Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું તમે જાણો છો પાકિસ્તાનીઓ કેટલો ટેક્સ ચુકવે છે ? ભારત કરતા નિયમો છે ઘણા અલગ

પાકિસ્તાનમાં સેલરી મેળવનાર અને ધંધાર્થીઓ માટે અલગ-અલગ ટેક્સની વ્યવસ્થા છે. જેમા પગારદાર કર્મચારી અને બીન પગારદાર(ધંધાર્થી)ઓને અલગ-અલગ હિસાબથી ટેક્સ આપવો પડે છે.

શું તમે જાણો છો પાકિસ્તાનીઓ કેટલો ટેક્સ ચુકવે છે ? ભારત કરતા નિયમો છે ઘણા અલગ
pakistan tax slab
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2022 | 6:12 PM

ભારત અને પાકિસ્તાન (Pakistan) માં આમ તો ઘણી સામ્યતા છે, પરંતુ પાકિસ્તાનના આવકવેરા (Incom tax) ના નિયમો ભારતથી ઘણા અલગ છે અને ત્યાંના આવકવેરાના સ્લેબ (tax slab) પણ ભારતથી અલગ છે. પાકિસ્તાનમાં આવકવેરો વસૂલવાની પદ્ધતિ પણ અલગ છે, તેથી ત્યાંનો ટેક્સ સ્લેબ પણ અલગ છે. તમે ભારતની ટેક્સ સિસ્ટમ વિશે તો જાણો જ છો, પરંતુ આજે અમે તમને પાકિસ્તાન વિશે જણાવીએ છીએ, અહીં આવકવેરાના નિયમો શું છે…

ઇનકમ ટેક્સની વાત કરીએ તો પાકિસ્તાનમાં સેલરી મેળવનાર અને ધંધાર્થીઓ માટે અલગ-અલગ ટેક્સની વ્યવસ્થા છે. જેમા પગારદાર કર્મચારી અને બીન પગારદાર(ધંધાર્થી)ઓને અલગ-અલગ હિસાબથી ટેક્સ આપવો પડે છે.

જો વર્ષ 2020-21 માટે ટેક્સ સ્લેબની વાત કરીએ તો પાકિસ્તાનમાં 11 સ્લેબ છે ત્યાંના લોકોને 5 ટકાથી લઇને 35 ટકા સુધી સરકારને ટેક્સ ચુકવવો પડે છે. સાથે જ બંને વર્ગને અલગ-અલગ ટેક્સ છૂટ આપે છે. પાકિસ્તાની વેબસાઈટ જિયો ટીવીના એક રિપોર્ટ અનુસાર વર્ષ 2020-21માં 6 લાખ રૂપિયા સુધીનો પગાર મેળવનાર વ્યક્તિઓ ટેક્સ સ્લેબ માંથી બહાર નીકળી ગયા છે.એટલે કે જે લોકોનો પગાર 6 લાખથી ઓછો છે તેમણે ટેક્સ ચુકવવો પડશે નહીં.

IPL વચ્ચે ખુશખબર, આથિયા શેટ્ટી માતા બની, નાની પરીને આપ્યો જન્મ
અત્યાર સુધીમાં કેટલા ઓટો-રિક્ષા ચાલકના પુત્રોએ IPLમાં નામના મેળવી છે?
Jioનું સૌથી સસ્તું રિચાર્જ, માત્ર 11 રૂપિયામાં મળી રહ્યો છે મોટો લાભ
આ 5 ભૂલ તમારા હાડકાંને કરી દેશે પોલા,યુવાનીમાં આવી જશે ઘડપણ
હરભજન સિંહ પર IPLમાંથી પ્રતિબંધ મુકવાની માંગ ઉઠી
લગ્નની કંકોત્રી પર દેવી-દેવતાઓના ફોટા છાપવા યોગ્ય છે કે અયોગ્ય ? પ્રેમાનંદ મહારાજે આપ્યો સચોટ જવાબ

જ્યારે 6 લાખ થી 1 લાખ 20 હજાર રૂપિયા સુધીના પગારદાર લોકોએ વધારાની રકમ પર 5 ટકા ટેક્સ આપવો પડે છે. આ ઉપરાંત 12 લાખથી 180000 રૂપિયા પગારદારને 10 ટકા જ્યારે 2500000 સુધી પગારદારને 15 ટકા જ્યારે 35 લાખ સુધી પગારદારને 17.5 ટકા અને 50 લાખ સુધી પગારદારને 20 ટકા ટેક્સની ચુંકવણી કરવી પડે છે.ઉપરાંત 22.5, 27.5, 30, 32.5 અને 35 ટકા ટેક્સ સ્લેબની જોગવાઈ છે.

આ ઉપરાંત લોકો પગારદાર ના બદલે બિઝનેસ, ફ્રિલાન્સ વગેરેથી કમાણી કરે છે તેમના માટે અલગ નિયમો છે. આ કેટેગરીમાં 6 લાખ આવક ધરાવનારને ટેક્સમાં 4 લાખ રૂપિયાની છૂટ છે. એટલે કે જો 4 લાખની કમાણી હોય તો તેને ટેક્સ નથી આપવો પડતો અને વધુ થવા પર અલગ-અલગ સ્લેબના હિસાબથી ટેક્સ લાગે છે. આ કેટેગરી 5 થી 35 ટકા સુધી ટેક્સ સ્લેબ છે. સાથે જ 5, 10, 15, 20, 25, 30, 35 ટકા સુધીના સ્લેબની જોગવાઇ પણ છે.

આ પણ વાંચો :ભારતીયો માટે ખુશખબર, UAEએ લાગુ કર્યો નવો શ્રમ કાયદો, મળશે આ ફાયદા

આ પણ વાંચો :bollywood news : શાહરુખ ખાનની ફિલ્મમાં વિકી કૌશલને મળી એન્ટ્રી, રાજકુમાર હિરાણીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મમાં કરશે કામ

g clip-path="url(#clip0_868_265)">