Article