AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kenya News : સુરક્ષા કારણોસર કેન્યા એરવેઝની ફ્લાઈટનું યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ

નૈરોબીથી લંડનના હીથ્રો એરપોર્ટ જતી ફ્લાઈટનું સુરક્ષા એલર્ટને લઈને યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યા બાદ મોટો અકસ્માત ટળી ગયો હતો. સુરક્ષા કારણો સર કેન્યા એરવેઝની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાયું હોવાનું પણ સામે આવ્યુ હતું. મહત્વનુ છે કે પ્લેનને આરએએફ ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટ દ્વારા સ્ટેનસ્ટેડમાં લઈ જવામાં આવ્યું હતું.

Kenya News : સુરક્ષા કારણોસર કેન્યા એરવેઝની ફ્લાઈટનું યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 11:10 PM
Share

કેન્યા એરવેઝની ફ્લાઇટને યુકેના સ્ટેન્સ્ટેડ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી અને તેની સુરક્ષા કારણોસર ભારે પોલીસ દળની વચ્ચે તેને લેન્ડ કરવામાં આવી હતી. નૈરોબીથી લંડનના હીથ્રો એરપોર્ટ જતી ફ્લાઈટનું સુરક્ષા એલર્ટને લઈને યુકેના સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યા બાદ મોટો અકસ્માત ટળી ગયો હતો.

સ્ટેનસ્ટેડ એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કેન્યાની ફ્લાઈટને લંડનના હીથ્રો એરપોર્ટ પરથી ડાયવર્ટ કરવામાં આવ્યા બાદ સ્ટેનસ્ટેડ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. કેન્યા એરવેઝ 787 સુરક્ષિત રીતે લેંડિંગ કરાવ્યુ હતું.

સુરક્ષા દળો અને યુકે પોલીસ ફોર્સ ની હાજરીમાં પ્લેનને લેન્ડ કરવામાં આવ્યું હતું. પ્લેનને આરએએફ ટાયફૂન ફાઇટર એરક્રાફ્ટ દ્વારા સ્ટેનસ્ટેડમાં લઈ જવામાં આવ્યું હતું. સ્ટેન્સ્ટેડ એરપોર્ટ લંડનથી લગભગ 30 માઈલ (40 કિલોમીટર) ઉત્તરે આવેલું છે. જ્યારે સુરક્ષાને લગતી ઘટનાઓ હોય ત્યારે ફ્લાઇટ માટે ઇમરજન્સી લેન્ડિંગ વિકલ્પ તરીકે આ એરપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. તેનું સ્થાન તેને આ કાર્ય માટે યોગ્ય એરપોર્ટ બનાવે છે.

ઘટનામાંથી મળેલી તાજેતરની તસવીરોમાં બોમ્બ ડિસ્પોઝલ યુનિટ તેમજ ફાયર ફાઇટર સ્થળ પર હાજર છે. ફ્લાઇટના છેલ્લી ઘડીના ડાયવર્ઝનની તેમની ભયાનકતા ગણાવતા, એક અહેવાલ મુજબા મુસાફરોએ જણાવ્યુ કે તેઓને લેંડિંગની 45 મિનિટ પહેલા ડાયવર્ઝન વિશે જાણ થઈ હતી.

સ્ટેનસ્ટેડ ખાતે ફ્લાઈટના લેન્ડિંગ પહેલા પોલીસ પહોંચી ગઈ હતી. ફ્લાઇટ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યા બાદ અને પરિસ્થિતિની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જે બાદ, એરપોર્ટને સામાન્ય કામગીરી માટે ફરીથી ખોલવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : London News : લંડનમાં યહૂદી શાળાઓ બંધ રાખવાનો નિર્ણય, યહૂદી-પેલેસ્ટાઈનના વિરોધને કારણે લેવાયો નિર્ણય

લાંબા રૂટના એરક્રાફ્ટ અને લંડનની ટૂંકી મુસાફરી વચ્ચે યોગ્ય પરિવહન સુનિશ્ચિત કરવા માટે 1991માં લંડનના સ્ટેન્સ્ટેડ એરપોર્ટનો પુનઃવિકાસ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ પાસે મૂળ ‘નોર્થસાઇડ’ ટર્મિનલ સાઇટ છે જેને આધુનિક બિઝનેસ એવિએશન સેન્ટરમાં પુનઃવિકાસ કરવામાં આવી છે. એરપોર્ટ લંડન ટર્મિનલ ક્ષેત્રમાં નોંધપાત્ર રનવે ક્ષમતા સાથે માત્ર 3,000m+ રનવેનું સંચાલન કરે છે.

 આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ડુંગળી અને લસણ ખાવા-ના ખાવાના મુદ્દે અમદાવાદની એક દંપતિના છુટાછેડા થયા
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ખોટા દસ્તાવેજોથી લગ્ન નોંધણીનુ કૌભાંડ
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
ઝઘડિયા GIDCમાં પ્લાન્ટમાં બ્લાસ્ટ, 1નું મોત
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
નારોલ વિસ્તારમાં ફાયરિંગની ઘટના, મિત્રએ જ મિત્ર પર ચલાવી ગોળી
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
g clip-path="url(#clip0_868_265)">