Kabul Airport Attack: હુમલાખોરોને માફ નહીં કરાય, તેમણે મોતની મોટી કિંમત ચૂકવવી પડશેઃ જો બાઈડેન

આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે

Kabul Airport Attack: હુમલાખોરોને માફ નહીં કરાય, તેમણે મોતની મોટી કિંમત ચૂકવવી પડશેઃ જો બાઈડેન
US President Joe Biden
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 27, 2021 | 6:48 AM

Kabul Airport Attack: ગુરુવારે વ્હાઈટ હાઉસથી રાષ્ટ્રને સંબોધિત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન કાબુલ એરપોર્ટની બહાર બોમ્બ ધડાકા માટે જવાબદાર લોકોને કહ્યું હતું કે અમે તેને માફ કરીશું નહીં કે ભૂલીશું નહીં. અમે તમારો શિકાર કરીશું અને તમારે આ મૃત્યોની કિંમત ચૂકવવી પડશે. તે જ સમયે, બાઈડેન કહ્યું કે અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનથી બચાવીશું. અમે અમારા અફઘાન સાથીઓને બહાર કાઢીશું અને અમારું મિશન ચાલુ રહેશે.

રાષ્ટ્રપતિ જો બાઈડેન કહ્યું કે કાબુલ એરપોર્ટની બહાર થયેલા હુમલામાં માર્યા ગયેલા અમેરિકન સર્વિસ મેમ્બર્સ હીરો હતા. તે અન્ય લોકોના જીવ બચાવવા માટે એક ખતરનાક અને નિ:સ્વાર્થ મિશનમાં રોકાયેલા હતા. બાઈડેન કહ્યું કે ઓછામાં ઓછા 1,000 અમેરિકનો અને અન્ય ઘણા અફઘાન હજુ કાબુલમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે સાંઠગાંઠના હજુ સુધી કોઈ પુરાવા નથી: બાઈડેન તે જ સમયે, અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન કહ્યું કે કાબુલ એરપોર્ટ પર થયેલા હુમલામાં તાલિબાન અને ઇસ્લામિક સ્ટેટ વચ્ચે સાંઠગાંઠના હજુ સુધી કોઈ પુરાવા નથી. અફઘાનિસ્તાનમાં ગુરુવારે કાબુલ એરપોર્ટ નજીક બે આત્મઘાતી હુમલાખોરો અને બંદૂકધારીઓ દ્વારા ટોળા પર થયેલા હુમલામાં 13 અમેરિકી સૈનિકો સહિત ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા.

એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાન માર્યા ગયા અને 143 અન્ય ઘાયલ થયા.

આતંકી સંગઠન ISIS-K એ હુમલાની લીધી જવાબદારી આતંકવાદી સંગઠન ISIS-K એ ગ્રુપના ટેલિગ્રામ એકાઉન્ટ પર કાબુલ એરપોર્ટ પર જીવલેણ બેવડા હુમલાની જવાબદારી સ્વીકારી છે. કાબુલમાં અમેરિકી દૂતાવાસે ગુરુવારે કાબુલના હમીદ કરઝાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકની બહાર બે વિસ્ફોટો બાદ અમેરિકી નાગરિકો માટે એરપોર્ટ પર મુસાફરી ટાળવા અને એરપોર્ટ ગેટ ટાળવા માટે સુરક્ષા ચેતવણી જારી કરી છે.

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 27 ઓગસ્ટ: આજે જણાશે થોડું ટેન્શન, ઓફિસનું વાતાવરણ શાંતિપૂર્ણ રહેશે

આ પણ વાંચો: Horoscope Today: દૈનિક રાશિફળ, કર્ક 27 ઓગસ્ટ: આજે તમારા અહંકાર અને ગુસ્સાને કારણે વાતાવરણ થોડું પરેશાન થઈ શકે, સાવચેત રહો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">