Surat : દક્ષિણ આફ્રિકામાં હિંસા અને લૂંટફાટની ઘટનાથી ગુજરાતી પરિવારો ચિંતિત, સરકાર પાસે મદદની કરી માંગ

Baldev Suthar

|

Updated on: Jul 18, 2021 | 5:47 PM

દક્ષિણ આફ્રિકામાં છેલ્લા એક અઠવાડિયાથી હિંસા અને લુંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં વસતા ગુજરાતી પરિવારોની ચિંતા વધી છે.

Surat : દક્ષિણ આફ્રિકામાં હિંસા અને લૂંટફાટની ઘટનાથી ગુજરાતી પરિવારો ચિંતિત, સરકાર પાસે મદદની કરી માંગ
Gujarati families worried over violence in South Africa

Follow us on

દક્ષિણ આફ્રિકામાં(South Africa) એક સપ્તાહથી હિંસા અને લૂંટફાટની ઘટનાઓ સામે આવી રહી છે. આ હિંસાની આડમાં લોકોએ સ્થાનિક સ્ટોર્સ અને દુકાનોમાં પણ લૂંટફાટ કરવાનું શરૂ કરી દીધું છે.ઉલ્લેખનીય છે કે, ગુજરાતી પરિવારો મોટા પ્રમાણમાં દક્ષિણ આફ્રિકામાં વસવાટ કરે છે. ત્યારે દક્ષિણ આફ્રિકામાં વસતા સુરત શહેરના ગુજરાતી પરિવારે સરકાર(Government) પાસે મદદની માંગ કરી છે.

દક્ષિણ આફ્રિકામાં હિંસા અને લુંટફાટની ઘટનામાં અત્યાર સુધીમાં 72 લોકોના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. હિંસાને પગલે સરકાર દ્વારા પોલીસ અને સેનાની મદદ લેવામાં આવી હતી.અને સ્થિતિ પર કાબુ મેળવવા માટે પોલીસે સ્ટન ગ્રેનેડ અને રબર બુલેટ્સ(Rubber Bullets)નો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

જો કે, હજુ પણ દક્ષિણ આફ્રિકામાં સ્થિતિ ગંભીર છે. પોલીસે અત્યાર સુધી 1200થી વધારે લોકોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકામાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ વસવાટ કરી રહ્યા છે.ત્યારે ગુજરાતીઓની ચિંતા વધી છે.

વ્યવસાય અર્થ સ્થાયી થયેલા ગુજરાતીઓ વર્ષોથી પોતાના પરિવારો સાથે સ્થાયી થયા છે.ત્યારે ગુજરાતી પરિવારોની ચિંતા વધી છે.દક્ષિણ આફ્રિકામાં હાલ સ્થિતિ ગંભીર માનવામાં આવી રહી છે. ત્યારે સુરત શહેરમાંથી અનેક પરિવાર દક્ષિણ આફ્રિકામાં સ્થાયી થયા છે.અને દક્ષિણ આફ્રિકામાં મુખ્યતે ભારતીયોને ટાર્ગટ કરવામાં આવી રહ્યા છે.ત્યારે ગુજરાતી પરિવારોએ સરકાર પાસે મદદની માંગ કરી છે.

સરકાર પાસે મદદની કરી માંગ

સુરતના પરિવારોએ ગુજરાત સરકાર અને ભારત સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે, ભારત સરકાર દક્ષિણ આફ્રિકાની સરકાર સાથે વાટાઘાટો કરીને ગુજરાતીઓને મદદ કરવા માટે માંગ કરી છે. સુરતના શહેરના લીંબાયત વિસ્તારમાં રહેતા બે પરિવારના સભ્યો દક્ષિણ આફ્રિકામાં રહે છે. ત્યારે ટીવી નાઈનની ટિમ સાથેની વાતચીતમાં હકીકત વર્ણવી હતી કે,અહીનીં સ્થિતિ ગંભીર છે અને મોટા ભાગના ગુજરાતીઓ દેશમાં પરત આવવા માટે ભારતની મદદ માંગી રહ્યા છે. મહત્વનું છે કે, કોરોનાના કારણે મોટા ભાગની ફલાઇટ બંધ હોવાથી ગુજરાતીઓ હાલ મુશ્કેલીમાં મુકાયા છે.

આ પણ વાંચો: GUAJARAT : રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં નોંધપાત્ર વરસાદની આગાહી

આ પણ વાંચો: Gujarat Top News: રાજ્યમાં રૂપાણી સરકારે લીધેલ નિર્ણય,હોય કે પછી રાજ્યમાં વરસાદ અંગેના મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati