Kabul Airport Attack: કાબુલ એરપોર્ટ પરના હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, અમેરિકાએ તેના નાગરિકો માટે જાહેર કર્યુ એલર્ટ

|

Aug 27, 2021 | 7:27 AM

કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવાર 26મી ઓગસ્ટે કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર થયેલા બે આતંકી વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકોને એરપોર્ટ પર મુસાફરી ટાળવા માટે સુરક્ષાને લઈને ચેતવણી જાહેર કરી છે.

Kabul Airport Attack: કાબુલ એરપોર્ટ પરના હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત 72 લોકોના મોત, અમેરિકાએ તેના નાગરિકો માટે જાહેર કર્યુ એલર્ટ
Kabul Airport Attack

Follow us on

અફઘાનિસ્તાનમાં ગુરુવાર 26મી ઓગસ્ટે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોર અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા હતા અને અન્ય 143 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.

દરમિયાન પેન્ટાગોને કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર ISIS દ્વારા કરવામાં આવેલા હુમલામાં 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને 18 અન્ય અમેરિકનો ઘાયલ થયા છે. આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાનમાં હોસ્પિટલનું સંચાલન કરતા એક ઇટાલિયન સંગઠને કહ્યું કે તે એરપોર્ટ હુમલામાં ઘાયલ થયેલા લોકોની સાર સંભાળ કરી રહ્યું છે, જ્યારે કેટલાક ઘાયલોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ પામ્યા હતા.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

કાબુલમાં અમેરિકી દૂતાવાસે તેના નાગરિકો માટે એલર્ટ જાહેર કર્યું  

કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટની બહાર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકોને એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને અન્ય પ્રકારે સાવચેતી રાખવા માટે સુરક્ષા ચેતવણી જાહેર કરી કરી છે. અફઘાનિસ્તાનમાં માર્કો પુનાટિને કહ્યું કે નિષ્ણાંત તબીબો રાત્રે પણ ફરજ બજાવશે. તેમણે કહ્યું કે ઘાયલોની વધતીજતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હોસ્પિટલમાં પથારીની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે કાબુલ એરપોર્ટ પર થયેલા આતંકવાદી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોન્સને પણ હુમલાને બર્બર ગણાવ્યો હતો અને કહ્યું હતું કે લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર ળઈ જવાની કામગીરીમાં ઝડપ લાવવા ઉપરાંત તેને સતત ચાલુ રાખવાની જરૂર છે.

આ પણ વાંચોઃ  Kabul Airport Attack: હુમલાખોરોને માફ નહીં કરાય, તેમણે મોતની મોટી કિંમત ચૂકવવી પડશેઃ જો બાઈડેન

આ પણ વાંચોઃ અફઘાનિસ્તાન મુદ્દે મળેલી સર્વદળીય બેઠક પૂર્ણ, વિદેશ પ્રધાને કહ્યુ “અફઘાનિસ્તાનમાંથી ભારતીયોને લાવવા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા”

 

Next Article