Pakistanમાં પત્રકારો પણ નથી સુરક્ષિત! સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે #PressFreedom
હામિદ મીરે એક ટ્વીટ કરીને પોતાના ભાઈ વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે એફઆઈએની સાઈબર ક્રાઈમ વિંગે (FIA Cyber Crimes Wing) લાહોરથી સવારના સમયે પત્રકાર આમિર મીરનું અપહરણ કર્યુ છે.
પાકિસ્તાન (Pakistan)માં જો કોઈ વ્યક્તિ સેના અથવા તો સરકારના જુલમ સામે અવાજ ઉઠાવે છે તો તેને બરબાદ કરવા માટે સેના અને સરકાર કોઈ કસર નથી છોડતી. પાકિસ્તાનના એક પત્રકાર સઈદ ઈમરાન શૌકતનું લાહોર સ્થિત તેમના ઘરેથી જ અપહરણ કરવામાં આવ્યું છે. રિપોર્ટ્સ અને સોશિયલ મીડિયો પોસ્ટ્સ અનુસાર દેશની સેના પર સવાલ ઉઠાવનાર પત્રકાર હામિદ મીરના ભાઈ આમીર મીર પણ છેલ્લા 5 કલાકથી ગાયબ છે. જેને લઈને પાકિસ્તાનમાં પ્રેસની આઝાદી (Press Freedom) પર ફરીથી એકવાર સવાલો ઉભા થઈ રહ્યા છે.
હામિદ મીરે એક ટ્વીટ કરીને પોતાના ભાઈ વિશે જાણકારી આપી હતી. તેમણે લખ્યુ હતુ કે એફઆઈએની સાઈબર ક્રાઈમ વિંગે (FIA Cyber Crimes Wing) લાહોરથી સવારના સમયે પત્રકાર આમિર મીરનું અપહરણ કર્યુ છે. તેમની પાસેથી ફોન અને લેપટોપ છીનવી લેવામાં આવ્યુ. અમને પાંચ કલાક બાદ તેમની લોકેશન વિશની માહિતી મળી. એફઆઈએએ એક અન્ય પત્રકાર સઈદ શૌકત ઈમરાનની પણ લાહોરથી સવારના સમયે ધરપકડ કરવામાં આવી છે. તેમણે પોતાના ટ્વીટ સાથે હેશટેગ પ્રેસ ફ્રિડમ પણ લખ્યુ.
FIA Cyber Crimes Wing Lahore kidnapped journalist Amir Mir in Lahore this morning, snatched his phone and laptop. We came to know about his location after 5 hours. FIA also arrested another journalist Syed Shafqat Imran this morning from Lahore. #PressFreedom
— Hamid Mir (@HamidMirPAK) August 7, 2021
પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર લોકો આ અપહરણ માટે આઈએસઆઈને જવાબદાર ઠરાવી રહ્યા છે. સાથે જ પત્રકારોને પકડવામાં આવતી રીતની પણ ખૂબ આલોચના થઈ રહી છે. પીપીપી પાર્ટીની નેતા શૈરી રહેમાને કહ્યું કે પત્રકારોને આ રીતે પકડવુ એ સ્વીકાર્ય નથી. તેના પર કયા ગુનાનો આરોપ છે? કાયદાની પ્રક્રિયા શું છે ? વીકેન્ડ પર કોઈને પકડવાનો એ મતલબ છે કે તેને સોમવાર સુધી જેલમાં રાખવામાં આવે.
શું બોલ્યા આમિરના ભાઈ હામિદ મીર
પાકિસ્તાની પત્રકાર હામિદ મીર જૂન મહિનામાં ત્યારે ચર્ચામાં આવ્યા જ્યારે તેમણે પાકિસ્તાનની સેના પર સવાલો ઉઠાવ્યા. મીરે પત્રકારો પર થતાં હુમલાથી પરેશાન થઈને કહ્યું હતુ કે જે કોઈ પણ આના માટે જવાબદાર છે, તેની ઓળખ બધા સામે આવવી જોઈએ. તેમણે પોતાના ભાષણોમાં કેટલીકવાર પાકિસ્તાની સેનાની મિલીભગતને લઈને કેટલીક વાર ટિપ્પણીઓ કરી છે. તેમણે સૈન્ય પ્રમુખ કમર જાવેદ બાજવાનું નામ પણ લીધુ હતુ. હામિદ મીરે કહ્યું હતુ કે તમે અમારા ઘર પર હુમલો કરવા માટે ઘૂસો છો. અમે એવુ નથી કરી શક્તા કારણ કે અમારી પાસે ટેન્ક અને બંદૂકો નથી.
આ પણ વાંચો – Neeraj Chopra Gold: નિરજ ચોપરાએ દેશને અપાવ્યો ગોલ્ડ મેડલ, હવે હરિયાણા સરકાર આપશે 6 કરોડ રૂપિયા અને કલાસ-1ની નોકરી
આ પણ વાંચો – Tokyo Olympics 2020 : Neeraj Chopra એ રચ્યો ઇતિહાસ, કરોડો ભારતીયો માટે ગર્વની એ ક્ષણ જેમાં ભારતના નામે થયો ગોલ્ડ