OMG : આ ગામમાં લોકો ઊંઘે છે કુંભકર્ણની જેમ, કારણ જાણીને તમે પણ ચોંકી જશો !
દુનિયામાં એવા ઘણા ગામો છે જે અજીબોગરીબ ખાસયિતના કારણે જાણીતા છે, પરંતુ શું તમે ક્યારેય એવા કોઈ ગામ વિશે સાંભળ્યું છે જ્યાં લોકો કુંભકર્ણની જેમ ઉંઘે છે ?
kalachi Village : સામાન્ય રીતે લોકોને ઊંઘ ખૂબ જ પસંદ હોય છે, જ્યારે પણ આપણને ઊંઘ (Sleep) આવે છે ત્યારે આપણે બધું છોડીને બેડ તરફ દોડી જઈએ છીએ અને વિચારીએ છીએ કે કોઈ રીતે આપણે આપણી ઊંઘ પૂરી કરી લઈએ. ઘણા લોકો માત્ર ચાર-પાંચ કલાકની ઊંઘ લેતા હોય છે. જ્યારે ઘણા લોકો સાતથી આઠ કલાકની ઊંઘ પણ લે છે.
પરંતુ ત્રીજા પ્રકારના લોકો પણ છે. જેમને ઊંઘવું ખૂબ જ ગમે છે અને તેઓ દિવસના ઘણા કલાકો માત્ર ઊંઘમાં જ વિતાવે છે અને ક્યારેક આપણે તેમને કુંભકર્ણની ઉપમા આપીએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું ગામ (Kalachi Village) છે, જ્યાં લોકોને કુંભકર્ણની જેમ ઉંઘતા જોવા મળે છે.
આ ગામને સ્લીપી હોલો વિલેજના નામથી પણ ઓળખવામાં આવે છે
અમે વાત કરી રહ્યા છીએ કઝાકિસ્તાનના (Kazakhastan) કાલાચી ગામની, જ્યાં લોકો એટલી ઊંઘે છે કે કોઈ કલ્પના પણ ન કરી શકે. જ્યાં લોકો એક-બે દિવસ નહીં પરંતુ કેટલાક મહિનાઓ સુધી સૂઈ જાય છે. આ જ કારણ છે કે કલાચી ગામને સ્લીપી હોલો વિલેજના (Sleepy Hollow Village) નામથી પણ ઓળખવામાં આવે છે. અહીંના લોકો મોટાભાગે સૂતા જોવા મળે છે. તેમની ઊંઘવાની આદતને કારણે આ ગ્રામજનો પર ઘણી વખત રિચર્સ પણ કરવામાં આવ્યું છે.
આ કારણ છે જવાબદાર
વૈજ્ઞાનિકોના મતે આ ગામના લોકોની વધુ પડતી ઊંઘ માટે યુરેનિયમ જેવો ઝેરી ગેસ જવાબદાર છે. આ ગેસના કારણે આ ગામનું પાણી પણ ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું છે. વૈજ્ઞાનિકોએ (Scientist) તેમના અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે, અહીંના પાણીમાં કાર્બન મોનોક્સાઇડ ગેસ છે, જેના કારણે અહીંના લોકો મહિનાઓ સુધી સૂતા રહે છે. ઘણા દિવસો સુધી ઊંઘવાનો પહેલો કિસ્સો 2010માં કલાચી ગામમાંથી સામે આવ્યો હતો.
અનોખુ ગામ હાલ ચર્ચામાં
આ ગામમાં આ બીમારીના પીડિતોની સંખ્યા ખુબ ઝડપથી વધી રહી છે. અહીં લોકો ક્યારે ઊંઘમાં ચાલ્યા જાય છે તેની ખબર પડતી નથી. કલાચી ગામની બીજી એક ખાસિયત છે, જે વધુ આશ્ચર્યજનક છે, અહીંના લોકો ક્યારે સૂઈ જશે તેની પણ તેમને ખબર નથી. હાલત એવી છે કે લોકો જમતી વખતે, પીતી વખતે, નહાતી વખતે ચાલતી વખતે ગમે ત્યારે સૂઈ જાય છે.
આ પણ વાંચો : વિમાન કે રિક્ષા ? એરપોર્ટ પર મુસાફરોએ પ્લનને માર્યો ધક્કો, શોકિંગ વીડિયો થયો વાયરલ
આ પણ વાંચો : ભાજપની બેવડી નિતી : ચારધામ ‘અધિગ્રહણ’નો પ્રયાસ ભાજપના જ આ અભિયાન સાથે બંધબેસતો નથી