તુર્કી મહાવિનાશમાં દેવદૂત બન્યા જૂલી-રોમિયો, લોકોના જીવ બચાવવામાં કરી રહ્યા છે મદદ

|

Feb 14, 2023 | 4:41 PM

તુર્કી-સીરિયા આપત્તિના આ સમયમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ઓપરેશન દોસ્ત હેઠળ ભારતમાંથી સેના અને NDRFની ટીમો મોકલવામાં આવી છે

તુર્કી મહાવિનાશમાં દેવદૂત બન્યા જૂલી-રોમિયો, લોકોના જીવ બચાવવામાં કરી રહ્યા છે મદદ
Julie Romeo became angels in Turkish

Follow us on

એક અઠવાડિયા પહેલા તુર્કી અને સીરિયામાં આવેલા વિનાશક ભૂકંપથી બેઘર બનેલા લાખો લોકો હાલ તંબુઓમાં રહી છે. તે જ સમયે, કાટમાળમાં હજુ પણ દટાયેલા લોકોને બચાવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરાય રહ્યું છે. જો કે, હજુ પણ એવા ઘણા લોકો છે જેઓ તેમના નજીકના અને પ્રિયજનોની શોધમાં ભટકી રહ્યા છે. આ સર્ચ ઓપરેશનમાં NDRFની સાથે કેટલાક સ્નિફર ડોગ્સ પણ છે જે ખૂબ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.

સ્નિફર ડોગ સ્ક્વોડની ટીમમાં જુલી, રોમિયો, હની અને રેમ્બો નામના લેબ્રાડોર જાતિના કૂતરાઓનો સમાવેશ થાય છે. આ ટુકડીમાં ખાસ તાલીમ પામેલા ડોગ્સ છે. આ તમામ આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ દરમિયાન સુંઘવામાં અને અન્ય કૌશલ્યમાં નિષ્ણાત છે. આ દિવસોમાં જુલી અને રોમિયોનું નામ ખૂબ ચર્ચામાં છે. આ લોકોને ગંજીઆટેપ શહેરના બિલ્ડિંગના કાટમાળમાંથી 6 વર્ષની બાળકીને શોધવામાં મદદ કરી હતી, ત્યારબાદ NDRFની ટીમે બાળકીને બહાર કાઢી હતી.

કેવી રીતે મદદ કરે છે જૂલી અને રોમિયો?

સ્નિફર ડોગ્સ રોમિયો અને જૂલી કાટમાળમાથી લોકોની હિલચાલ પકડે છે. તેમજ માણસોની સ્મેલથી તેઓ લોકોને શોધવામાં મદદ કરે છે જેના કારણે ખબર પડે છે કે ત્યાં કોઈ જીવિત છે કે મરી ગયું છે અને તેમને કાટમાળ માથી બહાર કાઢવામાં આવે છે. આ ડોગ્સની મદદથી, ઘણા લોકોને બચાવવામાં આવ્યા છે. સ્નિફર ડોગ જુલીએ ગુરુવારે જ 6 વર્ષની બાળકીને બહાર કાઢવામાં મદદ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, જો બાળકી વધુ સમય સુધી ન મળી હોત અને કાટમાળ નીચે દબાઈ રહી હોત તો તેનો જીવ પણ જઈ શકેત.

શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024
માઈગ્રેનનો ઈલાજ મળી ગયો! નાળિયેર પાણીનો કરો આ રીતે ઉપયોગ
બાળકને સક્ષમ બનાવવા માટે જયા કિશોરીની દરેક માં-બાપ માટે મહત્વની સલાહ

ભારતની NDRFની ટીમ કરી રહી છે મદદ

હકીકતમાં, તુર્કી-સીરિયા આપત્તિના આ સમયમાં ભારતે મદદનો હાથ લંબાવ્યો છે. ઓપરેશન દોસ્ત હેઠળ ભારતમાંથી સેના અને NDRFની ટીમો મોકલવામાં આવી છે, જે આપત્તિગ્રસ્ત વિસ્તારમાં લોકોને સતત મદદ કરી રહી છે. તે જ સમયે, સ્નિફર ડોગ આ કામમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.

મેક્સિકોની ડોગ ટીમ પણ કરી રહી છે મદદ

એ જ રીતે, મેક્સિકોની ડોગ સ્ક્વોડ ટીમમાં પ્રોટીઓ પણ હતો, જેણે બચાવ કામગીરી દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો. મેક્સિકન સંરક્ષણ મંત્રાલયે રવિવારે પ્રોટીઓને શ્રદ્ધાંજલિ આપી અને કહ્યું કે તમારા પરાક્રમી કાર્ય માટે આભાર, તમે મેક્સિકન સેનાનું મિશન પૂર્ણ કર્યું. તેમણે કહ્યું કે અમને અમારા મહાન સાથી કૂતરા પ્રોટીઓની ખોટ પર ખેદ છે. અમને પ્રોટીઓ પર ગર્વ છે. મેક્સિકન મીડિયા અનુસાર, પ્રોટીઓ કાટમાળમાં દટાયેલા લોકોને શોધી રહ્યો હતો, તે દરમિયાન કચડાઈ જવાને કારણે તેનું મોત થયું હતું.

Next Article