પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરીનું અપહરણ, હાઇએલર્ટ પર ભારતીય મિશન

|

Jul 18, 2021 | 7:16 PM

અપહરણની ઘટના બન્યા બાદ ભારતીય રાજદ્વારી કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યોને સતર્ક રહેવા અને સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરીનું અપહરણ, હાઇએલર્ટ પર ભારતીય મિશન
Kidnapping of Afghan ambassador's daughter

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) અફઘાનિસ્તાનના (Afghanistan) રાજદૂતની દીકરીના અપહરણની ઘટના બન્યા બાદ ભારતીય મિશનના કર્મચારીઓ અને તેમના પરિવારના સદસ્યોને સતર્ક રહેવા અને અતિરિક્ત સુરક્ષા સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યુ છે.

અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરી સિલસિલા અલીખીલનું (silsila alikhili) શુક્રવારના રોજ અપહરણ કરવામાં આવ્યુ હતુ. તેને કેટલાક કલાકો સુધી કિડનેપ કરીને રાખવામાં આવી અને તે દરમિયાન અપહરણકર્તાઓએ તેને ગંભીર રૂપથી પ્રતાડિત કરી અને છેલ્લે તેને છોડી દીધી. સિલસિલાને ઇલાજ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

અફઘાનિસ્તાનના રાજદૂતની દિકરી સિલસિલા અલીખિલ (26) સાથે શુક્રવારે બનેલી આઘાતજનક ઘટના સંદર્ભે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે આ મામલે તાત્કાલિક તપાસ માટે હાકલ કરી છે અને કહ્યું છે કે સિલસિલાને અત્યંત ત્રાસ આપવામાં આવ્યો છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પાકિસ્તાને આ ઘટનાને વિચલિત કરનારી ગણાવી છે અને ઈસ્લામાબાદમાં અફઘાન રાજદૂતના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે. અફઘાનિસ્તાનના વિદેશ મંત્રાલયે કહ્યું કે તેઓ આ “આ ઘોર કૃત્ય “ની કડક શબ્દોમાં નિંદા કરે છે અને પાકિસ્તાનમાં અફઘાન રાજદૂતો અને તેમના પરિવારોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પાકિસ્તાની પોલીસના જણાવ્યા અનુસાર, 26 વર્ષીય સિલસિલા અલીખિલનું શુક્રવારે ઇસ્લામાબાદના કોહસાર વિસ્તારના મોંઘા રાણા માર્કેટમાંથી અપહરણ થયુ હતુ. બાદમાં તેઓ રાજધાનીના એફ -9 પાર્ક વિસ્તાર નજીકથી મળી આવી હતી. તેના શરીર ઉપર ત્રાસના નિશાન મળી આવ્યા હતા. તબીબી તપાસ માટે તેમને પાકિસ્તાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લાવવામાં આવ્યા હતા.

આ પણ વાંચો – Nelson Mandela Day: રંગભેદ સામે લડતા, 27 વર્ષ જેલમાં રહ્યા, પછી પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિ બન્યા, જાણો નેલ્સન મંડેલા વિશે

આ પણ વાંચો – ઉત્તર પ્રદેશ: મુરાદાબાદના હિતેશ માટે Sonu Sood બન્યા મસીહા, યુવકને એરલિફ્ટ કરાવીને સારવાર માટે મોકલ્યો હૈદરાબાદ

આ પણ વાંચો – Surat : દક્ષિણ આફ્રિકામાં હિંસા અને લૂંટફાટની ઘટનાથી ગુજરાતી પરિવારો ચિંતિત, સરકાર પાસે મદદની કરી માંગ

Next Article