બ્રિટન પહેલા આ દેશોમાં ભારતીય મૂળના લોકો સર્વોચ્ચ પદ પર પહોંચ્યા, કોઈ રાષ્ટ્રપતિ તો કોઈ છે પીએમ

ઋષિ સુનકની જેમ 70થી વધુ ભારતીય મૂળના નેતાઓ છે, જેમણે વિશ્વના વિવિધ દેશોમાં ઉચ્ચ પદો હાંસલ કર્યા છે. મોરેશિયસમાં ભારતીય મૂળના નેતાઓએ સૌથી વધુ વખત રાષ્ટ્રપતિ અથવા વડાપ્રધાન પદ સંભાળ્યું છે. સર શિવસાગર રામગુલામ તેમાંથી પ્રથમ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 25, 2022 | 6:32 PM
ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. સુનક પ્રથમ અશ્વેત, પ્રથમ હિન્દુ અને પ્રથમ ભારતીય તરીકે બ્રિટનના વડાપ્રધાનની કમાન સંભાળશે. ઋષિના દાદા-દાદી પંજાબના રહેવાસી હતા. ઋષિની પત્ની અક્ષતા મૂર્તિ પણ ભારતીય છે. અક્ષતાના પિતા એન નારાયણ મૂર્તિ દેશના મોટા ઉદ્યોગપતિ છે. આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના નારાયણ મૂર્તિએ કરી હતી.

ઋષિ હવે બ્રિટનની સત્તા સંભાળશે, જે લોકોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું હતું. આ જ કારણ છે કે ભારતીય નાગરિકો આ અંગે ખૂબ જ ખુશ છે. માત્ર ઋષિ જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં ભારતીય મૂળના નેતાઓ તેમની ક્ષમતાના આધારે તે દેશોના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા. આજે અમે તમને આવા નેતાઓ વિશે માહિતી આપીશું.

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બન્યા. સુનક પ્રથમ અશ્વેત, પ્રથમ હિન્દુ અને પ્રથમ ભારતીય તરીકે બ્રિટનના વડાપ્રધાનની કમાન સંભાળશે. ઋષિના દાદા-દાદી પંજાબના રહેવાસી હતા. ઋષિની પત્ની અક્ષતા મૂર્તિ પણ ભારતીય છે. અક્ષતાના પિતા એન નારાયણ મૂર્તિ દેશના મોટા ઉદ્યોગપતિ છે. આઈટી કંપની ઈન્ફોસિસની સ્થાપના નારાયણ મૂર્તિએ કરી હતી. ઋષિ હવે બ્રિટનની સત્તા સંભાળશે, જે લોકોએ લાંબા સમય સુધી ભારત પર શાસન કર્યું હતું. આ જ કારણ છે કે ભારતીય નાગરિકો આ અંગે ખૂબ જ ખુશ છે. માત્ર ઋષિ જ નહીં, વિશ્વના અન્ય ઘણા દેશોમાં ભારતીય મૂળના નેતાઓ તેમની ક્ષમતાના આધારે તે દેશોના સર્વોચ્ચ પદ પર પહોંચ્યા. આજે અમે તમને આવા નેતાઓ વિશે માહિતી આપીશું.

1 / 10
હલીમા યાકુબ: સિંગાપોરના રાષ્ટ્રપતિ હલીમાહ ભારતીય મૂળના છે. તેમનો જન્મ સિંગાપોરમાં જ થયો હતો. તેમના પિતા ભારતીય અને માતા મલેશિયન હતા. હલીમાના પિતા ચોકીદાર હતા. હલીમા જ્યારે આઠ વર્ષની હતી ત્યારે તેના પિતાનું અવસાન થયું હતું. પિતાના અવસાન બાદ તે તેની માતા સાથે સિંગાપોરની શેરીઓમાં સ્ટ્રીટ ફૂડ વેચતી હતી.

2 / 10
એન્ટોનિયો કાસ્ટા : પોર્ટુગલના વડાપ્રધાન એન્ટોનિયો પણ ભારતીય મૂળના છે. 61 વર્ષીય એન્ટોનિયોએ 2015માં પોર્ટુગલના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. એન્ટોનિયાના પિતાનો જન્મ ગોવામાં થયો હતો.

3 / 10
પ્રવિંદ જુગનાથઃ મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ પણ ભારતીય મૂળના છે. જુગનાથનો જન્મ હિન્દુ આહીર પરિવારમાં થયો હતો. તેમના પિતા ભારતીય હતા. જુગનાથે બર્કિંગહામ યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ કર્યો છે. તેઓ 2017થી મોરેશિયસના વડાપ્રધાન છે. આ વર્ષે ઓગસ્ટમાં પ્રવિંદ જુગનાથ વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરની ત્રણ દિવસની મુલાકાતે આવ્યા હતા.

4 / 10
પૃથ્વીરાજ રૂપન: મોરેશિયસના રાષ્ટ્રપતિ પૃથ્વીરાજ સિંહ રૂપન પણ ભારતીય મૂળના છે. રૂપન 2019થી મોરેશિયસના રાષ્ટ્રપતિ છે. તેમનો જન્મ 24 મે 1959ના રોજ મોરેશિયસમાં એક ભારતીય આર્ય સમાજ હિન્દુ પરિવારમાં થયો હતો. તેમણે યુનિવર્સિટી ઓફ સેન્ટ્રલ લેંકશાયરમાંથી ઇન્ટરનેશનલ બિઝનેસ લોમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે.

5 / 10
ચંદ્રિકા પ્રસાદ ઉર્ફે ચાન સંતોખીઃ સુરીનામના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ ઉર્ફે ચાન સંતોખી પણ ભારતીય મૂળના છે. ચંદ્રિકા પોલીસ ઓફિસરમાંથી રાજકારણી બનેલ છે. 63 વર્ષીય ચંદ્રિકા પ્રસાદનો જન્મ 3 ફેબ્રુઆરી 1959ના રોજ ઈન્ડો-સુનિનામી હિન્દુ પરિવારમાં થયો હતો. 19મી સદીની શરૂઆતમાં સંતોખીના દાદાને બ્રિટિશરો મજૂર તરીકે બિહારથી સુરીનામ લઈ ગયા હતા.

6 / 10
ઈરફાન અલી: ગુયાના વર્તમાન રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલી પણ ભારતીય મૂળના છે. ગુયાનાની 80 લાખની વસ્તીમાંથી લગભગ અડધા ભારતીય મૂળના લોકો છે. અલીનો જન્મ 25 એપ્રિલ 1980ના રોજ ગુયાનામાં ઈન્ડો-ગિની મુસ્લિમ પરિવારમાં થયો હતો. અલીએ વેસ્ટ ઈન્ડિઝની યુનિવર્સિટીમાંથી શહેરી અને પ્રાદેશિક આયોજનમાં ડોક્ટરેટની ડિગ્રી મેળવી છે.

7 / 10
વેવલ રામખેલવાન: સેશેલ્સના રાષ્ટ્રપતિ રામખેલવાન પણ ભારતીય મૂળના છે. રામખેલવાનના દાદા બિહારના રહેવાસી હતા. રામખેલવાનના પિતા મેટલ વર્કર તરીકે કામ કરતા હતા, જ્યારે તેમની માતા શિક્ષિકા હતી. રામખેલવાનનો જન્મ 15 માર્ચ 1961ના રોજ થયો હતો.

8 / 10
કમલા હેરિસઃ કમલા હેરિસ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ છે. ડેમોક્રેટિક પાર્ટીમાંથી આવતા કમલા અમેરિકાના ઈતિહાસમાં ઉપરાષ્ટ્રપતિ બનનાર પ્રથમ મહિલા છે અને આ પદ પર પહોંચનારી ભારતીય મૂળની પ્રથમ મહિલા પણ છે. કમલા હેરિસ હાર્વર્ડ યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા અને હેસ્ટિંગ્સ કોલેજ ઓફ લોની સ્નાતક છે. 57 વર્ષીય હેરિસના મૂળ ભારતના તમિલનાડુ રાજ્યના છે. તેમની માતા શ્યામલા ગોપાલનનો જન્મ તામિલનાડુમાં થયો હતો. કમલાના પિતા જમૈકન-અમેરિકન વંશના ડોનાલ્ડ જે. હેરિસ હતા.

9 / 10
ભરત જગદેવ: ભારતીય મૂળના ભરત જગદેવ 2020થી ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ છે. તેઓ ભારતીય મૂળના ગુયાનાના રાષ્ટ્રપતિ ઈરફાન અલીના એડમિનિસ્ટ્રેશનમાં સામેલ છે. આ પહેલા તેઓ 1997થી 1999 સુધી ગુયાનાના ઉપરાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે. તેમનો જન્મ 23 જાન્યુઆરી 1964ના રોજ ગુયાનામાં એક ભારતીય હિંદુ પરિવારમાં થયો હતો. 1912માં જગદેવના દાદા રાજ જિયાવાનને અંગ્રેજ ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાંથી મજૂર તરીકે ગુયાના લઈ ગયા હતા.

10 / 10

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">